SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ નથી, અહીંયા તો એકલું સમ્યગ્દર્શન ને જ્ઞાન, સ્વરૂપાચરણ છે તે વાતને ગૌણ રાખ્યું છે. આહાહા ! ( શ્રોતાઃ- આગમ પ્રમાણે શ્રદ્ધા ખરી કે નહીં ?) આગમ પ્રમાણે શ્રદ્ધા, એ રાગ છે. (શ્રોતાઃ- આવું તો કો’ક જ કરી શકે ?) એ તો રાગ છે. (શ્રોતાઃ- આવું તો બે–ચાર જ કરી શકે ?) કરી શકે છે કેટલાં એનું અહીંયા કામ નથી, કરી શકાય છે આ રીતે. અનંત કરી ગયા અનંત, કરી શકાય છે, તો અનંત કરી ગયા. આહાહા ! બપોરે તો નહોતું આવ્યું પ્રવચનસાર, મુનિરાજ એમ કહે છે, અરે ! પુરુષને પ્રેમવાળી સ્ત્રી, જેમ પુરુષને મળવાં જાય છે, એમ અંદર શુભરાગને મળવાં વ્યભિચાર તરફ જાય છે, એનાથી હું પાછો વળું છું, એનો હું નિકંદન ક૨વાં મેં કટીબદ્ધ, કડબદ્ધ, કેડબાંધી છે. આહાહા ! એ વ્યભિચારી સ્ત્રી જેમ પ્રેમપાત્રને મળવાં જાય છે, એમ અમે આ શુભભાવ એ વ્યભિચારી છે, ત્યાં જ્યાં આમ જાય છે, વે એમાં એને એનું નિકંદન કરવા અમે તૈયાર થયા છીએ. આહાહા! પંચમઆરાનાં પંચમઆરામાંથી હજાર વર્ષ પછી થયા સાધુ એ એમ પોકારે છે. આહાહા ! અમને આવો કાળ છે માટે અમે કરી શકતા નથી, એમ નથી ત્યાં કહ્યું. આહાહા ! ચીજ છે તેને કાળ જ લાગુ પડતો નથી, પ્રશ્ન શું ? ત્રિકાળી છે, તેને વર્તમાન પર્યાય પણ જ્યાં ૫૨કાળ તરીકે કહેવાય છે. આહાહા ! એને પાંચમાં આરો ને ચોથો આરો ને હલકો આ૨ો છે ને ઢીંકળો આરો છે ને એ ત્યાં લાગુ નથી પડતું. આહાહા ! એ તો શુભભાવનો અભાવ કરવા, નિકંદન કરવાં કેડ બાંધી છે, એમ કહે છે. અહીં તો મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ ત૨ફ ઢળે છે, એટલી જ અહીંયા તો વાત છે, અહીંયા તો આટલી જ વાત છે, ૧૪૪ ગાથા છે ને કા૨ણકે એને સમ્યગ્દર્શન ને જ્ઞાન વ્યપદેશ, તેને સમ્યગ્દર્શન, જ્ઞાન, સંજ્ઞા, વ્યપદેશ, નામ મળે છે, આહાહા ! આવું સ્વરૂપ છે. એ ૯૪. શ્લોક-૯૫ (અનુષ્ટુમ્ ) विकल्पक: परं कर्ता विकल्पः कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।। ९५ ।। હવે કર્તાકર્મ અધિકા૨નો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ શ્લોકાર્થ:-[વિજ્ઞ: પરં ર્તા ]વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને[વિજ્ય: હેવલમ્ ર્મ ]વિકલ્પ જ કેવળ કર્મ છે; ( બીજાં કોઈ કર્તા-કર્મ નથી; )[ સવિqચ] જે જીવ વિકલ્પસહિત છે તેનું[ Íર્મ ] કર્તાકર્મપણું [ ખાતુ ] કદી [ નશ્યતિ ન] નાશ પામતું નથી. ભાવાર્થ:-જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy