SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અતિક્રાન્તપણા વડે-કેવળી, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે પણ આને શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પ તથા બહિર્બલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે, આહા..હા ! કેવળી કોઈપણ નય પક્ષને ગ્રહતા નથી, શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાને લીધે, કોઈપણ નય પક્ષને ગ્રહતા નથી. કોણ? કેવળી.એમ શ્રુતજ્ઞાની સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નય પક્ષને pહતો નથી. લ્યો! બે વાર તો આવ્યું. (શ્રોતા-મોક્ષમાર્ગ સરળ કરી દીધો) મોક્ષ મારગ નયના વિકલ્પથી પાર છે, એમ કહે છે. વ્યવહાર–રત્નત્રયની વાત તો શું કરવી? પણ એની જે ચીજ છે, એમાં શ્રુતજ્ઞાનના ઉઘાડથી, શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચયનય ને વ્યવહારનયના વિકલ્પો, એનાથી પણ રહિત, એકલો શ્રુતજ્ઞાનનો વિજ્ઞાનઘન થયો, વિજ્ઞાનઘનને અનુભવે છે. આહાહા! આ સમકિત-દર્શન ઉત્પત્તિના કાળની વાત છે આ તે વખતે વિકલ્પ હોતો નથી. વ્યવહાર રત્નત્રયનો તો આશ્રય હોતો નથી. આહાહા ! વ્યવહારના નયનોય વિકલ્પ હોતો નથી. પણ નિશ્ચયનયના પક્ષનો પણ વિકલ્પ હોતો નથી. આહાહા!એને આંહી અનુભવકાળમાં વિકલ્પરહિત, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થયું. આહાહા ! આવી વાત છે. લોકોને આકરી પડે. તે આત્મા” આવો થયેલો જે અનુભવમાં આવેલો આત્મા, જેને કેવળી હારે છ બોલ મેળવ્યા તે આત્મા'...ખરેખર સમસ્ત વિકલ્પોથી “અતિ પર' –નયપક્ષના જે બધાં વિકલ્પોથી અતિ પર... આહાહા ! પરમાત્મા એ પોતે પરમાત્મા થ્યો પરમ આત્મા, પરમ સ્વરૂપ આત્મા એકલો, વિકલ્પના રાગથી રહિત પરમ આત્મા. આહાહા ! એ પરમાત્મા પરમ સ્વરૂપ કીધું, એ શું કે જ્ઞાનાત્મા-પરમસ્વરૂપ શું પણ? કે જ્ઞાનસ્વરૂપ એકલો જ્ઞાનાત્મા. આહાહા! બે (બોલ થયા) પ્રત્યજ્યોતિ પરથી પૃથક ભિન્ન, આહાહાહા!સર્વજ્ઞજ્યોતિ શક્તિ-સ્વભાવ સર્વજ્ઞજ્યોતિ છે ને? એ પ્રત્યજ્યોતિ છે. આહાહા ! આત્મખ્યાતિરૂપ ઈ ચોથો બોલ, ઈ ટીકામાં છે (ટીકાનું નામ) “આત્મખ્યાતિ' છેને? આત્મખ્યાતિ-આત્માની પ્રસિદ્ધિરૂપ વિકલ્પમાં આત્માની પ્રસિદ્ધિ નહોતી, રાગની પ્રસિદ્ધિ હતી. એ રાગના વિકલ્પોને છોડીને સ્વરૂપનોવિજ્ઞાનઘનનો અનુભવ તે આત્મખ્યાતિ, આત્મા પ્રસિદ્ધિ પામ્યો. આત્મા જે વિજ્ઞાનઘન છે, પર્યાયમાં પ્રસિદ્ધિ પામ્યો. જે સ્વભાવરૂપ છે એ પર્યાયમાં ખ્યાતિ-પ્રસિદ્ધિ થઈ ગઈ, કે આ આત્મા. આહાહા ! વિકલ્પના રાગ વિનાનો નિર્વિકલ્પ આનંદ અને નિર્વિકલ્પ જ્ઞાન એ આત્મખ્યાતિ, એ આત્માની પ્રસિદ્ધિ-આત્મા છે એ તો ત્રિકાળ છે, પણ આંહી તો પર્યાયમાં એની ખ્યાતિ, પ્રસિદ્ધિ આવી. આહાહાહા ! પરમાત્મા જોયું? એ ચોથાગુણસ્થાને પણ પરમાત્મા કહ્યો-વિકલ્પ રહિત પરમાત્મા, જ્ઞાનાત્મા-પ્રત્યજ્યોતિ-ભિન્ન જ્યોતિ ચૈતન્ય-પૂર્ણાનંદ પોતાના અસ્તિત્વથી અને વિકલ્પઆદિના નાસ્તિત્વથી એવી પ્રત્યજ્યોતિ ભિન્ન ચૈતન્યજ્યોતિ આત્મખ્યાતિરૂપ..આહા..! ગાથા એક ગાથા એ તો. આહાહા ! આત્મખ્યાતિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. તે વખતે અનુભૂતિમાત્ર આનંદનો અનુભવ-આત્માનો અનુભવ, વિકલ્પથી રહિત, એકલો જ્ઞાન ને આનંદ ને શાંતિનો અનુભવ એકલો-અનુભૂતિમાત્ર રાગનો લેશ નહીં જેમાં...એકલો અનુભૂતિ માત્ર. એ સમયસાર છે. આટલા વિશેષણો આપ્યા –પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અને
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy