________________
શ્લોક-૬૧
૧૦૩ એનું કરે અજ્ઞાનભાવે, એનો કર્તા થાય, પણ પરનું તો કાંઈ કરી શકે નહિ. આહાહાહા.... ગજબ વાતું છે.
કારણ કે ભગવાને તો અનંત આત્માઓ જોયાં છે, અનંત પરમાણું આ, અનંત પરમાણું છે ને આ? આ કાંઈ એક રજકણ નથી, અનંતા રજકણનો પિંડ છે આ તો ધૂળ એનો કટકો કરતાં કરતાં છેલ્લો પોઇન્ટ રહે એને પરમાણું કહેવાય, એવા અનંત પરમાણું અહીં કાશ્મણના તેજસના અનંત પરમાણું છે, એ બધા પરમાણુની ક્રિયા આત્મા ન કરે, અજ્ઞાની પણ. અજ્ઞાની કરે પોતાના શુભ અશુભ ભાવનો કર્તા થાય ને કરે, અને રખડે. સમજાણું કાંઈ? એ ભાવ કરે જાઓ પુગલનાં ભાવને કદી ન કરે, એવા અર્થનો અને આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે.
શ્લોક-૬૧
(અનુષ્ટ્રમ). अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा।
स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न कचित्।।६१।। હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુગલના ભાવને કદી કરતો નથી-એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે
શ્લોકાર્થઃ- [ā] આ રીતે [MI] ખરેખર [માત્માનમ] પોતાને [અજ્ઞાન જ્ઞાનમv]અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ[ ર્વત્] કરતો [ ગાત્મા ગાત્મમાર્ચ ર્તા ચા] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [પરમાવસ્ય] પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો [ વરિત ન] કદી નથી. ૬૧.
શ્લોક-૬૧ ઉપર પ્રવચન अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा।
स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न कचित्।।६१।। એ રીતે ખરેખર” અર્થ છે નીચે “પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો” શું કહે છે. હવે, કાં કરે અજ્ઞાની પુણ્ય ને પાપના રાગને કરે અને જ્ઞાની જ્ઞાનને કરે, પણ એ પોતાના ભાવને કરે. ધર્મી જીવ છે એ જ્ઞાન ને આનંદ ને શાંતિના ભાવને કરે, અજ્ઞાની રાગ ને દ્વેષ પુણ્ય પાપના ભાવને કરે, પણ જ્ઞાની (કે) અજ્ઞાની પોતાના ભાવને કરે, જ્ઞાનીનો પોતાનો ભાવ શુદ્ધ ચૈતન્ય તેને કરે, અજ્ઞાનીનો ભાવ પુણ્ય ને પાપ તેને કરે, પણ પરને તો કોઈ કરે નહિ. અરે! આરે! આ બધા હુંશિયાર હશે ને હિંમતભાઈ? તમારા ચારમાં હુશિયાર તમે કહેવાવ, પૈસા ભલે આની પાસે છે, પૂનમચંદ ને ન્યાલચંદ. આહાહા ! એ કોની પાસે આવ્યા'તા એની પાસે તો મમતા