________________
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ચાર દિવસ અનંત કાળને હિસાબે શું ગણતરી ? એને કારણે આ રહે અને મોજુદ છે, ત્યાં સુધી તેને ભોગવો, આંહીં આવ્યું છે અને દયા પ્રધાની થઈને, એમાં વાપરું ત્યારે કોઈ પૂછે કે ભોગવો કેમ કહ્યું એમ પ્રશ્ન કર્યો છે. કહે તદ્દન ભોગવું એમ નહિ આને કંજુસ છે એ કર્તા ભોગવે છે એને તૃષ્ણા તો ઓછી છે કે આને રાષ્ટ્ર અને દાન દયામાં ભોગકાર તરીકે વાપર તો તારો રાગ મંદ તો થાય તને પુયેય એ મોટી આખી વ્યાખ્યા છે મોટી જબરી આખી છે.
જે પુરુષ લક્ષ્મીને માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે વાપરતો નથી, ભોગવતો પણ નથી એ તો માત્ર પોતાના આત્માને ઠગે છે, “કાર્તિકેય અનુપ્રેક્ષા” (માં છે) કાલ બપોરે વાત થઇ'તી ને નહોતું નીકળ્યું, એવા પુરુષોનું મનુષ્યપણું નિષ્ફળ છે. બાકી ઘણી વ્યાખ્યા છે મોટી ઘણી ગાથાઓ ઘણી ગાથાઓમાં છે.
આંહીં કહેવું છે કે લક્ષ્મી એ પરણેય છે ને એ આત્મા જ્ઞાયક છે છતાં એ લક્ષ્મી મારી છે એમ માને છે, એ ભેંસનું ધ્યાન કરતાં ભેંસ થઇ ગયો એમ પરને જાણવામાં આવતાં જાણે હું પરરૂપ થઇ ગયો અને પર મારા થઈ ગયા, એમ અજ્ઞાનીને અનાદિથી ભ્રમ છે. (શ્રોતાઃલક્ષ્મીને ચંચળ અને નગર વધુની ઉપમા છે ) આહાહા ! એ તો ભાઈ ગમે એટલી હો, ઉપમા પણ ઘણી આપી છે આમાં, આહાહા ! વેશ્યા જેવી કીધી છે, ઘડીકમાં તારી પાસે જાય, ઘડીકમાં બીજા પાસે જાય, ઘડીકમાં બીજા પાસે જાય, હેં? એ તો એને કારણે જાય છે, તું જાણે કે હું રળ્યો માટે મારી પાસે આવ્યા પૈસા એમ વાત ખોટી છે, એમ કહે છે. આહાહા ! વેશ્યા જેવી છે એક પુરુષ પાસે આવે, પછી બીજો આવે, પછી ત્રીજો આવે એમ થોડી વાર તારા ઘેર રહી, થોડી વાર બીજે ગઈ. થોડી વાર ત્યાં ગઇ. આહાહા!
આંહીં તો એમ કહે છે કે શેયજ્ઞાયકરૂપ, પરને શેય એટલે પર જાણવા લાયક, ચાહે તો પરમાણું હો સ્કંધ હો લક્ષ્મી હો મકાન હો આબરું હો. આહાહા! કપડાં હો દાગીનો હો. એ પરને અને પોતાને એક કરતો થકો, જાણવા લાયક છે તેને જાણતો આ મારા છે, એમ માનતો, આહાહા! ભારે કામ ભાઈ આ તો “હું પરદ્રવ્ય છું” એ જાણવાલાયકને મારા માનીને એ હું પરદ્રવ્ય છું, એ મારી સ્ત્રી છે, મારી અર્ધાગના છે, આ મારો ભાઈ છે અને ભાઈ એ ડાંગે માર્યા પાણી કયાંય જુદા પડે? એમ ભાઈયું છીએ એ કાંઇ જુદા પડે? એમ વાતું કરે લોકો ગાંડા, પણ કોણ? કોઇને કોઇ ભેગા છે જ કયાં, એક બીજા છે જ કે દિ' ભેગા? આહાહા!
હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે, આહાહા ! વિષય બહુ સરસ છે. “મનનાં વિષયરૂપ કરવામાં આવેલા” મનનાં વિષયરૂપ જાણવામાં આવેલા, શું? “ધર્માસ્તિકાય' છ દ્રવ્ય છે ને ભગવાને જોયેલાં. ધર્માસ્તિકાય એક, ગતિમાં નિમિત્ત છે, એને જાણતાં એનો વિકલ્પ ઉઠયો, એ વિકલ્પને મારો માન્યો એણે ધર્માસ્તિકાયને પોતાનું માન્યું. આહાહા.. તો હું એક જાણનાર છું અને એ ચીજો ફક્ત જણાય છે, એ જાણવા લાયક છે ને હું જાણનારો એટલો જ સંબંધ છે, બાકી એ મારી ચીજ છે. (એ) મિથ્યાભ્રમ અજ્ઞાન છે.
હું ધર્મ છું, હું અધર્મ છું, અધર્માસ્તિકાય એનું જ્ઞાનમાં એનો વિચાર કરતાં, આંહીં તો જે જૈન છે ને એને સાંભળ્યું છે એ અધર્માસ્તિકાયનો વિચાર કરે છે. ભગવાને છ દ્રવ્યો કહ્યાં છે ને એ પોતે વિચાર કરે છે, વિચાર કરતાં વિકલ્પ ઊઠે છે. એ વિકલ્પને મારો માને છે પણ હું