________________
ગાથો-૧૦૮
૨૪૩
(
ગાથા-૧૦૮
)
-
S•S
कथमिति चेत्
जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।।१०८।।
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः।
तथा जीवो व्यवहारात् द्रव्यगुणोत्पादको भणितः।।१०८।। यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः। હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દષ્ટાંતથી કહે છે
ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી,
ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮. ગાથાર્થ-[યથા] જેમ [૨ના] રાજાને [તોષગુણોત્વા: તિ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવહા૨]વ્યવહારથી [ ભાભકિત] કહ્યો છે, તથા ] તેમ [ નીવડ] જીવને [દ્રવ્યોત્વા:] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [વ્યવIRI] વ્યવહારથી [મળતઃ] કહ્યો છે.
ટીકાઃ-જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તો પણ તેમનો ઉત્પાદક રાજા છે” એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુગલદ્રવ્યના ગુણદોષોને અને પુગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે તોપણ-“તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થ-જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.