SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪૧ ૩૯૧ પ્રભુ તારી ચીજ જે અંદર છે, એ કર્મના સંબંધથી રહિત પ્રભુ છે. આહાહાહા ! પણ એ કર્મના સંબંધથી રહિત છે, એવો એક વિકલ્પ કરવો એ નિશ્ચયનયનો પક્ષ છે. એ પણ આત્માનું સાધન નથી. આહાહા ! એ સાધન નહિ, આગળ કહેશે, કેમકે એવો બંધ કર્મથી બંધ છે આત્માનો સંબંધ છે, એવા વ્યવહારનો નિષેધ તો અમે પહેલેથી જ કરતા આવ્યા છીએ. પણ અહીંયા આત્મા કર્મથી રહિત છે-કર્મબંધ રહિત છે, એવી અંદર ચીજ છે ચૈતન્યસ્વરૂપ ભગવાન, એ કર્મના સંબંધથી રહિત છે, એવો એક નિશ્ચયનયનો પક્ષ એટલે વિકલ્પ છે નિશ્ચયનયનો પક્ષ એટલે વિકલ્પ એટલે રાગ છે પક્ષ. આહાહા ! સમજાણું કાંઈ ? તો, કહે છે (જીવના અને પુગલકર્મના અનેક દ્રવ્યપણાથી જોતાં તેમને) અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. પક્ષ એટલે વિકલ્પ છે. સમજાણું કાંઈ? ભાઈ, ગાથા તો બહુ ઊંચી આવી છે હવે. આહાહા ! ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે પ્રભુ, તારી ચીજ અંદર કર્મથી ભિન્ન છે એવો વિકલ્પ તને થાય છે-નિશ્ચયનયનો પક્ષ, એ પણ તારે છોડવો પડશે.રાયચંદભાઈ! આહાહા ! આવી વાત છે. તારે જન્મ મરણથી રહિત થવું હોય, ચોરાશીના અવતારમાં રખડીને અનંતવાર જનમ-મરણ કરીને થાક્યો નથી, થાક નથી લાગ્યો, કે છે એ જનમ-મરણ રહિત થવું હોય તો પહેલાં, આત્મા કર્મથી બંધાયેલ નથી એવો જે નિશ્ચયનયનો વિકલ્પ છે ત્યાં સુધી આવ્યો, પરંતુ તેથી શું? છે પણ તેથી શું? (જુઓ !) ૧૪૧ ની પાછળ ગાથા ૧૪૨ ની શરૂઆત (મથાળે) પણ તેથી શું? નિશ્ચયનયથી ભગવાન આત્મા કર્મબંધના સંબંધથી રહિત છે એવો જે પક્ષ એટલે વિકલ્પ એટલે રાગ છે એ નિશ્ચયનયનો પક્ષ છે. આહાહાહા ! પ્રભુ! આંહી સુધી તું આવ્યો, તેથી શું? રમણીકભાઈ ? આહાહા ! આવો મારગ છે પ્રભુ. આહાહાહા !ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર કેવળજ્ઞાની પરમાત્માની દિવ્યધ્વનિ દ્વારા આવેલી વાત એ આગમમાં રચાયેલી છે. આહાહા ! ઓમકાર દિવ્યધ્વનિ સાંભળીને આગમ રચ્યાં. આહાહા ! એ આગમ સાંભળીને ભવિજીવ સંશય ટાળે છે. આહા ! (સંશય) શું? કે હું કર્મનો સંબંધ તો મારામાં છે જ નહીં, એ તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ, શરીર તો જડ-માટી છે એનાથી તો કોઈ સંબંધ છે નહીં, સ્ત્રી-કુટુંબ પરિવાર પર વસ્તુ છે એનાથી આત્માનો કોઈ સંબંધ છે નહિ, અહીંયાં તો કર્મ જે જડ છે-પૂર્વે જે એણે પુણ્ય-પાપના ભાવ કર્યા હતા એથી કર્મ બંધાણી છે એ કર્મનો સંબંધ છે એ પણ વ્યવહારનયનું ઉપચારિક કથન છે. આહાહા ! ભગવાન ! તું તો કર્મના સંબંધથી રહિત છો ને? એવો નિશ્ચયનયનો પક્ષ કરે છે એ પણ એક વિકલ્પ છે એમ કહે છે. આહાહાહા! મારગ વીતરાગનો મારગ અલૌકિક છે બાપુ, શું કીધું? સમજાણું કાંઈ ? વિષય ઘણો સત્ય છે. જેને આત્માનું કલ્યાણ કરવું હોય અને જનમમરણ ચોરાશીના અવતાર કરતાં કરતાં અનંતભવ ગયા પ્રભુ, એથી જો છૂટવું હોય, તો હું કર્મસંબંધથી રહિત છું એવો એક નિશ્ચયનયનો વિકલ્પ છે ત્યાં સુધી આવ્યો તેથી શું, એમ કહે છે. આહાહાહા ! ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ અંદર શુદ્ધ ચિદાનંદ આત્મા, વસ્તુ છે એ કર્મના સંબંધના ભાવથી તો રહિત છે. કેમકે કર્મ પ૨૫દાર્થ છે એનો તો એમાં અભાવ છે. પણ અભાવ છે એવો એક નિશ્ચયનયનો સ્વઆશ્રયનો વિકલ્પ ઊઠાવે છે હું અબદ્ધ છું એવો વિકલ્પ એટલે રાગની વૃત્તિ ઉત્પન્ન થઈ.અહીં સુધી આવ્યો, તેથી
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy