________________
४७८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગયા ? નાનુભાઈ કહેતા હતા કે, પાણીતાણા કાંઈ સંભળાતું નથી. હેં.. (શ્રોતા- ગોંડલ ગયા છે) ન્યાંથી આવવાનાં છે. પગાર મળે ને ત્યાં ધુસી ગયો... આહાહા ! સાંભળવાનું મળે છે એ ખોટું બધું. આહા!
માટે જ્ઞતિ ક્રિયા અને કરોતિ ક્રિયા બંને ભિન્ન છે, એક સમયમાં બે ક્રિયા ન હોય એમ કહે છે, ભલે ત્યાં રાગની ક્રિયા હોય, છતાં તેને જાણનારની ક્રિયા તે એક જ વસ્તુ વર્તે છે. જ્ઞાતાપણા તરફનાં લક્ષથી જાણવાની ક્રિયા એક જ વર્તે છે, રાગની ક્રિયા પણ ભેગી છે એમ નથી. આહાહા ! જ્ઞસિ નામ જાણવાની ક્રિયા, પર્યાયની પરિણતિની વાત છે હોં અહીંયા અને કરોતિ ક્રિયા બંને ભિન્ન છે તેથી જે એમ ઠર્યું કે જ્ઞાતા છે તે કર્તા નથી, ત્રિકાળી શાકભાવને જેણે સ્વીકાર્યો, આહાહા ! આખી ચીજ જ જ્ઞાયકપણે પડી છે મૂળ, અનાદિ અનંત, નિત્યાનંદ પ્રભુ, એનો જ્યાં સ્વીકાર થયો તે હવે રાગનો કર્તા છે નહીં. પરની વાત તો કયાંય રહી, શરીર ને વાણી ને જડ ને.. હવે આંહી તો હજી પરનો કર્તા ન માને તો દિગંબર નહીં, એમ પંડિતો કહે છે લ્યો, ઇન્દોરમાં ને એમ કહ્યું છે, અને પ્રભુ! શું કહે છે ભાઈ, સોનગઢનો વિરોધ કરવા માટે આટલું બધું કાંઇ કરાય? આખી વસ્તુનો... ઉલ્ટો... આહાહા... પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી. અહીં કહે છે કે રાગનો કર્તા માને તે દિગંબર જૈન નથી. એણે પણ આ બધે ઠેકાણેઠેકાણે કાલે નહોતું આવ્યું એ શુભભાવને મળવા જાવું, એ પ્રેમીને મળવાં સ્ત્રી જાય એવું છે, અરેરેરે... વ્યભિચાર એમ કહે છે અમને અંદર શુભભાવ આવે, આહાહા... એના અમે તો જાણનાર-દેખનાર છીએ, એમાં અમે જાતા નથી, અમે એમાં ભળતા નથી એમ કહે છે. ભળે છે, એ પ્રેમીની સ્ત્રી જેમ ભળે છે, એમ ભળે છે એ અજ્ઞાની. આહાહાહવે એ શુભરાગમાં ધરમ મનાવવો, ને કાંઈ ધરમનું કારણ એને મનાવવું, બધુ એક જ છે ભાઈ ! આહાહા! વસ્તુ છે ને, અંદર નજીક પડી છે ને, પર્યાયની પાસે જ છે પાસે છે એમ કહેવું એ પણ હજી છે જ ત્યાં બસ પર્યાયની પાસે એટલે આમ છે જ ઈ ધ્રુવ. આહાહા.. જે જ્ઞાતા છે, તે કર્તા નથી. આહાહા !
ભાવાર્થ- હું પરદ્રવ્યને કરું છું, પરદ્રવ્ય લીધું અહીં પણ રાગને કરું છું એ પરદ્રવ્ય જ છે રાગ, સ્વદ્રવ્ય છે જ નહી એ. એમ જ્યારે આત્મા પરિણમે છે, રાગને કરું છું એમ રાગપણે પરિણમે છે, ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમન ક્રિયા કરતો હોવાથી, કૌંભાવરૂપ પરિણમન ક્રિયા ત્યાં કહી છે, કર્તાભાવરૂપ ક્રિયા છે, કરોતિ ક્રિયા કરતો હોવાથી, કર્તા જ છે. આહાહા... અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એ પણ વ્યવહાર સમજાવવું છે ને? તેથી શું સમજાવે...? પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે, એમ પરિણમે છે, અને જાણે છે ને રાગ થાય છે તેને પણ પોતામાં રહીને, તેની અપેક્ષા વિના જાણે છે. આહાહા ! ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી,
ત્યારે જાણનાર-દેખનારનાં ભાવપણે થતો હોવાથી જ્ઞતિ ક્રિયા કરતો હોવાથી, એ તો જાણવાની ક્રિયા પરિણમન, જાણવાની પરિણમન ક્રિયા છે, આહાહા... છે તો ક્રિયા પણ સ્વ ચૈતન્યનાં સન્મુખની છે, રાગનાં વિમુખની છે, એથી જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.
હવે કોઇને એમ શંકા કે, આવડી મોટી વાત તો કોઇ ઉપરના ગુણસ્થાને હશે, હેઠલાવાળાને આ ન હોય, એમ કેટલાક કહે છે ઓલા જ્ઞાનસાગર કહેતા કે નિર્વિકલ્પ સમકિત તો સાતમે થાય, ભાઈ એમ કહેતા ને શાંતિસાગર એમ કહેતાને, નિર્વિકલ્પ સમકિત તો સાતમે થાય, આહાહા !