SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ વખતે એટલે કે અજ્ઞાન જ્યાં સુધી છે, ત્યાં સુધી તો એને કર્તા નિમિત્તકર્તા કહેવાય છે, પણ તેને જ્યારે જ્ઞાન થયું આત્માનું, તો રાગ અને જોગનું કર્તાપણું મટી અને જ્ઞાનમાં સ્વને અને રાગ જોગને જાણવાનો પર્યાય પ્રગટયો, તે વખતે તો એ નિમિત્તકર્તા પણ છે નહિ. આહાહા ! દ્રવ્ય પોતાના જ પરિણામનો કર્તા, અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય, દ્રવ્યકર્તા નથી. સમજાણું કાંઇ ? અન્યના પરિણામ તો પરિણામકાળે થયાં એનો દ્રવ્ય, આત્મા દ્રવ્ય કર્તા નથી. એનો પર્યાય અજ્ઞાનકાળે જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ જોગનો કર્તા થના૨ો ૫૨ના કાર્યકાળે નિમિત્ત કર્તા કહેવાય છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ. ) પ્રવચન નં. ૨૦૧ ગાથા-૧૦૦ બુધવાર, મહા વદ-૯, તા. ૨૧/૨/’૭૯ સમયસાર ૧૦૦મી ગાથા ફરીને સો. સો. સો ટકા. આહા ! ટીકાઃ- આ નિમિત્ત-ઉપાદાનના બધા ઝઘડાનો નીવેડો છે આમાં, આપણે વાત થઈ ગઈ છે. પણ રામજીભાઈને, નવા આવ્યા છે ને હમણાં અમારે હીરાલાલજી. ખરેખર અહીંથી છે, ‘યત્કિલ’ શબ્દ છે ને સંસ્કૃતમાં, ખરેખર ઘટ પટ આદિ જડ પદાર્થ આદિ, અન્ય ક્રોધાદિ જડ કર્મ–જડ કર્મ, જડ કર્મ જ્ઞાનાવરણી, દર્શનાવ૨ણી આદિ જડ કર્મ એ ૫૨દ્રવ્યસ્વરૂપ કર્મ, એ છે, એટલે કાર્ય તો ત્યાં છે. હવે એની વાત. ખરેખર તો તે જ્ઞાનાવરણાદિની કર્મની પર્યાય, ઘટપટાદિની પર્યાયનો નિજ ક્ષણ છે. તેથી તે કાર્ય છે. શું કહ્યું સમજાણું ? આહાહા ! કાર્ય તો ‘છે’ વે અહીંયા નિમિત્ત કોને કહેવું એ અપેક્ષા, નિમિત્તથી થાય છે, એ પ્રશ્ન અહીંયા નથી. એ તો કીધું ઘટ પટ વસ્ત્ર કપડા, કાગળ ઊંચા નીચા થવા કોઈ પણ ચીજ એ એના નિજ ક્ષણે તે કાર્ય છે, છે ને ? ૫૨દ્રવ્ય સ્વરૂપ કાર્ય છે, ભલે સંસ્કૃત ટીકામાં ‘છે’ શબ્દ પડયો નથી, પણ વસ્તુ છે એમ લેવાનું છે. “યત્કિલ ઘટાદિ ક્રોધાદિ વા ૫૨દ્રવ્યાત્મક કર્મ” બસ ‘કર્મ' કર્મ એટલે છે એમ. સમજાય છે કાંઈ ? આ હાથ આદિ એ અવસ્થા આમ થાય, આમ થાય છે, એ કાર્ય છે, ૫૨દ્રવ્યનું કાર્ય છે, ઘટનું કાર્ય છે, પટનું કાર્ય છે. રોટલીનું કાર્ય છે. સુતારનું ગાડાનું એ કાર્ય છે. એ કાર્ય અહીં છે. છે એ સમયે છે એ પ્રશ્ન પહેલો છે. સમજાણું કાંઈ ? આહાહા! ‘કિલ’ ખરેખર તે તે સમયમાં ઘટનું ઘટપણે કાર્ય છે. પટનું પટપણે કાર્ય છે. રથનું ૨થપણે કાર્ય છે. કર્મનું કર્મપણે કાર્ય છે. તેને આ આત્મા. આહાહાહા.... કેટલો ખુલાસો છે, ગરબડ, ઘણી ક૨ે બિચારા શું કરે ? તેને આત્મા વ્યાપ્ય વ્યાપકભાવે તો કરતો નથી. એટલે કે ઘડાના પરિણામ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક-કર્તા એમ તો નથી. એમ પટનું કાર્ય, એ આત્મા કર્તા અને પટનું કાર્ય વ્યાપ્ય, અથવા પટનું કર્મ અને આત્મા કર્તા અથવા પટના ને ઘટના પરિણામ એને પરિણામી આત્મા અને પરિણામ એનું, એમ નથી. સમજાય છે કાંઈ ? આહાહાહા ! આ બોલવાની ભાષા થાય છે તો કહે છે કે એ ભાષાનું કાર્ય તો છે. જેમ પગ હાલે છે એ કાર્ય છે, રોટલીનું કાર્ય કાર્યપણે છે. આહાહાહા! અક્ષરો લખાય છે એ અક્ષરનું કાર્ય અક્ષ૨૫ણે તો છે. હવે છે એની અપેક્ષા, અને આત્માને એની ( હારે ) સંબંધ શું છે ? તે કાળે તે
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy