________________
ગાથા-૧૦૫
૨૧૯
(
ગાથા-૧૦૫
)
अतोऽन्यस्तूपचार:
जीवम्हि हेदुभूदे बंधस्स दुपस्सिदूण परिणामं। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।।१०५।।
जीवे हेतुभूते बन्धस्य तु दृष्ट्वा परिणामम्।
जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण।।१०५।। इह खलु पौद्गलिककर्मणः स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानात्तन्निमित्तभूतेनाज्ञानभावेन परिणमनानिमित्तीभूते सति सम्पद्यमानत्वात् पौद्गलिक कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघनभ्रष्टानां विकल्पपरायणानां परेषामस्ति विकल्पः। स तूपचार एव, न तु परमार्थः।
માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે:
જીવ હેતુભૂત થતાં અરે!પરિણામ દેખી બંધનું,
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. ગાથાર્થ-[ ની] જીવ [દેતુમૂતે]નિમિત્તભૂત બનતાં [વચ તુ] કર્મ બંધનું [પરિણામમ] પરિણામ થતું [E ] દેખીને, “[ નીવેન] જીવે [ર્મ ત] કર્મ કર્યું એમ [૩પવામા2 ] ઉપચારમાત્રથી [ મળ્યતે] કહેવાય છે.
ટીકાઃ-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી “પૌગલિક કર્મ આત્માએ કર્યું” એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
ભાવાર્થ-કદાચિત થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.
પ્રવચન નં. ૨૦૭ ગાથા-૧૦૫ બુધવાર, ફાગણ સુદ-૨, તા. ૨૮/૨/૭૯
जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।।१०५ ।। જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫.