SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० સમયસાર સિદ્ધિ ભાગ-૫ કરતાં નથી.) છે કયાં બાપા કયાંય નથી ભાઈ બધી ખબર છે અમને એ તો આપણે શું કોઇ વ્યક્તિને... આ ચીજ જ કોઇ. ત્રણલોકનો નાથ, વીતરાગ પરમેશ્વર એનો આ હુકમ છે, ઈ આ રીત છે. આહાહા! ઓલા તો આ જાત્રા કરો, આટલું આમ નવ્વાણું કરો, દાન કરો, જાત્રા કરીને હેઠે સાધુને આહાર આપે તો મહાન-લાભ, આવે છે ને?! શત્રુજ્ય મહાભ્યમ આવે છે, ખબર છે ને. અરે, ભગવાન બાપુ ! પરમાત્માનાં વિરહ પડયાં, પરમાત્મા થવાની દશાનાં વિરહ પડ્યાં. આહાહા! પરમાત્મા ભલે ન હોય અત્યારે, પણ કેવળજ્ઞાન દશા થવાનાં વિરહ પડયાં અરે, પ્રભુ! આહાહા ! અવધિજ્ઞાનનાં વિરહું પડી ગયા, એક શ્રુતજ્ઞાનનો વિરહું રહી ગ્યો, એનો વિરહ્યું નથી. આહાહા ! ઇ આ શ્રુતજ્ઞાનમાં આ બધું આમ કહેવાય છે. આહાહા! અરે! એકવાર સાંભળે તો ખરો પ્રભુ, આ તો જૈન ધર્મ કોઈ પંથ નથી, કોઈ પક્ષ નથી, કોઇ વાડો નથી, ઇ તો વસ્તુની જે સ્થિતિ છે, તે જૈન ધરમ છે. આહાહા! ધર્મપિતાએ વસ્તુનાં સ્વરૂપનું વર્ણન કર્યું છે, કોઇ પંથને પક્ષ નથી એ કોઈ જૈન કોઇ વાડો છે ને બીજો આ વાડો એમ નથી. આહાહા ! ત્રણલોકનાં નાથ પિતા, ધરમપિતાએ વસ્તુનું જે રીતે દ્રવ્ય-ગુણ ને પર્યાય છે, તેની પર્યાયમાં અસ્તિત્વની ભૂલ એની કેમ છે ને એ અસ્તિત્વમાંની ભૂલ ટળીને પૂર્ણ અસ્તિત્વને કેમ સ્વીકારે છે, આહાહા ! એનો ભગવાનની વાણીમાં ઉપદેશ આવ્યો છે, પ્રભુ ત્રણલોકના નાથ. આંહી એ કહે છે. જ્યાં સુધી એ દયા-દાનનો તો નહીં, પણ હું શુદ્ધ છું, અબદ્ધ છું, મુક્ત છું, એવો એક વિકલ્પ છે રાગ, એવાં વિકલ્પવાળાનું કર્તા-કર્મપણું ટળતું નથી, એમ કહે છે. બીજાં કર્તાકર્મ દયા પાળવી એ વાત તો છે જ નહીં, દયા તો પાળી શકતો જ નથી, પણ દયાનો ભાવ આવે એ રાગ એ હિંસા છે, એ રાગનું કર્તુત્વ મારું છે, ત્યાં સુધી તે મિથ્યાત્વ છે. આહાહા. આવી વાત સહન થવી મુશ્કેલ છે.. (શ્રોતા - આત્માનાં વિકલ્પની પરાકાષ્ટા કરે એટલે અનુભવ થઈ જાય) પરાકાષ્ટાથી અનુભૂતી થશે નહીં, ઇ છે, ઇ છે એની ઉપર દૃષ્ટિ દેતાં કેવળજ્ઞાન ને કેવળદર્શન છે ઇ પરાકાષ્ટા નથી. આ આખી વસ્તુ-વસ્તુ-વસ્તુ કેવળજ્ઞાનની પર્યાય તો અનંતી પર્યાય જ્ઞાનગુણમાં પડી છે, એવાં એવાં અનંતા ગુણોનો દરિયો, સાગર અરૂપી મહાસમુદ્ર પ્રભુ, સ્વયંભૂરમણ સમુદ્ર છે , એનો જેને આદર થઇને વિકલ્પ તોડ્યો અને હવે કર્તા કર્મપણું રહેતું નથી. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૨૨૬ શ્લોક-૯૫ થી ૯૭ સોમવાર, વૈશાખ વદ-૩, તા.૧૪/૫/૭૯ કળશ થઇ ગયો, સમયસાર ભાવાર્થ જરીક બાકી હતો. જ્યાં સુધી વિકલ્પ ભાવ છે, આહાહા !ત્રિકાળી શાકભાવ તેની જ્યાં સુધી દષ્ટિ નથી, ત્રિકાળી સ્વભાવ સન્મુખ થયો નથી, ત્યાં સુધી વિકલ્પભાવ છે. આહાહા ! કેમ કે ત્રિકાળી સ્વભાવઘન, ધ્રુવ, નિત્ય સ્વભાવ, એમાં તો કોઇ વિકલ્પનો અવકાશ નથી, શુભ-અશુભ કોઇપણ વિકલ્પનો અવકાશ નથી. જ્યાં સુધી વિકલ્પભાવ, વસ્તુ, જ્ઞાતા, જ્ઞાયક ચીજ જ્ઞાયક એનાં તરફનો ઝુકાવ જ્યાં નથી, ત્યાં સુધી
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy