________________
૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ નહીં. નહિ પરિણમતાને-પરિણમાવે તો જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. પરની શક્તિ પરમાં એ શક્તિ દઈ શકે નહીં. છે? દેખો! આ તો વાત સારી આવી, કાલ તો પુદ્ગલની હતી, આ જીવની છે.
સ્વયં અપરિણમતાને સ્વયં જો આત્મા વિકારરૂપે ન પરિણમતો હોય તો, પર દ્વારાપરિણમાવી શકાય નહિ, પોતાનાથી જો આત્મા વિકારપણે ન પરિણમે તો પરથી વિકારરૂપ પરિણમાવી શકાતો નથી. આહાહાહા ! સમજાણું કાંઈ....?
સ્વયં અપરિણમતાને–આત્મા પોતાથી દોષને (કરતો ન હોય) મિથ્યાભ્રાંતિ, રાગ-દ્વેષ, વિષયવાસના આદિથી પોતે પરિણમતો નથી એ નહિ પરિણમતા જીવને પરદ્વારા નહિ પરિણમાવી શકાય-નહિ પરિણમવાવાળાને પરદ્વારા પરિણાવી શકાય નહિ. જડથી આત્મામાં વિકાર થતો નથી, ક્યારેય કહે છે. અમારે કર્મનો ઉદય આવ્યો તો અમારે વિકાર કરવો પડયો, મૂઢ છે એમ કહે છે. સમજાણું કાંઈ? અમને (આ) ક્રોધ આવ્યો, એ કર્મનો-ક્રોધનો ઉદય આવ્યો, આકરા તો અમને ક્રોધ થયો ! તું ક્રોધરૂપે (સ્વયં) પરિણમ્યો છો કે એને તને પરિણમાવ્યો છે? કે તું નથી પરિણમતો-અપરિણામી છો ને તને પરિણમાવ્યો ? ત્યારે કહે કે મને પરિણમતાને પરિણમાવ્યો તો તું વિકારપણે પરિણમે છે, બીજો શું પરિણાવે? અને જો ન પરિણમતો હો તો એ પર પરિણમાવે એવી શક્તિ છે નહીં. આહાહાહા ! છે? સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ. કારણ કે જે શક્તિ સ્વતઃ ન હોય પરિણમન શક્તિ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.
પોતાનામાં પરિણમન શક્તિ ન હોય તો કર્મ પરિણમન શક્તિ કરાવી દે એમ ત્રિકાળમાં છે નહીં. આરે ! આવી વાતું તો સમજવી ! ઓલું તો સામાયિક કરે ને પડિક્કમણા કરે થઈ ગયો ધર્મ. આ ભક્તિ કરે ભગવાનની લ્યો, અરે, ભાઈ હજી તારી ચીજમાં શું છે? પરચીજ શું છે? એવી ભિન્નતાની ખબર નહિ ત્યાં તો અજ્ઞાન છે. આહાહાહા ! સમજાણું કાંઈ...?
સ્વયં અપરિણમતાને–અન્ય વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તો-જો આત્મામાં પરિણમવાની શક્તિ સ્વતઃ ન હોય તો એને અન્ય કોઈ કરી શકે નહિ તો કર્મ એને કરી શકે નહિ. ભાષા તો સાદી પણ ભાવ તો ઝીણાં છે. આહાહા ! વળી એક ઠેકાણે એમ કહે કે વિકાર આત્મા કરતો જ નથી, વિકાર કર્મ કરે છે એ તો હજી બીજી ચીજ (અપેક્ષા) છે, કરે છે તો એ પણ દષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ–સ્વભાવ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ પર દૃષ્ટિ થઈ, તો પર્યાયમાં વિકાર કરવાનો કોઈ ગુણ નથી, એ કારણે વિકાર પોતાનું કાર્ય નથી એ જડનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું.
પણ... આંહી તો પોતાની પર્યાયમાં વિકાર થાય છે, એ કર્મથી નહિ, એટલું સિદ્ધ કર્યા પછી, એ સ્વભાવષ્ટિની વાત કરે છે. સમજાણું કાંઈ....? આહાહાહા! સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમાવાવાળાની અપેક્ષા હોતી નથી. કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. આહાહા ! વિકારરૂપે પરિણમે એમાં કર્મની અપેક્ષા નથી, સમજાણું કાંઈ ? એ દાંત આપ્યું છે ને એમાં, સ્ફટિક છે ને સ્ફટિક સ્ફટિક રતન, તો લાલ, પીળા ફુલ હોય તો એમાં ઝાંય પડે છે, એ પોતાની યોગ્યતાથી પરથી નહિ. જો ફૂલ છે એનાથી સ્ફટિકમાં જો લાલ-પીળી ઝાંય પડતી