________________ શ્લોક-૯૯ 495 “જ્ઞાન ભયે” એવું સમ્યગ્દર્શન ને જ્ઞાન થયે. કર્તા ન બને. પછી તે કર્મનો ભાવ એટલે કે જડ તેનો કર્તા ઈ થતો નથી. “કર્તા ન બને, તબ બંધન ન હોય” તેથી તેને બંધન હોતું નથી. “ખુલ્લે પરપાસો” પરનું બંધન છે ઈ ખુલ્લી જાય છે. પોતાના સ્વભાવનું જ્ઞાન કર્યું હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું, આનંદ છું, વીતરાગ મૂર્તિ એ મારી ચીજ છે. રાગમાં હું આવું એવી મારી ચીજ નથી. આહાહાહા ! એવાં ભવનાં આશ્રમનો સ્થાન છોડી ને અભવાશ્રમ એવા સ્વભાવ એનું આસન લગાવ્યું. આહાહા! “ખુલ્લે પરપાસો” તેથી પરનું બંધન છૂટી જાય છે. આત્મામાં સદા સુવિલાસ” ભગવાન આત્મામાં સદા સુવિલાસ કરે “સિવપાય” મોક્ષ દશાને પામી સિવપાય નામ દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ, એવાં સુખની પ્રાપ્તિ રહે. “નિતિ” નિત્યવાસ ત્યાં રહે. સાદિ અનંત-અનંત સમાધિ સુખમાં, આહાહા ! “આત્મમયી સદા સુવિલાસ કરે સિવપાય” મોક્ષને પામીને સિવ શબ્દ આવે છે ને નમોથ્થણમાં શિવ, મલય, મરૂપ, મણગd, નથી આવતું. નમોળુણુમાં આવે છે. નિરઉપદ્રવ, કલ્યાણ સ્વરૂપ પ્રાપ્ત કરી અને નિત્ય વાસ, નિત્ય ત્યાં રહે. આ કર્તા-કર્મ અધિકાર પુરો કર્યો. આમ ભગવાન કુંદકુંદ આચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તા-કર્મ અધિકારનો બીજો પ્રરૂપક અંક સમાપ્ત થયો. જુઓ! એ (ટકામાં) નીચે છે : કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય. જુઓ ટીકા: “ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.” હવે કારણશુદ્ધપર્યાય કોણ? તો “અહીં સહજશુદ્ધનિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજ-ચારિત્રસહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંત:તત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ- [ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવની નહીં.] (તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધપર્યાય છે.” પણ એ અધિકાર ચાલતો હોય ત્યારે બધી દલીલ આદિ આવે. આ તો અહીંયા નાખવું કઠણ પડે છે, આ તો જરી અહીંયા નિર્મળપર્યાય પ્રગટ છે એ લેવી છે. અને તે તો અપ્રગટ છે-કારણશુદ્ધપર્યાય “ધ્રુવ' છે. અનાદિ-અનંત દ્રવ્ય-ગુણ (ધ્રુવ છે તે) જોડયું. આ હા હા ! બધો ખ્યાલ તો છે ને! (પ્રવચનનવનીત ભાગ-૨, પેઈજ નં. 177, નિયમસાર શ્લોક-૧૦૯)