________________
શ્લોક-૯૯
૪૯૧ ભગવાન આત્મા તો અચળ છે, ચિદ્ધનપ્રભુ છે ઈ તો, તત્ત્વ છે, વસ્તુ છે, આત્મા તત્વ છે તે આનંદઘન, ચિધ્ધન, અનંત અનંત ગુણનો પિંડ, એવો પ્રભુ અચળ છે. ઈ પોતાનાં સ્વરૂપથી ચળે એવી ચીજ નથી. આહાહા ! આરે! આવું આકરું પડે. સાંભળવા મળે નહીં કાંઈ બિચારાને, આકરું પડે વિચાર કરે ત્યાં, તેથી વિરોધ કરે છે ને, તેથી તો વિરોધ, એકોતેરથી શરૂ થયો છે. કરો તો કરો બાપા. મારગ તો આ છે. માનો ન માનો, બીજો કોઈ મારગ નથી. અચળ છે ને વ્યક્ત છે, પ્રભુ તો વ્યક્તિ પ્રગટ છે ને અંદર કહે કે, દ્રવ્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ, જ્ઞાયકભાવ, ચિલ્વન પ્રભુ તો પ્રગટ છે ને? અસ્તિ છે ને મૌજુદ છે ને? હયાતિવાળી ચીજ પ્રભુ છે ને ધ્રુવ, આહાહા !
“વ્યક્ત ચિન્શક્તિનાં નીકર ભરત અત્યંત ગંભીર.”કહીએ કહે પ્રભુ, ચિલ્લેક્તિઓનાં, આત્માની જ્ઞાનશક્તિ છે, એનાં અવિભાગ પ્રતિચ્છેદ, જ્ઞાનની પર્યાય અનંતને જાણે એવા ભેદ અંદર પડી જાય છે. અનંત શક્તિ છે. એક ચિન્શક્તિમાં અનંત શક્તિ અવિભાગ પ્રતિચ્છેદ છે. આરેરે! આવું વળી, ચિલ્શક્તિઓ, જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદ સમૂહનાં, આહાહાહા ! એ જ્ઞાન અનંતગુણને જાણે, એ જ્ઞાન લોકાલોકને જાણે, એ જ્ઞાન અનંતી પર્યાયને જાણે, એવી એક જ્ઞાનની એક ચિન્શક્તિનું અવિભાગ પ્રતિચ્છેદ, જે સમૂહુનો ભાર, એનાં જેટલી શક્તિઓનાં પ્રકાર પડ્યાં એવો જે ચિત્નક્તિઓનો સમૂહ પ્રભુ, અત્યંત ગંભીર છે. પ્રભુ અત્યંત ગંભીર છે. આહાહા !
જેમ ગુમડું અંદર ગંભીર થાય છે, પકડવું કઠણ પડે, એમ આ (ભાવ) ગંભીર પડે, ઈ તો હજી જડ છે. આ ચેતન ભગવાન અંદર અરૂપી, એક જ્ઞાનમાં અનંતા-અનંતાને જાણે એવી અનંતી ચિ7ક્તિઓનો ભાર, સમૂહ. આહાહા ! એવો પ્રભુ અંદર ચિત્નક્તિઓનો ભંડાર, અત્યંત ગંભીર ભગવાન છે અંદર. આહાહા ! એ પોતે પ્રભુ ભગવાન છે અંદર ભાઈ, તને ખબર નથી. ભગવાનપણું જો ન હોય તો ભગવાન અરિહંત, સર્વજ્ઞ ભગવાન થયા, ઈ થયા ક્યાંથી, બહારથી ભગવાનપણું આવે છે કાંઈ? આહાહાહા ! ઈ અરિહંત, સિદ્ધ ભગવાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદને પામ્યા પ્રભુ, એ બધી દશાઓ પામ્યાં, એ આવી ક્યાંથી ? બહારથી આવે છે કાંઈ ? આહાહા! અંદરમાં એ ભરેલી બધી શક્તિઓનો ભંડાર છે પ્રભુ તને ખબર નથી. આહાહા!
ચિન્શક્તિના નિકર ભરતઃ છે ને ! ચિન્શક્તિનાં નિકર એટલે સમૂહુ, એનો ભરત એટલે ભાર, એનાથી અત્યંત ગંભીર, આહાહા! ભલે શરીર પ્રમાણે ભિન્ન ચીજ છે, પણ એનાં જ્ઞાનગુણમાં, અનંતને જાણવાની શક્તિ છે, એવી એ ચિન્શક્તિઓનો અનંત સમૂહુ, એનો ભાર, અત્યંત ગંભીર છે. એતતઃ જ્ઞાનજ્યોતિ, આ જ્ઞાનજ્યોતિ, એ જ્ઞાનજ્યોતિ પ્રભુ છે. આહાહા ! ચૈતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ પ્રભુ છે. પ્રભુ ! તારી નજર ત્યાં ગઈ નથી, તારી રમતું બધી પુણ્ય ને પાપ ને પર્યાયમાં રમતમાં રમ્યો પણ, અંદર ભગવાન છે, પૂણોનંદનો નાથ પ્રભુ જેમાંથી ભગવાનપણું પ્રગટ થાય છે, એ ચીજ ઉપર તારી નજર ગઈ નહીં. આહાહા !
(શ્રોતા - આત્મા સો પરમાત્મા કહ્યું ને?) ઈ પરમાત્મા છે ને ! શક્તિએ પરમાત્મા છે,