________________
શ્લોક–૯૮
૪૮૯
સાલથી નહીં? તમારો સુમન ને આ જ્જ બેય જણ ગયા'તા હૈં...? કનુભાઈ, જ્ગ, જ્જ, અમદાવાદમાં જ્જ છે ને દામાણી, ને આમનાં દિકરા બેય આંહીથી, તે દિ’ તો અહીં મંડળ છ્યું’ તું, તેને ઘણાં વર્ષ થઈ ગ્યાં, ઈ તો પચ્ચીસ-ત્રીસ વર્ષ ઉ૫૨ હશે. હૈં... ? અઠ્ઠાણુંની સાલ, તો કેટલાં વર્ષ થ્યાં ? સાડત્રીસ વર્ષ, ખબર છે તને ? હા... સાડત્રીસ વર્ષની વાત છે. ત્યાં એ બેય અહીંયાથી ગયા તે પ્રેમવિજયને કહ્યું કે, આત્મા કોઈનો કર્તા નથી, તો કે ના. ૫૨માણુનો કર્તા નથી પણ શ૨ી૨નો કર્તા છે. ઈ છે એ લોકોની આખી માન્યતા, પહેલેથી છે ઈ, હું તો નાની ઉંમરથી જાણું છું સત૨ વર્ષની ઉંમરથી, આહાહા ! અરે રે ! ૫૨દ્રવ્યને કરે તો ઈશ્વર કરે ને, આ ૫૨દ્રવ્યને કરે, એ બેયમાં કર્તામાં ફેર શું પડયો ? આહાહા ! ઓલો ઈશ્વર છે એ ચેતન કર્તા છે, ને આ જડ કર્તા આત્માનો, આ વિકારનો કર્તા, જડ કર્તા ઠરાવવો. અ૨૨૨ ! પણ ઈ વાત નહોતી બિચારા શું કરે... એનું કાંઈ (નહીં ). આહાહા !
આંહી તો કહે છે જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે. આહાહાહા ! પુદ્ગલ કર્મનો કર્તા નથી, અને પુદ્ગલ કર્મ છે તે પુદ્ગલ છે, તે જ્ઞાતાનું કાર્ય નથી. આહાહા ! આ તો શાંતિની વાતું છે બાપા ! આ કોઈ ઝઘડા ને વાદ વિવાદ, અનંત કાળ થયાં, સત્ય વાતને સમજવામાં દ૨કા૨ કરી જ નથી, ક્યાંક-ક્યાંક-ક્યાંક-ક્યાંક અટકવામાં, અટકી-અટકીને પરિભ્રમણ કરી રહ્યો છે. આહાહા! ચોરાશીનાં અવતાર, આહાહા !
આચાર્યે અહીંયા ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે, આમ પ્રગટ ભિન્ન તત્ત્વો છે, દ્રવ્યો એટલે તત્ત્વો, અને દ્રવ્યો છે એ જ દ્રવ્યો દ્રવે છે કે ‘દ્રવતિ તે દ્રવ્યમ્”, એની પર્યાય ને પોતે દ્રવે, બીજો દ્રવે કોણ ? આહાહા ! એ દ્રવ્યત્વ નામનો ગુણ છે દરેકમાં દ્રવ્યમાં. આહાહા ! આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે, પદાર્થો ભિન્ન છે, તો પણ હું કર્તા છું અને પુદ્ગલ મારું કાર્ય છે, હું કર્મ બાંધુ છું, એ કર્મ બંધાવાની ક્રિયા હું કરું છું, એવો અજ્ઞાનીઓને ( ભ્રમ છે, ) આ અજ્ઞાન કેમ નાચે છે ? આહાહા ! એક કળશમાં તો કેટલું કહ્યું છે ? હૈં ? આહાહા !
વીતરાગ, ત્રણલોકના નાથ, પરમેશ્વરનો આ હુકમ છે. નહીંતર ઈશ્વર કર્તા ને તમે ઉથાપો અને તમે પાછાં પોતે ઈશ્વર થઈને, જડનાં કર્તા થાવ, આહાહા ! ઈ તો ઈ નું ઈ થયું. ઈ આવે છે ને ભાઈ, છેલ્લું વિષ્ણુ કર્તા માને છે, પાછળથી સમયસારમાં, વિષ્ણુ ઈશ્વ૨ કર્તા માને છે, અને જૈનનાં સાધુ છ કાયની દયા પાળી શકું છું. છ કાયનાં જીવનું કાર્ય કરી શકું, દયા પાળી શકું, કા૨ણકે એ ૫૨નું કાર્ય છે, એ કાર્ય કરી શકું છું, બેમાં ફેર શું છે ? કહે છ કાય જીવ લીધાં છે ને, આકરું કામ પ્રભુ પાછળ છે. વિષ્ણુ ઈશ્વ૨ને કર્તા માને, ને જૈન છકાયની દયા કરી શકું છું, ૫૨નો કર્તા, એની દયા પાળી શકું, એનો કર્તા થાય છે, ઈ તો ઈ નું ઈ થયું, આહાહા ! હૈં ? બે ય મિથ્યાત્વ છે. બેય મિથ્યાર્દષ્ટિ સ૨ખાં છે. આકરું કામ પ્રભુ. આહાહા!
અરે રે આવું હોવા છતાં મોહ કેમ નાચે છે, કહે છે. આહાહા ! અઠ્ઠાણું.