Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 502
________________ શ્લોક-૯૮ ४८७ તેવા કર્મ બંધાય, એવો નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવાં છતાં, તેનો તે કર્તા નથી. આહાહાહા! અને કર્તા નથી, તેથી તો ઉડાવી દીધો, રાગેય ઉડાવી દીધો, રાગેય ખરેખર એનું કર્તવ્ય નથી. આહાહા! ભગવાન આત્માનું જાણવું દેખવું, આનંદ એ એનું કર્તવ્ય છે, આહાહા! અરેરે.... આવા જાણવાં દેખવા ને આનંદના કર્તવ્યને ભૂલીને, આ મોહ તે શું કરે છે. આ એમ કહે છે. આહોહો ! આ લખાણ કાંઈ અત્યારનાં નથી, આ તો હજારો વર્ષોનાં છે. અનંતકાળમાં ભગવાનનો જે અભિપ્રાય છે તે પ્રમાણે આ શાસ્ત્ર છે. આહાહા ! પક્ષ મોહને લઈને, સાંભળવાય મળે નહીં, આહાહાહા ! (શ્રોતા- વિચાર કરે તો બેસી જાય એવું છે) પક્ષ, મોહ છે, આ પક્ષ અમારામાં આમ કહ્યું છે, ને અમારામાં આમ કહ્યું છે. આહાહા ! આચાર્ય તો કહે છે, કે કર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે, તે તો જૂઠું છે. તે બન્નેને અત્યંત ભેદ છે. ભગવાન આત્મા ને કર્મ જડ એ અત્યંત જુદાં છે, અત્યંત જુદાં છે. આહાહા! ભગવાન અરૂપી ચૈતન અને આ રૂપી જડ, જડ માટી, ધૂળ, બેય તદ્દન જુદી ચીજ છે. આહાહાહાહા ! જીવ પુદ્ગલમાં નથી એ ભગવાન આત્મા તે કર્મ આઠ જડ માટી, ધૂળ. એ ધૂળમાં પ્રભુ નથી અને ધૂળ તે જીવમાં નથી, કર્મ ઝીણી ધૂળ છે. આહાહા ! લોગસ્સમાં આવે છે ને, “વિહુય રયમલા, હે ભગવાન, વિહુય, વિશેષે આપે ટાળ્યાં છે. હે પ્રભુ સિદ્ધ ભગવાન, વિ-હુય રયા મળા રજ એટલે જડ કર્મ અને મળ એટલે પુણ્ય પાપનાં ભાવ, આહા! પણ એનીય ખબરું ન મળે, ને લોગસ્સ હાંકે રાખેને. કીધું ને એક બાઈએ તો વિહુય રયમલામાં, વિહા રોઈ મર્યા એવો અર્થ કર્યો લિંબડીમાં, દશા ને વીશાને બેયને મેળ નો હતો ને આ દશાશ્રીમાળીની બ્રાહ્મણ બાઈ હતી, ઓલું લઈને બેસે છે ને, ઘડીયાળું, લઈને સામાયિક કરવાં, ક્યાં સામાયિક હતી ને કે દી” હતી? એમાં આ લોગસ્સ આવ્યો ને આમ બોલી, વિહા રોઈ મળ્યા, પણ એલાં આપણી તકરાર આ લોગસ્સમાં ક્યાંથી આવી. ત્યાં જોવે તો વિહુય રમયલા, હે પ્રભુ! સિદ્ધા સિદ્ધ પ્રભુ, વિહુય, વિહુય ટાળ્યાં છે આપે યમલા, આઠ કર્મની જડ રજ છે, એ ટાળી દીધી છે, અને મળ એટલે પુણ્ય-પાપનો મેલ પણ આપને ટળી ગયો છે. એવો એનો અર્થ છે. તો એનો અર્થનીય ખબરું ન મળે, અને થઈ ગઈ એને સામાયિક ને પોહા. ધૂળમાંય નથી, આહાહા ! ધૂળમાંય નથી એટલે એને પુણ્યાનુબંધી પુણ્યેય નથી, પાપાનુબંધી પુણ્ય થાય. આહાહા ! આકરું કામ બહું! જીવ, પુગલમાં નથી, અને પુગલ જીવમાં નથી, તો પછી તેને કર્તા-કર્મ ભાવ કેમ હોઈ શકે? જ્યારે એક ચીજમાં બીજી ચીજનો અભાવ છે, તો અભાવ ચીજ ને બીજી ચીજ તેને શું કરે? આહાહા ! આનો ભાવ એમાં હોય તો એનું કાંઈ કરે, પણ આનાં ભાવમાં, એનો અભાવ ને એનાં ભાવમાં આનો અભાવ, આહાહાહા ! જીવમાં નથી તો પછી તેમને કર્તા કર્મ ભાવ કેમ હોઈ શકે ? માટે જીવ તો જ્ઞાતા છે. આહા ! છે ને? ભગવાન તો જાણનાર-દેખનાર આંખ છે, જેમ આ ચક્ષુ આંખ છે, દેખે–દેખે, જાણે, ચક્ષુ કંઈ કામ કરે? રેતી ખાડો હોય તો આમ-આમ કરે તો રેતી ભરે, અને આમ-આમ આંખ્ય કરે, રેતીમાં તો ખાડો પડે? ઈ તો જાણે. આંખ જેમ જાણે, એમ ભગવાન તો જાણનાર-દેખનાર છે.

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510