________________
૪૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સત્તા જે છે, અનંત–અનંત-અનંત ગુણની સત્તા છે, એ ગુણ ને દ્રવ્ય પોતે, વિકા૨ને પણ ન કરે, ઈ તો જ્ઞાતા તો શાતામાં જ રહે. આહાહાહા !
અરે આમાં હવે વાદ વિવાદ કરો કહે છે, કોની હારે કરે, બાપા શું થાય ભાઈ, અરેરે... પડદા પાછળ આ મોહ તે કેમ નાચે છે, શું થયું આ, તે કહે એમ આચાર્યને આશ્ચર્ય થાય છે, અરે આવું કેમ પણ થયું, કે જ્ઞાતા તો જ્ઞાતા છે, એવી સત્તા મૌજુદ બિરાજે છે, એને તું આ રાગનું કાર્ય સોંપ ને જડનું કાર્ય સોંપ, પ્રભુ આ તે શું થયું તને ? આહાહા !
ચક્રવર્તીને એમ કહે કે આ વાસીદુ... હૈં... સાવરણીથી કાઢી નાખ, આ શું કહેવાય ઈ, હૈં... વાસીદુ, વાસીદુ ચક્રવર્તીને કહે કે વાસીદુ ક૨, કાઢી નાખ, એની દાસી કોઈ હોય ઈ કહે, એમ ત્રણલોકનો નાથ અંદર પ્રભુ, સચ્ચિદાનંદ, સર્વજ્ઞ ૫૨મેશ્વરે જોયો ઈ આત્મા હોં, બીજાઓ કહે એમ ઈ નહીં, બીજાએ જોયો નથી. સર્વજ્ઞ ૫૨મેશ્વર સિવાય, આહાહા ! એવો આ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ, શાતા કીધોને ? જ્ઞાતા કહો કે સર્વજ્ઞ સ્વભાવી કહો, આહાહાહા ! એવો જ્ઞાતા તે શાતા જ છે. અને કર્મ તે કર્મ છે, આવી વસ્તુ સ્થિતિની પ્રગટ, પ્રગટ મર્યાદા છે, વ્યક્ત મર્યાદા છે એમ. ગુસ મર્યાદા છે એમ નહીં. હૈં.. ! તો પણ અરેરે... “નેપથ્ય મોહ એષઃ કિમ ૨ભસા નાનટીતિ,’ નેપથ્યમાં, અંદરમાં, આહાહા ! અત્યંત જો૨થી મિથ્યાત્વ કેમ નાચી રહ્યું છે ? આહાહા !
બહું આકરું કામ... લોકોને નવરાશ ન મળે, વાણીયાને એકકોર ધંધા આડે નવરો ન મળે, ધંધો આખો દિ’ એ ઈ હોળી સળગે, દુકાને બેઠો હોય ત્યારે અને સાચવવું ને આ કર્યું ને આ કર્યું ને થોડો નવરાશ મળે ત્યારે છ-આઠ કલાક ઉંધમાં જાય, એક થોડાક બાયડી-છોકરાવ સાચવવામાં, રાજી કરવામાં જાય, બે અઢી કલાક ખાવામાં જાય, અરે એક કલાક સાંભળવામાં જાય ને આવી વાત સાંભળવામાં મળે નહીં, અરે રે. સત્ય વાત મળે નહીં, અસત્ય વાત મળે, અરે, જિંદગી ચાલી જાય છે ભાઈ, આવાં અવસ૨ ક્યારે મળશે ભાઈ ! આહાહા !
આંહી આચાર્ય આશ્ચર્ય કરે છે. અમૃતચંદ્ર આચાર્ય, જેણે કુંદકુંદ આચાર્યના ગણધર જેવું કામ કર્યું છે. આહાહાહા! એ એમ કહે છે કે અત્યંત જોરથી મિથ્યાત્વ-મોહ, મોહ એટલે મિથ્યાત્વ કેમ નાચી રહ્યું છે. આહા !
ભાવાર્થ:- નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચે છે. છે ને ? મોહ એટલે મિથ્યા શ્રદ્ધા, જે વાસ્તવિક પ્રભુ ચૈતનસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો સાગર નાથ આત્મા અતીન્દ્રિય અનંતગુણનો પિંડ પ્રભુ, ઈ આ મિથ્યાત્વમાં, આ કેમ આવ્યો આ. રાગને કરું ને કર્મ બંધનને હું કરું ને શું થયું તને પ્રભુ આ. આચાર્યને આશ્ચર્ય થાય છે. પાઠમાં શબ્દ છે ને શાતા જ્ઞાતિર અને કર્મ સદા કર્મણિ “જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, અને કર્મ સદા કર્મમાં જ છે” સદાય કર્મમાં છે. આહા !
ભાવાર્થ:- કર્મ તો પુદ્ગલ છે, જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ પ્રભુએ કહ્યાં, એ તો જડ છે, અજીવ છે, કર્મ જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આઠ કર્મ છે ને. ઈ તો જડ છે, ધૂળ છે માટી. જેવી આ માટી છે જાડી, એવી આઠ કર્મ ઝીણી ધૂળ, ઈ માટી છે. આહાહા ! એ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે, તે તો અસત્ય છે. આહાહાહા ! ભગવાન જીવ તે અજીવને કરે, આહાહા ! આંહીં તો હજી કર્મ જેવા ભાવ કરે