________________
४८८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! અરેરે! જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે. જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે. જોયું એમાં રાગ કાઢી નાખ્યો હોં પાછો. હા, જડ કર્મનો કર્તા નિષેધ કરતા, એનાં નિમિત્તથી થતો વિકાર દયાદાન, રાગ, એનોય કર્તા પ્રભુ નથી, ઈ તો જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ જ્ઞાતા, આહાહા ! જ્ઞાતા જ છે, પુદ્ગલ કર્મનો કર્તા નથી, અને પુગલ કર્મ છે, તે પુગલ જ છે, તે જ્ઞાતાનું કાર્ય નથી. આહાહા !
આંહી તો એક જ પોકાર જૈનમાં એકોતેરની સાલથી આ વાત શરૂઆત થઈ. પહેલું લાઠીનું ચોમાસું હતું, એકોતેર, ત્યારે બહાર પાડી વાત કે ભાઈ કર્મને લઈને વિકાર છે નહીં, વિકાર થાય છે જીવમાં, પોતાનાં ઊંધા પુરુષાર્થને લઈને, કર્મને લઈને વિકાર નહીં. હે... ખળભળાટ, સ્થાનકવાસીમાં હતા તો એમાં ખળભળાટ ઉઠયો, એમાંથી શ્વેતાંબરમાં ગ્યો તો ન્યાંથી ખળભળાટ ઉઠયો કે આ શું? કર્મને લઈને વિકાર નહીં ત્યાંથી અહીંયા જ્યાં દિગંબરમાં આવ્યા, ત્યાં ખળભળાટ ઉઠયો. આહાહા ! એકોતેરની સાલની વાત છે, સિતેરમાં દીક્ષા, એકોતેરમાં આ વાત બહાર પાડી, અમારા ગુરુ હતા, બપોરે વ્યાખ્યાનમાં બહાર પાડી વાત આ કે કર્મ જડ છે, તેનાથી આત્મામાં રાગદ્વેષ થાય, એ ત્રણકાળમાં નથી. કર્મને લઈને વિકાર થાય નહીં પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર થાય, સવળા પુરુષાર્થથી વિકાર ટાળે, આ વસ્તુની મર્યાદા છે. એકોતેર, એકોતેર, કેટલાં વર્ષ ચ્યાં ચોસઠ વર્ષ ચ્યાં.
(શ્રોતા – આ વાત તો અંદરથી જ આવી હશે ને) કીધું ને અમારા ગુરુ પાસે ક્યાં સાંભળ્યું'તું ગુરુને તો ખબરેય નહીં, ઈ તો બિચારા સાંભળતા ઈ કાંઈ વિરોધ ન કર્યો, પણ દામોદર શેઠ હતાં, દામનગરનાં, દામોદર શેઠ, મોટા ગૃહસ્થ, તે દિ' તો તેમની પાસે પૈસા દશ લાખ સિતેર વર્ષ પહેલાં, દશ લાખ, ચોસઠ વર્ષ પહેલાં, ઈ તો હવે થઈ ગ્યાં પૈસા ઢગલા, તે દિ' તો ક્યાં હતાં જ. તે દિ'ના એક લાખ ને અત્યારનાં ત્રીસ લાખ, બધાં સરખાં, એની પાસે દશ-લાખ. એને આ સાંભળીને એકદમ વિરોધ કર્યો કે આ શું? આ કોણે કહ્યું, અમારા ગુરુએ અમને કહ્યું નથી, અમે કોઈ દિ' આવું સાંભળ્યું નથી, ને આ કર્મને લઈને વિકાર થાય જ નહીં, કરો કીધું કરો, આંહીં તો છે ઈ છે.
ત્યાંથી શ્વેતાંબરમાં વાત ગઈ કે, ઈ તો કર્મને લઈને વિકારની ના પાડે છે. એય ન્યાંય ખળભળાટ આ બધાં હારે. રામ વિજયની હારે, ખેડાવાળા હતા ને આ. કેવા? જેઠાભાઈ, ઈ અમારું સાંભળ્યું ને પછી રામવિજયની પાસે ગ્યા'ને ઘણી વાત ને ચર્ચા ચાલી, રામવિજયને આણે પૂછયું કે ચર્ચા આપણે કરીએ, પણ રામ વિજયે કીધું કે પહેલી માન્યતા છે કે કર્મને લઈને વિકાર થાય, પહેલી માન્યતા છે કે કર્મને લઈને વિકાર થાય, તો આપણે ચર્ચા કરીએ, આ કહે કે અમારે એ માન્યતા નથી, આ પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાની વાત છે. રામવિજય પાલીતાણા હતા. છે ને બધી વાતું, આખા સંપ્રદાયની બધાની ખબર છે. અહીંયા તો છાસઠ વર્ષ ચ્યા દીક્ષાને, શરીરને નેવું વર્ષ થયા, આહાહા! બધું જાણ્યું છે ને બધાને ઓળખીએ છીએ બાપા.
પ્રભુ, પ્રભુ શું થાય. મારગની સ્થિતિ તો કોઈ જુદી છે, ભાઈ ! ચર્ચામાં ય એમ કહ્યું એને જેઠાભાઈને રામવિજયે, કર્મને લઈને વિકાર થાય, એ માન્યતા હોય તો ચર્ચા કરીએ, આ કહે કે એ મારી માન્યતા નથી, મારે ચર્ચા નથી કરવી. કારણકે અહીંયાંનું સાંભળેલું ખરું ને, ઘણાં વર્ષ થઈ ગયાં એને હોં, ઘણાં વર્ષ થઈ ગ્યા હો, એમાં રામવિજયનાં ગુરુ હુતા પ્રેમ વિજય, ઈ આંહીં ઘણાં