________________
શ્લોક-૯૮
૪૮૫ જિનેશ્વરના વિરહ પડયા, પંચમ આરામાં કેવળજ્ઞાન રહ્યું નહીં, ત્રણલોકના નાથ રહી ગયા, મહાવિદેહમાં, પ્રભુ રહી ગયા મહાવિદેહમાં, આહાહા ! સીમંધર પરમાત્મા, વીસ-તીર્થકરો, લાખો કેવળીઓ બિરાજે છે મહાવિદેહમાં, ભારતમાં વિરહ પડ્યા, એનાં વિરહ પડયા પણ કેવળજ્ઞાન ને અવધિ જ્ઞાનનાં વિરહ પડ્યા. આહાહા ! એની ઉત્પત્તિ ન થાય, એમાં આવા કાળમાં આ કહેવું,
ભગવાન તું તો જ્ઞાતા છો ને? રાગની જે ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ ને જાત્રાની છે. એ તો રાગ છે. શુભરાગ છે, વિકાર છે. પ્રભુ તો નિર્વિકારી અનંતગુણનો પિંડ છે. આહાહા ! જેની નિર્વિકારી, અનંતગુણનો પિંડ, જે જ્ઞાન આત્મા, તેની જેને દષ્ટિ થાય, તે તો રાગનો કર્તા ન થાય. આ સમ્યગ્દષ્ટિ જીવ ધર્મી પહેલી સીઢીવાળો, ધર્મની પહેલી બોણી હુજી તો, ચોથે ગુણસ્થાને. આહાહાહા ! પાંચમું ને છઠું કોને કહેવું, હજી લોકોને ક્યાં ખબર છે? આહાહા ! બહુ આકરું કામ બાપા.
આંહી શબ્દ કેમ આવ્યો કે, ત્યાં તો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, ઈ જાણનાર, જાણનારમાં જ છે. આહાહાહા ! ઈ જડમાં કર્મમાં તો આવ્યો નથી, પણ એને દયા–દાન ને વ્રતનાં પરિણામમાં એ જ્ઞાતા આવ્યો નથી. એ તો વિકાર પરિણામ છે, અવિકારી પ્રભુ, વિકારમાં ક્યાંથી આવે? આહાહા ! જ્ઞાતા સદા જ્ઞાતામાં છે. સદા જ્ઞાતામાં છે છે ને સદાય શબ્દ પડયો છે જુઓ. આહા !
જાણનાર ચૈતન્ય, જ્ઞાતા, સ્વભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ. એ જાણનારો જાણનાર પ્રભુ ભગવાને કહ્યો ઈ હોં બીજા અજ્ઞાની આત્મા આત્મા કરે ઈ નહીં, તીર્થકર સર્વજ્ઞ દેવ, પરમેશ્વરનાં જ્ઞાનમાં, જે જ્ઞાતા આવ્યો છે. આહાહા! ઈ જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. આહાહાહા ! અને કર્મમાં કર્મ છે. આહા! “ઇતિ વસ્તુ સ્થિતિ વ્યક્તા” એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે! અરેરે ! તો પણ અરે, આચાર્યને જરીક આશ્ચર્ય ને ખેદ થાય છે, સંત છે. મુનિહા, પરમાત્મ સ્વરૂપ, પરમેષ્ટીપદ છે. અતિન્દ્રિય આનંદમાં ઝુલે છે. ઈ આચાર્ય એમ કહે છે, અરેરે... આવું હોવાં છતાં, અરે... “નેપથ્ય મોહ કિમ રભસા નાનટીતિ”, અરે, અંદરમાં મોહ કેમ નાચે છે, અરેરે મિથ્યાભ્રમણા, એને આ કઈ રીતે નાચે છે, કહે છે. હું રાગનો કર્તા ને હું કર્મનો કર્તા ને આવો મિથ્યાત્વભાવ, અંદરમાં પડદામાં કેમ નાચે છે એને. આહાહા ! ઝીણું બહુ બાપુ.
વર્તમાન ચાલતા, દેખનારને તો એવું લાગે આ તે કંઈ મારગ હશે, વીતરાગનો મારગ છે આ તે કંઈ બાપુ, એ વીતરાગ પરમાત્મા, મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, ત્યાંથી આ વાત આવી છે. આહાહા ! કુંદકુંદઆચાર્ય સંવત ૪૯, બે હજાર વર્ષ પહેલાં ત્યાં પ્રભુ પાસે ગયા હતા. ઈ આ કુંદકુંદઆચાર્ય, આઠ દી” ત્યાં રહ્યાં હતાં, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યાં છે. ભગવાનનો આ સંદેશ છે, આહાહા ! અમને તો બેઠો છે, ઈ વાત તો અહીંયા શું કરવી કહે, પણ ભગવાન આમ ધે છે, એમ ક્યું છે, અમે વળી છદમસ્થ છીએ અમે... આચાર્ય કહે તો ઈ પણ એમ જ છે, તોપણ એમ કહે છે કે, ઈ જિનેશ્વર એમ કહે છે, ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવ, પરમેશ્વર એમ કહે છે. અરેરે! જ્યાં ચીજ જ જુદી છે, ચૈતન સત્તા, ઇ પોતાનાં જ ઉત્પાદ, વ્યય, ધ્રુવની સતામાં છે, ઈ પરની સતામાં જાતું નથી, તો પરનું તો શું કરે, પણ એનામાં એનાં ગુણોની