________________
શ્લોક-૯૮
४८ અત્યારે તો ઈ જ મોટું ચાલ્યું છે જૈનનાં નામે, આત્મા કર્મ બાંધે, છ પ્રકારે કરે ને, કર્મ આત્મા બાંધે, કત્તા, વિકત્તા, કત્તા આવે છે ને, અપ્પા, કત્તા વિકત્તા, એ આત્મા કર્તા ઈ અનાથિમુનિમાં આવે છે ગાથા, શ્લોક, આત્મા કર્મને કરે ને, કર્મને આત્મા ભોગવે, જેવાં બાંધ્યા છે, એવાં ભોગવે, તદન વાત જૂઠી છે. આહાહા!
કેમ કે આત્મા તન્ન જડનાં કર્મથી જુદી ચીજ છે. અને જ્ઞાતા, જ્ઞાતરિ એટલે જાણનાર તત્ત્વથી, કર્મ જડ ચીજ જુદી ચીજ છે. જુદી ને જુદી કરે, એવું ત્રણકાળમાં બને (નહીં). તો ઈશ્વર કર્તા છે એમ માને, અને આ કહે કે કર્મને હું કરું છું માને, બેય સરખી માન્યતાવાળા છે. આહાહા ! ઓલા કહે કે ઈશ્વર કરે છે આ બધાં કામને, આ ક્યું કે હું કર્મ, જડને કરું છું, બે ય એક જ માન્યતા મિથ્યાષ્ટિની છે. આહાહા ! બહુ આકરું કામ ભલે..!
ક્રમબદ્ધમાં તો ત્યાં સુધી એકદમ લઈ ગયા. દરેક દ્રવ્યની પર્યાય, જે સમયે થવાની તે થાય, તે ક્રમસર થાય ને આઘીપાછી નહીં. આધી-પાછીની વ્યાખ્યા શું? આ પર્યાય પછી થાય ને એની પર્યાય આંહી થાય તેનો અર્થ શું? જે દ્રવ્યની જે સમયે, જે પર્યાયનો કાળ છે તે થાય, તે ક્રમબદ્ધ થાય, ક્રમબદ્ધમાં તો એકદમ અકર્તાપણું સિદ્ધ કરવું છે. પાઠ જ ઈ છે ને અકર્તાનો. ભગવાન આત્મા, જડ કર્મનો તો કર્તા નથી, પણ દયા, દાન ને વ્રતનાં પરિણામનો પણ આત્મા કર્તા નથી. આહાહા ! કેમ કે વિકારી પરિણામ છે તેને નિર્વિકારી પ્રભુ ચૈતન્ય, ઈ વિકારને કરે શી રીતે ? આહા ! આકરું કામ ભારે. ત્યાં તો અકર્તાપણાની પરાકાષ્ટા લીધી છે. આત્મા જડનો કર્તા તો નથી, પણ ઈ દયા-દાન ને ભક્તિ, પૂજાના પરિણામનોય આત્મા કર્તા નથી. આત્મા કર્તા કહો તે મિથ્યાષ્ટિ છે. ઈ શુભરાગ નામ દયા, દાન, પૂજા, ભક્તિનો કર્તા થાય તો ઈ મિથ્યાષ્ટિ છે. એ જ્ઞાયક સ્વરૂપ છે, ચૈતન્યમૂર્તિ પ્રભુ, એ રાગનો કર્તા નથી. ઈ તો સ્થૂળ વાત છે. પણ વર્તમાન તેની પર્યાય છે નિર્મળ, તેનો ય કર્તા નથી. આહાહાહા !
અકર્તાની જિન દર્શનમાં છેલ્લામાં છેલ્લી સ્થિતિ આંહી ગઈ કે નિર્મળ પર્યાય છે તેનો પણ દ્રવ્ય કર્તા નથી, પર્યાય પર્યાયની કર્તા છે. આહાહા! અરે આ વાત સાંભળી નથી ને જૈનમાં જમ્યા છતાં, જૈન પરમેશ્વરને શું કહેવું છે તે ખબર નથી, અને એને ધરમ થઈ જાય. જાત્રાઓ કરી શેત્રુંજયની ને ગિરનારની ને, ધૂળમાંય ધરમ નથી ક્યાંય. આહાહા! (શ્રોતા- વર્ષમાં એકવાર તો જાત્રા કરવી જ જોઈએ) ઈ તો જાય છે ને કાર્તિક સુદ પૂનમે, ચૈત્ર સુદ પૂનમે, એમાં કર્તાબુદ્ધિ છે, આ શરીરને હું હલાવું છું, લઈ જઉં છું ત્યાં, ઈ શરીર, જડની ક્રિયાનો કર્તા થાય, ઈ તો મહા મિથ્યાષ્ટિ, જૂઠ છે. પણ તેનો ભાવ શુભ થાય ત્યાં કદાચ એનો કર્તા થાય તો, કેમકે એનામાં અનંત ગુણ છે, એ કોઈ ગુણ, રાગને કરે એવો એનામાં ગુણ નથી. એથી પર્યાયબુદ્ધિવાળો, દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામનો કર્તા, પર્યાયબુદ્ધિ, મિથ્યાષ્ટિ થાય છે. અરેરેરે ! આવી વાત ક્યાં છે. આહાહા !
ઈ તો કયાંય રહી ચું, પણ એના નિર્મળ, દયા દાનનાં પરિણામ અને તે કાળે જ્ઞાનનો પર્યાય જાણનારો જે છે તે પર્યાયને પણ તે દ્રવ્ય કરતું નથી. આહાહાહા ! ભારે આકરું કામ બાપુ! કારણકે ઈ બે છે, નિર્મળ પર્યાય અને દ્રવ્ય, બેય નિર્મળ, તો આ એકબીજાને કરે એમ એમાંય નથી. આહાહા ! એકબીજાને કરે તો બેપણું રહેતું નથી, બહુ ઝીણી વાત બાપા! વીતરાગ