Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 499
________________ ४८४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મારગ, બહું ઝીણું, સુક્ષ્મ બહુ.... આંહી તો ઈ કહે છે. અરે આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મમાં કર્મ જ છે. કર્મમાં, કર્મમાં જ છે. “ઇતિઃ વસ્તુસ્થિતિ વ્યક્તઃ” એવી વસ્તુની સ્થિતિ પ્રગટ છે. સત્તા બધી ભિન્ન, સત્તા સૌની ભિન્ન પ્રગટ છે. એમાં ભિન્ન સત્તા જે છે, હોવાવાળી ચીજ, કર્મની સત્તાવાળી ચીજ, એને જીવની સત્તા, એને કરે, એવી વસ્તુ સ્થિતિ નથી. આહાહાહા ! આંહી ઈ તો છે જ માન્યતા લોકોની, પણ આ તો આખો દિ' આ ભક્તિ ને પૂજા ને બખબખીયા વગાડોને, માથે જાત્રા કરવા નવ્વાણું વાર ચઢવું-ઉતરવું ને ગિરનાર ચઢવું ને, અરે ભગવાન..! (શ્રોતા- રૂષભદેવ ભગવાન શેત્રુંજય ઉપર નવ્વાણું વાર આવ્યા તા) ત્યાં નવ્વાણું લાખવાર શું આવ્યાં હોય તો ત્યાં શું એમાં પરની હારે સંબંધ શું છે? આહાહા! (શ્રોતાસીમંધર ભગવાન જાત્રા કરતાં હતા ને તેના અનુયાયી ન કરે) જાત્રા કોણે કરી'તી, કાંઈ કરી નો'તી એણે, ઈ તો આત્મામાં અંદરમાં ઉતર્યા'તા, અંદરમાં આનંદમાં ઉતર્યા'તા શેત્રુંજયમાં તો ભગવાન, આહાહા! ઝીણી વાતું બહુ... એક તો આ લોકોમાં “દિવ્ય ધ્વનિ” એક પુસ્તક, એક માસિક નિકળે છે, હમણાંનું લાગે છે, નવું લાગે છે “દિવ્ય ધ્વનિ', એમાં વળી એમ. હેં.? ( શ્રોતા:- ડો. સોનેજીનું ) સોનેજી છે ને ઓલો કોઈ 'ક છે ને.... હા.. અમદાવાદવાળો છે એક, હેઠે લખ્યું છે કે, “સતપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” કહો હવે આ શું વાત, ધર્માત્માનું યોગબળ, જગતનું કલ્યાણ કરો, બીજાનું કલ્યાણ બીજો કરે, એમ લખાણ છે, હેઠે, દિવ્ય ધ્વનિ નીચે, સતપુરુષોનું યોગબળ, સંબંધ કહો, યોગબળ કહો, અરે પ્રભુ, કલ્યાણ પરનું કોણ કરે ભાઈ તને ખબર નથી. આહા ! કલ્યાણ તો પોતે ભગવાન આત્મા, જ્ઞાન આનંદનો ઘન પ્રભુ છે, તેમાં ઈ જ્ઞાન ને આનંદની પર્યાય થાય તે ધરમ છે, છતાં તે ધરમની પર્યાયનો પણ આત્મા કર્તા નથી. આહાહા ! અકર્તાની છેલ્લી પરાકાષ્ટા છે. બેહવું કઠણ પડે જગતને. અત્યારનાં અભિમાન ચઢી ગ્યાં છે ક્રિયાકાંડનાં રસમાં ચઢી ગ્યા છે ને અત્યારે બધાં... હો અપવાસ કરો, વર્ષીતપ કરો, આ કરો, આ કરો, બધી હોળી સળગે છે, રાગની, કષાયની. આહાહા! આંહીં તો જરીક શું આવ્યું, ઓલો રાગ નો લીધો પછી, જ્ઞાતા જ્ઞાતા સદામાં છે એમ ભાઈ, લીધું એમ, પાછું પરનો કર્તા નથી, એ તો ઠીક, તો પછી આત્મા રાગનો કર્તા છે, એમ ન લીધું, ઈ પરનું કર્તાપણું છૂટે છે. એટલે આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે એમ લીધું ભાઈ, પાછું એમ ન લીધું કે જાણનાર છે એ જડને ન કરે, કર્મ જડ છે એને પણ રાગને કરે, દયા-દાન, વ્રત, ભક્તિ, પરિણામ “ના” આહાહા! અરેરે ! આવી વાતુ ક્યાં? લોકોને આ જૈનપણું છે, એવું જ ન લાગે આ. હેં? આહાહા ! અજૈનપણું છે, એને જૈનપણું માને, જૈનપણું છે તેને ઈ અજૈની માને. આહાહા! જૈનપણું તો એ કે જ્ઞાતા, જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, આહા! જાણનાર જાણનારમાં છે. ભગવાન તો ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા, જાણનારમાં છે, ઈ પરનાં કામમાં તો નથી. પણ ઈ રાગમાંય ઈ નથી, આહાહા ! ભાવકર્મમાંય ઈ નથી, ભાવકર્મ છે ખરું જાણવા–દેખવાનું, ઈ ભાવકર્મ છે ને, ઓલાં દયા–દાન, ભાવકર્મનો તો કર્તા છે નહીં પણ એ જાણવા- દેખવાની પર્યાય જે છે, એનો ય ઈ કર્તા નથી. અરે પ્રભુ, આવું આકરું કામ છે, બાપા. વીતરાગ પરમેશ્વર,

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510