________________
४८०
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કર્મની તે સંસારનું કારણ નથી.
જોર જ્ઞાયકભાવ ત્રિકાળી આનંદનો સાગર નાથ, આખું દળ પડ્યું છે, તેનું જ્યાં જોર છે, આખો જ્ઞાયકભાવ છે, તેમાંથી જોર, એનું ખસતું નથી, એને લઈને કિંચિત કંઇક પરિણમનનું ફળ આવે, પણ એ સંસારનું કારણ નથી, એને ભવ નહીં વધે ભવ, એમ કહે છે. અને ભવિષ્યનું આયુષ્ય બંધાય કદાચિત્ તો પણ એને એવાં અશુભભાવને વખતે આયુષ્ય નહીં બંધાય, શુભભાવ આવશે ત્યારે આયુષ્ય બંધાશે મનુષ્યને તિર્યંચ સમકિતી હોય ને અશુભભાવ આવે, પણ આયુષ્ય નહિ બંધાય, આયુષ્ય શુભભાવ આવશે ત્યારે બંધાશે, એટલું દૃષ્ટિનાં જોરને લઈને, આહાહા...
જેમ વૃક્ષની જડ કાપ્યાં પછી, વૃક્ષનું મુળ કાપ્યું હવે ડાળા-પાંખડા કેટલો કાળ રહે? આહા ! વૃક્ષની જડ કાપ્યા પછી, છે? તે વૃક્ષ કિંચિત્ કાળ રહે, થોડી વાર પછી સુકાઈ જવાનું ઈ, મૂળીયું કાપી નાખ્યું, આહાહા... એમ જેને રાગની એકતા તોડી નાખીને સ્વભાવની એકતા પ્રગટ કરી, આહાહા... ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય પ્રભુ, તેની એકતાનો ભાવ પ્રગટ કર્યો ને રાગની એકતાનો (ભાવ) તોડી નાખ્યો મૂળીયું તોડી નાખ્યું, આહાહા !
આ બધું જોર, બહારની ક્રિયા ઉપર આપે લોકો, આવી ક્રિયા કરે ઈ સાધુ ને આવી ક્રિયા કરે એ ઈ સાધુ, અને આને એમ કે ચોથે ગુણસ્થાને જુઓને હિંસા છે, જૂઠું છે એવું છે અને અમારે ઈ ત્યાગ છે, પણ તારે ત્યાગ કયાં છે. દૃષ્ટિનાં ત્યાગ વિના ત્યાગ જ કયાં છે? જ્યાં હજી મિથ્યાત્વનો ત્યાગ નથી, ત્યાં અવતનો ત્યાગ આવ્યો કયાંથી? આહાહા ! આકરું કામ છે.
સમ્યગ્દષ્ટિને આવાં પરિણામ આવે, છતાં કહે છે, ભાવ અશુભ આવે, છતાં એનું ફળ સંસાર નથી, રખડવાનું... આહા! ત્યારે આ લોકો કહે, એના કરતાં અમે શુભભાવને કરીએ છીએ કે નહીં પણ એ શુભભાવ મારો છે એ માન્યું છે ત્યાં સુધી મિથ્યાષ્ટિ છે, આહાહા! આકરું કામ ખરું. વૃક્ષ કિંચિત્ કાળ અથવા ન પણ રહે, ઝાડનું મૂળ કાપ્યું પછી કદાચ તરત ને તરત સુકાઈ જાય અને કોઇને થોડી વાર લાગે, અથવા ક્ષણે-ક્ષણે તેનો નાશ થતો જ જાય છે. આહાહા ! જ્ઞાયક સ્વભાવ, નિત્યાનંદ પ્રભુ, આખું તત્ત્વ જ્યાં દૃષ્ટિમાં સ્વીકારમાં આવ્યું, એટલે હવે એને રાગાદિ અશુભ આવે, શુભ આવે પણ ઈ લાંબો કાળ ટકશે નહિ. આહાહા ! એનો નાશ જ થતો જાય છે. આહાહાહા ! એમ અહીં સમજવું. મૂળ દૃષ્ટિ સમ્યગ્દર્શન શું ચીજ છે અને એનો વિષય શું છે? એનો જ્યાં હજી પતો ન મળે, એનાં બધાં તારા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા, રણમાં પોક મુકવાં જેવાં છે. આહા! અને જ્ઞાનીને આવો રાગ થાય તો કહે છે કે નાશ થવા લાયક છે. આહા... એકતાનો રાગ નથી ને અસ્થિરતાનો રાગ છે, એનું એ મૂળ તો તોડી નાખ્યું છે, એમ અહીંયા સમજવું. એનો અર્થ એમ કયે છે લ્યો... વિશેષ કર્તા-કર્મ કહેવાશે...
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)