________________
શ્લોક-૯૭
૪૭૯ ત્યારે આ કહે છે કે અત્યારે શુભજોગ જ હોય, બધું ઇ નું ઇ જ છે. અરે પ્રભુ! શું કરે છે.
અહીં કોઈ પૂછે, અહીં કોઈ પૂછે છે કે, આવી વાત તમે મોટી કરો છો, એ અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે, ત્યાં સુધી તે કષાયરૂપે તો પરિણમે છે તો એને એ ક્રિયાનો કર્તા કહેવો કે નહીં ? આહાહા! અવિરતી સમ્યગ્દષ્ટિ છે, જેને હજી ત્યાગ નથી રાગનો, ચારિત્રમોહનો ત્યાગ નથી, વિષય-વાસના આદિ છે, ગૌમ્મસારમાં આવે છે ને ઇન્દ્રિયના વિષયથી વિરત્યો નથી, આવે છે ને? વિષય-કષાયથી નિવર્યો નથી, શ્લોક છે ને ઇ. આહાહા ! અવિરતી સમ્યગ્દષ્ટિ આદિ, આદિ એટલે પાંચમે છટ્ટે એમ, જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે, એને રાગ તો આવે છે, શુભરાગ આવે, અશુભરાગ આવે ક્રિયા તો થાય છે, ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે, તો તેને કર્તા કહેવાય કે નહીં? આહાહા !
તેનું સમાધાન – અવિરતી, અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે, ભલે ચોથે ગુણસ્થાને હોય કે પાંચમે હોય કે મુનિ, શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યનાં સ્વામીપણારૂપ, કર્તાપણાનો અભિપ્રાય નથી, આહાહા.. એને રાગ હોય છે, છતાં તેને પરદ્રવ્યનાં સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. આ મારું છે અને હું એનો સ્વામી છું, એ દષ્ટિ નથી, ધર્મીની દષ્ટિ સ્વ સ્વામી સંબંધમાં છે, પોતાના દ્રવ્ય ગુણ શુદ્ધ છે, તે સ્વ છે. ને એનો એ સ્વામી છે, રાગ છે, એનો એ સ્વામી નથી, થાય છે. આહાહાહા. અવિરત સમ્યગ્દષ્ટિ વિગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં, શ્રદ્ધા જ્ઞાનમાં, પરદ્રવ્યનાં સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, કષાયરૂપ પરિણમન છે.. રાગ થાય છે. તે ઉદયની બળજોરીથી છે, નબળાઇનું કારણ છે, ઇ ઉદયની બળજોરી કીધી, ત્યાં એનો અર્થ કે એનો નથી એ એમ એટલે ઉદયની બળજોરી છે, એમ કીધી, એને પોતાનો માનતો નથી ને એટલે એને ઉદયની બળજોરી કીધી, બાકી છે તો પરિણમન પોતાનું હિણી દશા. આહા! ઉદયની બળજોરી છે, તેનો તે જ્ઞાતા છે. આહાહા!
સમ્યગ્દષ્ટિ અવિરતી, ગૃહસ્થાશ્રમમાં ભલે હોય, હજારો રાણીમાં હોય, એને વિષયની વાસના પણ આવે, છતાં તે તો સ્વામીપણાનાં, કર્તાપણાનો અભિપ્રાય નથી. કષાયરૂપ પરિણમન છે, એ ઉદયની બળજોરી, એટલે કે પોતાને કરવાનો ભાવ નથી, આ ઠીક છે, એમ કરીને કરવાનો ભાવ નથી, પણ પુરુષાર્થની નબળાઇ ને ઉદયનું જોર છે, એવો રાગ અંદર આવે છે, થાય છે. તેનો તે જ્ઞાતા છે, એનો ઈ જાણનાર છે, પોતાની ભૂમિકામાં રહેલો, જાણનાર છે, તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. રાગ મારો છે, ને મારું કર્તવ્ય છે, એવાં અજ્ઞાનપણા સંબંધીનું કર્તાપણું એને નથી. આહાહા ! નિમિત્તની બળજોરીથી થતાં પરિણમનનું ફળ કિચિત્ હોય છે, નિમિત્ત છે તો પોતાનું અશુદ્ધ ઉપાદાન પણ એ અશુદ્ધ ઉપાદાનને પરમાં નાખી દઈને પોતાના શુદ્ધ ઉપાદાનની દૃષ્ટિ થઈ છે. આહાહા !
ત્રિકાળી આનંદકંદ પ્રભુ, ચિદાનંદનું દળ, એનાં જે શુદ્ધ ઉપાદાનની દૃષ્ટિ છે, એ અપેક્ષાએ અશુદ્ધ ઉપાદાનને નિમિત્તમાં નાખી દીધું એ નિમિત્તની બળજોરીથી થતાં ઓલામાં ઉદયની બળજરીથી કહ્યું હતું ને એને અહીં નિમિત્તની બળજોરીથી થતાં એટલે પોતાને કરવારૂપનો પ્રેમ, રસ નથી, એમાં સુખબુદ્ધિ નથી, પણ આવ્યા વિના રહેતો નથી નબળાઇને લઈને, તે નિમિત્તની બળજોરીથી પરિણમનનું ફળ કિંચિત્ હોય છે. એનું ફળ તો કિંચિત, થોડો રસ ને સ્થિતિ પડે