________________
४७६
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે અથવા ન રહેક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭.
શ્લોક-૯૭ ઉપર પ્રવચન ज्ञप्ति: करोतौ न हि भासतेऽन्त: ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्ति: करोतिश्च ततो विभिन्ने
ज्ञाता न कर्तेति तत: स्थितं च ।।९७।। કરો તો અંતર જ્ઞપ્તિ નહી ભાસતી.” કરવારૂપ ક્રિયાની અંદરમાં જો પરિણતિ લીધી, ક્રિયા લીધી, જે રાગની ચાહે તો દયા-દાનની, વ્રતની ક્રિયાનો રાગ હો, એ કરવાની ક્રિયાની અંદરમાં, પરિણતિ, પર્યાય ક્રિયા લીધી. કરવારૂપ ક્રિયાની અંદરમાં, જાણવારૂપ ક્રિયા ભાસતી નથી, એની ક્રિયા લીધી, જોયું. આહાહા! રાગનાં શુભ-અશુભ રાગની ક્રિયાનાં કર્તાપણામાં, જાણવારૂપ ક્રિયા એમાં હોતી નથી, એટલે ભાસતી નથી. શું કીધું? જેને અંદર રાગનો ભાવ જ ભાસે છે, તેણે તેને જાણવારૂપ ક્રિયા ત્યાં હોતી નથી, તેથી ભાસતી નથી. આહાહા ! આવી વાત છે.
એનો ઉત્પા–વ્યય ને ધ્રુવ એમાં જ બધી વાતું છે, એને પરની હારે કોઈ સંબંધ મળે નહીં. આહાહા ! એનો ઉત્પાદ-વ્યયનો પર્યાય પણ ત્યાં (તેની) ઉપર જ્યાં દૃષ્ટિ છે, ત્યાં સુધી એને જ્ઞાતા ત્રિકાળી છે, તેની ખબર નથી, તેથી તે પર્યાય ઉત્પાદ-વ્યય પર્યાયની બુદ્ધિવાળો રાગનો કર્તા થાય, તેમાં જ્ઞાતાની ક્રિયા હોતી નથી. આહાહા ! (શ્રોતા:- નિષ્કામ કર્મ ન થઈ શકે?) નિષ્કામ હોતો કે દી' ? નિષ્કામ ઈ આ લોકો કહે છે, ગીતા, નિષ્કામ ખોટી વાત છે કરવાનો ભાવ ને વળી નિષ્કામ બે કયાં છે? ઝીણી વાત છે, ભાઈ ! દુનિયાથી જુદી જાત છે. વીતરાગ, સર્વજ્ઞ, પરમેશ્વર એ સર્વજ્ઞ પરમેશ્વર પ્રભુ તું છો. આહાહા ! એ સર્વજ્ઞ પરમેશ્વરને જેણે માન્યો નથી, એને કરવાની ક્રિયામાંથી સર્વજ્ઞ સ્વભાવ ભાસતો નથી. આહાહાહા ! કરવારૂપ ક્રિયા પરિણતિ લીધી, બહુ ટૂકું.
જેને રાગનો અંશ છે, નાનો ભલે, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, દયાનો, દયાનો ભલે હો, વ્રતનો હોય, ભગવાનની ભક્તિનો હોય, એની ક્રિયાની જે ક્રિયા છે, તેની જેને ભાસે છે, એ ક્રિયા મારી છે, તેમ જેને ભાસે છે, એને જાણવારૂપ ક્રિયા હોતી નથી, હોતી નથી તેથી ભારતી નથી. આહાહા! સમજાણું કાંઇ? આવો ઉપદેશ હવે કઇ રીતે માણસ પછી એકાંત કહે ને સોનગઢવાળાનું, સોનગઢનું એકાંત છે, આમ છે, અરે પ્રભુ તેં સાંભળ્યું નથી, પ્રભુ ભાઈ, આહાહા... તારી મોટપની વાત પ્રભુ તારી વાણીમાં ન આવે, એવો મોટો પ્રભુ છો, એવી પ્રભુતા જેને ભાસી છે, તેની ક્રિયામાં રાગની ક્રિયા ભાસતી નથી, એટલે હોતી નથી, એ પછી આવ્યું