________________
४७४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! ચીજ છે કે નહીં પોતે તત્ત્વ છે કે નહીં તત્ત્વ અસ્તિ છે, તત્ત્વ છે, વસ્તુ છે, વસેલા ગુણોવાળો ઘન, પિંડ, તત્ત્વ છે, તેની સન્મુખ જોતાં, એટલે કે તેનો સ્વીકાર થતાં એને શુભરાગનો પણ એ કર્તા થતો નથી. આહાહા ! એ શુભરાગને જાણે છે એમ કહેવું એ પણ એક વ્યવહાર છે. આહાહા ! એ જ્ઞાયક દળ છે પ્રભુ, આહાહા ! તેનાં સ્વીકારથી જે જ્ઞાન ને દર્શન ને આનંદની પર્યાય આવી, એ રાગ, અશુભ ને રોદ્રધ્યાન ભલે હો પણ તે જાણનાર જરીયે, કદીએ કરતો નથી, અને કરનારો કદી સ્વને જાણતો નથી. આહાહા! આવું છે.
ભાવાર્થ- કર્તા છે તે જ્ઞાતા નથી, ભાષા બહુ ટૂંકી પણ પ્રભુ અંદર રહસ્ય ઘણું છે. આહા ! રાગનો એક સૂક્ષ્મ વિકલ્પ ઊઠે છે, તેનાં અસ્તિત્વ ઉપર એનામાં એટલી સત્તાની હૈયાતિ ઉપર જેની દૃષ્ટિ છે, આહાહા.. તે કર્તા છે, તે જ્ઞાતા નથી. ભાવાર્થ. આહાહા.. અને જ્ઞાતા છે, ભગવાન પૂરણ આનંદ અનંત ગુણનો પિંડ, દળ આખું, ધ્રુવ, નિત્ય, જ્ઞાયકભાવ, સ્વભાવ એનો
જ્યાં સ્વીકાર છે તે બિલકુલ કર્તા નથી, તે જ્ઞાતા છે, તે કર્તા નથી. આહાહા! ભાષા ભલે સાદી છે, પણ ઘણું અંદર રહસ્ય છે. આહાહા!
(શ્રોતા- આનંદ આનંદનું કાર્ય કર્યું?) આનંદ હોય છે, એ પ્રશ્ન કરું એ નથી એ તો સમજાવવું છે ને. ખરેખર તો દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક, દળ આખું જે છે, પૂરણ પ્રભુ, એમાં એક ભાવ નામનો ગુણ છે, એથી તેનાં દ્રવ્યનો જ્ઞાયકભાવનો સ્વીકાર થતાં, તેનાં અનંત ગુણની પર્યાય વર્તમાન નિર્મળ હોય જ. કરું તો થાય ને ન કરું તો ન થાય એ ત્યાં છે જ નહીં. આહાહા ! મારગ ભારે બાપા. આહાહાહા ! એ શુભ, ભાવ નામનો એક ગુણ છે એમાં “ભાવ” નામનો ગુણ છે શુભ નહીં, “ભાવ” શુભ એટલે ભલો, અહીંયા અત્યારે એટલું એનો મારો અરથ “ભાવ” જે અંદર ત્રિકાળી, આહાહા! ઓલાં મોક્ષમારગને શુભ કીધો છે ને ત્યાં, ઓલાને અશુભ કીધો છે, એ શુભ એટલે જ શુદ્ધ છે, શુભ એટલે સારો છે. ઈ આ શુભરાગ એ એ નહીં. આહાહા !
ભગવાન અનંત શુદ્ધ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ તેનો જ્યાં સ્વીકાર થયો, પર્યાયમાં એનો આદર નહોતો અનંતકાળથી, ત્યાં સુધી તેને પર્યાયબુદ્ધિમાં રાગનો કર્તા થતો હતો, જ્યાં પર્યાયમાં ત્રિકાળીનો સ્વીકાર થયો તે કાળે તે જરીયે પણ રાગનો કર્તા થતો નથી, કેમ કે તેના ગુણમાં કોઈ રાગને કરવું એવો કોઈ ગુણ નથી, તેથી તેની પર્યાયમાં પણ રાગનું કરવું એવું છે નહીં. આહાહા ! આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. આવું વસ્તુનું સ્વરૂપ ન સમજે ને બહારથી કડાકુટમાં આ ક્રિયા ને આ ક્રિયા ને આ મોટા માનસ્તંભ બનાવો ને પાંચ-પચ્ચીસ લાખ એમાં ખરચો ને, મોટું ભભકો કરવો હોય, માણસ દશ-વીસ લાખ ભેગા થાય, અરે પ્રભુ એમાં શું છે..? બાપુ... તું જ્યાં છો, ત્યાં પ્રભુ વિકલ્પ જ્યાં નથી. આહાહા ! એને આ બધું દેખીને તને હરખ આવે અને અનંત આનંદનો નાથ ચોસલું આખું પડ્યું, પ્રભુ નિત્ય ધ્રુવ, એને દેખવાનો અનાદર થાય ને બહારનાં ભભકાને દેખીને તને હરખ આવે. આહાહા ! એને આત્માનાં સ્વભાવનો અનાદર થાય છે, ભલે એ સાધુ હોય કે હજારો રાણી છોડી હોય, દુકાનની કરોડોની પેદાશ મૂકીને બેઠો હોય, પણ અંદરમાં જેને હજી બહારનાં પદાર્થોનો ભભકો અને એની અધિકતા જ્યાં ભાસે છે, એને આત્માની હિણપ ભાસે છે.