________________
શ્લોક-૯૬
४७३ જાણે જ છે, જરીએ પણ રાગનાં અંશને ભલે આવે અશુભ તેનો એ જાણનાર છે, કરનાર નથી. અહીં દૃષ્ટિની અપેક્ષાએ કથન છે. જ્ઞાનની પાછી અપેક્ષાએ કથન કરે ત્યારે એમ ચાલે કે જેટલાં પ્રમાણમાં પરિણમન છે, તેટલો તે કર્તા છે. કર્તા એટલે કરવા લાયક છે એમ નહીં, પરિણમન એટલે કર્તા એમ. આહાહા!
જ્ઞાયક સ્વભાવ, ભગવાન પરિપુર્ણ પ્રભુ બિરાજે છે, એનો જ્યાં અંતર સ્વ-સન્મુખ થઈને સ્વીકાર થયો, તેની પર્યાયમાં તો જે અહીં વસ્તુમાં હતું, તે જાતની પર્યાય તેને પ્રગટાવે, એમાં કોઈ રાગ ને દ્વેષ કાંઇ વસ્તુમાં નથી ને ગુણમાં નથી. છતાં પર્યાયની નબળાઇને લઇને રાગદ્વેષ થાય, તે પર તરીકે, તે કાળે જ્ઞાનની પર્યાય, જ્ઞાતાની પર્યાય, ષટ્ટારકપણે પરિણમતી પરની અપેક્ષા વિના ઊભી થાય છે. આહાહા ! એથી તે કર્તા કર્મ, કર્મપણું પણ એનું જ્ઞાનની પર્યાયમાં કર્તા-કર્મપણું બધું સમાઈ ગયું, રાગમાં કર્તા-કર્મપણું એમાં આવ્યું નહીં. આહાહા ! આવો મારગ છે.
જે કરે છે, તે કદી જાણતો નથી, આહાહા ! એટલે કે જેની દૃષ્ટિ રાગનાં અસ્તિત્વ ઉપર છે, તે કરે છે, તે વસ્તુ શું છે, તેને ઈ જાણતો નથી. આહાહાહા ! કરે છે, જે વસ્તુમાં નથી એવા વિકલ્પ ને રાગને, ચાહે તો દયા–દાનનાં ગમે તે વિકલ્પ હો, એને કરે છે, હું પરિણમું છું, કરવા લાયક છે એમ કહીને પરિણમે છે, આહાહાહા ! જે કરે છે તે કદી જાણતો નથી, કેમકે એની રાગ ને વિકલ્પ ઉપર રુચિ ને આધાર ત્યાં જ એનો છે, એથી કરે છે તે જ્ઞાતા દેખાપણાને કંઇ જાણતો નથી. આહાહા ! રોદ્રધ્યાન થાય તો પણ સ્વભાવ, શાયકનું દળ આખું જ્ઞાયકઘન છે, તેનો જ્યાં સ્વીકાર થયો, એની સન્મુખતા થઈ, રાગની વિમુખતા થઈ, એ કેવળ જાણે જ છે.
અહીં જે કરે છે તે કદી જાણતો નથી, પહેલું એ લીધું છે, જે રાગના અંશને પણ સ્વ સત્તાનાં પૂરણતાનાં અભાનમાં રાગની સત્તાનું જ અસ્તિત્વ સ્વીકાર કરીને, જે રાગને કરે છે, તે જ્ઞાયકની સત્તાનાં સ્વીકારનો તેને અભાવ છે, માટે તે જાણતો નથી. આહાહાહા ! આવો ઉપદેશ હવે. આહાહા!
(શ્રોતા – વસ્તુનું સ્વરૂપ જ એવું છે) વસ્તુ સ્થિતિ જ આવી છે, બાપુ. આહાહા!
આખી વસ્તુ પડી છે ને પ્રભુ, નિત્ય-નિત્ય-નિત્ય, ધ્રુવ, એકલો જ્ઞાયક અને આનંદનો કંદ, એકલાં પૂરણ શુદ્ધ સ્વભાવનો રસકંદ આખી ચીજ પડી છે ને એમ ને એમ. આહાહા!તેના ઉપર જેની દૃષ્ટિ નથી, એનો સ્વીકાર નથી, તેને રાગના વિકલ્પનો કર્તા છે, તે એનો જાણનાર થતો નથી અને જે જાણનાર જાણે છે, તે કદી કરતો નથી. આહાહા! કદી છે? “સ વેત્તિ સ્ કવચિત્ સ ન કરોતિ” કોઈ વખતે પણ કરતો નથી. આહાહા ! જ્ઞાયક સ્વરૂપ, ચિāનદળ, જ્ઞાનના ધ્રુવનો પ્રવાહ, જ્ઞાન ધ્રુવ પ્રવાહ, આનંદ ધ્રુવ પ્રવાહ, શાંતિનો ધ્રુવ પ્રવાહ આખો પિંડ પ્રભુ, એને જેને જાણવામાં અંતરમાં આવ્યો, એ કેવળ જાણે જ છે, એ બિલકુલ કરતો નથી. આહાહા!“કરે કરમ સો હી કરતારા”, જો જાને સો જાનનારા, જાણે સો કરતા નહીં હોઇ, કરતા સો જાણે નહીં કોઇ” ઈ આ છે. આહાહા ! આવું સ્વરૂપ હવે.
હવે ઓલા કે શુભભાવ છે તે અત્યારે છે, અરે પ્રભુ! કયાં જાય લઈ જાય છે. બાપા! આખા અસ્તિત્વનો અવ્યક્તપણે પણ વ્યક્તપણે તો ઠીક અવ્યક્તપણે પણ નિષેધ કરે છે.