________________
શ્લોક-૯૬
૪૭૧ વિકલ્પભાવ છે. આહાહા ! અને ત્યાં સુધી કર્તા-કર્મભાવ છે. કેમ કે જ્ઞાતા, ત્રિકાળી, જ્ઞાયક
સ્વભાવ દૃષ્ટિમાં લીધો નથી, ત્યાં સુધી તે રાગનો, વિકલ્પનો કર્તા-કર્મ છે. આહાહા ! જ્યારે વિકલ્પનો અભાવ થાય, એટલે કે વિજ્ઞાનઘન સ્વરૂપ પ્રભુ, એની સન્મુખતા થાય, ત્યારે વિકલ્પનો અભાવ થાય, ત્યારે કર્તા કર્મભાવનો પણ અભાવ થાય. જ્ઞાયક ચીજ છે જ્ઞાન ચીજ જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવભાવ રસકંદ, નિત્યાંનદ પ્રભુ એનો જ્યાં સુધી સન્મુખનો ભાવ નથી, ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે, એનો સન્મુખનો ભાવ થયો, ઈ જ્ઞાતા દેષ્ટા છે. ત્યાં રાગની ઉત્પત્તિ હોવા છતાં, તેનો તે કર્તા નથી, તે જ્ઞાતા-દેખા છે. આહાહા ! કર્તા કર્મભાવનો પણ અભાવ થાય છે. એ પંચાણુ (કળશ પૂરો થયો).
(
શ્લોક-૯૬
)
(રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्।।९६ ।। જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે -
શ્લોકાર્થ-[ય: રોતિ : છેવત્તે રોતિ] જે કરે છે તે કેવળ કરે જ છે[1] અને [૫: વેત્તિ 1:1 વન વેgિ] જે જાણે છે તે કેવળ જાણે જ છે;[ : રોતિ : વર્ષાવિત નહિ વેરિ] જે કરે છે તે કદી જાણતો નથી [1] અને [ : વેત્તિ : વરિત ન રોતિ] જે જાણે છે તે કદી કરતો નથી.
ભાવાર્થ-કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬.
શ્લોક-૯૬ ઉપર પ્રવચન જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે –
यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्।।९६ ।। કરે છે તે કેવળ કરે જ છે, “કરે કરમ સો હી કરતારા” જ્યાં વિકલ્પનો રાગ છે અને એનાં ઉપર દૃષ્ટિ છે એટલે કે જ્યાં સુધી પર્યાયબુદ્ધિમાં રાગમાં જ એનું અસ્તિત્વ માન્યું છે, ત્યાં સુધી