________________
શ્લોક-૯૫
૪૬૯ પૂર્ણાનંદનો નાથ મહાપ્રભુ. આહાહા ! એમાં જેનો સ્વભાવનો સત્કાર સ્વીકાર થયો, આહાહા ! એ દૃષ્ટિને ને એ જ્ઞાનને જ સમ્યગ્દર્શન ને જ્ઞાન, સંજ્ઞા, નામ અપાય છે. આહા ! વ્યવહાર સમકિત ને વ્યવહાર દર્શન એ વાતેય કરી નહી. આને જ નામ અપાય, એમ કહે છે. વ્યવહાર કયાં ગયો આમાં, વ્યવહાર સમકિત જોઇએ...
(શ્રોતાઃ- માત્ર સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન નામ અપાય છે કે વાસ્તવિક છે?) એ નામ અપાય છે એનો અર્થ એમ કે, એને જ કહેવાય છે એમ એ સિવાય બીજાને નહીં, એમ કહેવું છે. વ્યાજબી તો વ્યાજબી છે, પણ સમ્યગ્દર્શન ને જ્ઞાન એને જ કહેવાય છે, એને જ નામ અપાય છે, એ જ વસ્તુ છે, એ સિવાય બીજી કોઇપણ રીતે સમ્યગ્દર્શન ને જ્ઞાનનું નામ પણ આપી શકાતું નથી. (શ્રોતા – એ રાગનો ત્યાગ કર્યો એ નામમાત્ર છે?) નામ નહીં વસ્તુ એટલે, તેને જ નામ અપાય છે, એમ એટલે વસ્તુ આમ છે...(શ્રોતા- એ રાગનો ત્યાગ કર્યો એ નામ અપાય છે?) એ ત્યારે જ એને નામ અપાય છે, નહીંતર તો એને નામેય નથી, એમ કહે છે.
ઈ કાલે ઘણુ કીધું'તું બહુ ઝીણી લીધી'તી ૧૪૪, એક-એક શબ્દનો અર્થમાં ઘણું ઝીણુ ગયું'તું. પણ બપોરે બહુ ઝીણુ લીધું 'તું પુણ્ય પાપનાં ભાવ, શુભભાવ દુઃખને જાહેર કરે છે, પ્રેમવાળી સ્ત્રી જેમ પ્રેમીને મળવા જાય, એમ જેને શુભભાવનો પ્રેમ છે ને તે ત્યાં કરવા જાય છે, આચાર્યોનાં શબ્દો એકદમ મંત્રો છે એકદમ મંત્રો છે. થોડામાં ઘણું કહ્યું છે. થોડું લખ્યું થોડુ કહ્યું, ઘણું કરીને જાણજો. આહાહા! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એને ઘણાં નામ લાગુ પડે છે, એને પરમાત્મા કહેવાય છે, જ્ઞાનાત્મા કહેવાય છે, ૧૪૪ છેલ્લે છેલ્લી લીટી પ્રત્યજ્યોતિ કહેવાય છે, આ તો બધાં હજી સમ્યગ્દર્શન જ્ઞાનની દશાની વાત છે. પરમાત્મા કહેવાય જ્ઞાનાત્મા કહેવાય. આહાહા!
એ શ્રુતજ્ઞાનીને વિકલ્પ આવે, છતાં તેના પ્રત્યે ઉત્સાહનિવૃત્તી છે, આહાહા... ભગવાનને તો નયને જાણે છે ને? જાણે છે એનો અર્થ એને કયાં નય છે. પાઠ તો એવો આવે કે ભગવાન નયપક્ષને જાણે છે. એટલે કે જેમ બધું જાણે છે, એમ નયપક્ષ છે, તે જાણે છે એમ ત્યાં નહીં લેવું, એમ અહીંયા આત્મા પોતાનાં સ્વરૂપને અનુભવને કાળે તે વખતે એમ શબ્દ છે ને? તે વખતે નયપક્ષને બિલકુલ જાણે છે, એટલે કે છે નહીં એમ આ. આહાહા!
જેમ ભગવાનને શ્રુતજ્ઞાનના વિકલ્પો નથી, એમ પરમાત્માનાં ભાનમાં આવેલાની પર્યાયમાં પણ એ વિકલ્પો નથી. શ્રુતજ્ઞાનમાં વિકલ્પો નથી, શ્રુતજ્ઞાનની સમાધિ સુખ છે, વિકલ્પ છે તે તો આકુળતા છે, પણ શ્રુતજ્ઞાન સંબંધી ત્યાં સુખ છે. આહાહા! કેવળી નયપક્ષને જાણે છે ને, આયે જાણે છે, જાણેનો અર્થ ન્યાં નયપક્ષ નથી,ને આંહી પણ નયપક્ષ નથી. આહાહા ! સ્વભાવ સન્મુખ થયો એટલે કેવળ જાણે જ છે, જાણે છે એટલે? જાણવાની નયપક્ષની વિકલ્પ દશા છે અને જાણે છે, એમ નહીં. આહાહા ! એને નથી તેમ જાણે છે, આહાહા! તેને સમ્યગ્દર્શન જ્ઞાન નામ અપાય છે. આહાહા! શું શૈલી ! હવે અહીંયા આ મુદ્દાની વાત ન મળે ને ઉપરથી આ ક્રિયા કરો, ચારિત્ર પાળો, વ્રત પાળો, મુનિપણું લ્યો, આહા... અરે પ્રભુ તું હજી...
(શ્રોતા:- પાલીતાણામાં સાધુ ભગવંતોનાં ટોળે-ટોળા બીરાજે છે, પણ કોઇ આવી વાત