________________
૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જેણે રાગસહિત છે એમ જાણ્યું છે, તેનું કર્તા-કર્મપણું કદી નાશ પામતું નથી.” આહાહા ! શ્લોક તે શ્લોક છે ને. આહા ! જે જેનાં સ્વરૂપમાં નથી, એવાં રાગ ને મિથ્યાત્વને કરે છે, તે કર્તાકર્મ પોતાનું વિકલ્પ જે કરે છે, તેનો વિકલ્પનો નાશ કદી થતો નથી, કર્તા કર્મપણું કદી નાશ થતું નથી. આહાહા! મિથ્યાત્વ તે કર્તા ને મિથ્યાત્વ તે તેનું કર્મ. આહાહા!
ત્રિકાળી વિજ્ઞાનઘન પ્રભુ, એક સમયની ઉત્પાદ-વ્યયની સ્થિતિમાં જેની દૃષ્ટિ છે તે તેનાં ઉત્પાદ-વ્યયને કરે ને તે તેનું કર્મ-કાર્ય છે, કર્તાકર્મ ત્યાં છે. આહાહા ! સમજાય છે કાંઇ? એનું કર્તા-કર્મપણું પોતાનાં ઉત્પાવ્યય સિવાય બીજે નથી. જે જીવ વિકલ્પ સહિત છે, આહાહા... જેમ વિજ્ઞાનઘનનો નાશ કદી થતો નથી, તેમ મિથ્યાત્વનો કર્તાકર્મ પણાનો જે કર્તા થાય છે, તે તેનું કર્મ, એ કર્તાનું કર્તા કર્મપણું નાશ નહીં પામે. આહાહા! આમ ગુલાંટ ખાય તો આ નાશ પામતું નથી ને આમ ગુલાંટ ખાય તો આ નાશ નથી પામતું. આહાહા ! આવી ચીજ છે. જે જીવ વિકલ્પ સહિત છે, તેનું કર્તા કર્મપણું કદી નાશ પામતું નથી. આહાહા! જેમ ત્રિકાળી વિજ્ઞાનઘન પ્રભુ કદી નાશ પામતો નથી, એમ જે મિથ્યાત્વનાં અશુદ્ધભાવને કરે ને કર્તાને અશુદ્ધભાવ કર્મ,
ત્યાં સુધી તે વિકલ્પ સહિત છે, કર્તા-કર્મનો એનો નાશ થતો નથી. આહાહા ! જ્યાં સુધી તેની કર્તા-કર્મપણાં ઉપર બુદ્ધિ છે, એ કદી નાશ, કર્તા-કર્મપણાને નાશ નહીં પામે, એમાં રહ્યો છે ત્યાં સુધી નાશ નહીં પામે, એટલે ઈ તો ઈ જ થયુંને? આહાહા!
ભાવાર્થ-જ્યાં સુધી વિકલ્પભાવ છે, ત્યાં સુધી કર્તા કર્મભાવ છે. ભગવાન વિજ્ઞાનઘન ત્રિકાળી સત્તા સત્ છે, તેમાં તેની પર્યાયમાં જ્યાં સુધી રાગ એકત્વબુદ્ધિ છે, મિથ્યાત્વભાવ છે, ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે. જ્યારે વિકલ્પનો અભાવ થાય, ત્યારે મિથ્યાત્વના કર્તા કર્મપણાનો અભાવ થાય, ત્યારે કર્તા કર્મભાવનો પણ અભાવ થાય, મિથ્યાત્વભાવનો જ્યાં અભાવ થાય, ત્યારે જ તે મિથ્યાત્વ કર્તા ને કર્મપણાનો અભાવ થાય. આહાહા!
એક નાનો શ્લોક હતો પણ તેમાં આટલું બધુ ભર્યું છે. “વિકલ્પકઃ કર્તા વિકલ્પ, વિકલ્પકઃ” આહાહા! શરીર, વાણી, મન એ પણ ઉત્પા વ્યયવાળા છે ને? તે તેનાં કર્તા-કર્મ તેના તેનામાં છે, તો બીજાનાં કર્તા-કર્મપણામાં આત્માનું કર્તા કર્મપણું જરી પણ મદદ કરે છે એમ નથી. જેમ જીવનાં ઉત્પાદું વ્યયનાં મિથ્યાત્વનાં કર્તા કર્મપણામાં, બીજા દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ-વ્યયનાં મિથ્યાત્વનાં કર્તા-કર્મપણામાં બીજા દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદું વ્યય ધ્રુવવાળું ભલે હોય, પણ આનાં કર્તા-કર્મપણામાં એની મદદ નથી. આહાહા ! સમજાય છે કાંઈ? આવું ઝીણું છે.
આ તો કહે સામાયિક કરો, પોષા કરો, પડિકમણાં કરો, કરો, કરો, કરો..( શ્રોતા- કરોતિ ક્રિયા થઈ.) પ્રભુ, જ્યાં સુધી કરો કરો છે, ત્યાં સુધી કર્તા કર્મપણાનો નાશ નહીં થાય. અને
જ્યારે એ કર્તા-કર્મપણાનો નાશ પામે, ત્યારે એ કર્તા-કર્મપણાનો એક અંશ પણ ઉત્પાદવ્યયમાં નહીં રહે. આહાહા ! એટલે કે જ્યારે વિજ્ઞાનઘન, ભગવાન સત્તા મહાપ્રભુની એની સત્તાનાં સ્વીકારમાં જયાં આવ્યો, એટલે મિથ્યાત્વનું કર્તા-કર્મપણું નાશ થયું, મિથ્યાત્વનું કર્તાકર્મપણું નાશ થઇ ગયું, એટલે કે વિજ્ઞાનઘન ભગવાન આ તો હજુ સમ્યગ્દર્શનની વાત છે, ૧૪૪ મી છે ને આ. પાઠમાં ઇ છે ને સમ્યગ્દર્શન જ્ઞાન “વ્યપદેશ'નવરંગ વ્યપદેશે, નવરંગ શબ્દ છે, કેવળ એને નામ પમાય છે પ્રભુ. આહાહા !