________________
૪૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તે કરે છે. ત્યાં સુધી તે, જ્ઞાતાપણાની ખબર નથી, જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી આનંદ ને જ્ઞાનનું ચોસલું છે એ આખું, ધ્રુવ. એનો જ્યાં સુધી અસ્તિત્વનો અનુભવ થયો નથી, ત્યાં સુધી કરે છે, વસ્તુમાં કોઈ ક૨વાપણું છે નહીં પણ વસ્તુની ખબર નથી, એથી રાગનાં કે વિકલ્પનાં કે દયાદાનનો કોઈપણ વિકલ્પ ત્યાં કરે છે તે કર્તા છે. કર્તા છે ત્યાં સુધી કરે છે. અને “વેત્તિ સતુ કેવલમ્ વેત્તી” જે જાણે છે, તે કેવળ જાણે જ છે. વસ્તુ, જ્ઞાતા-દેષ્ટા જ્ઞાયક સ્વભાવ, એવું જ્યાં અંદર લક્ષ દૃષ્ટિ થઈ એટલે શાયકનો જ્યાં સ્વીકાર થયો, ત્યાંથી તે જાણનાર દેખનાર રહી ગયો, થઈ ગયો, આહાહા ! તેને પછી રાગાદિ હોવા છતાં, તેનો પોતાનાં અસ્તિત્વમાં રહીને, જાણનાર દેખનાર રહે છે. આહાહા ! આવી વાત છે.
જે જાણે છે, જ્ઞાયક સ્વભાવ, ત્રિકાળી જ્યાં દૃષ્ટિમાં આવ્યો. વસ્તુ છે. અસ્તિ, એ અસ્તિ તરીકે સત્તનું જ્યાં જ્ઞાન થયું, ત્યારે તો તે જાણનારો રહે છે. તેને રાગાદિ હોવા છતાં તેનું કર્તૃત્વપણું એમાં નથી એને, કેમકે જ્ઞાનભાવ, નિત્ય. નિત્યાનંદ પ્રભુ, એવા નિત્ય સ્વભાવને જ્યાં જોયો, જાણ્યો, એની દશામાં તો જાણવા-દેખવાનાં જ પરિણામ હોય. આહાહા ! જાણે છે તે કેવળ જાણે જ છે એમ. એમાં જરીયે રાગનો કર્તા (થતો નથી ). સમ્યગ્દષ્ટિ થયો શાયક સ્વભાવ, ધ્રુવ, ચૈતન્યદળ, એ જ્યાં દૃષ્ટિમાં આવ્યો, અને એનાં ત૨ફનો ઝુકાવ થયો, એથી પછી ગમે તે ભાવ આવે, શુભાશુભ એ પોતામાં તે કાળે પોતાને જાણવાની પર્યાયને અને તેને જાણવાની પર્યાયનો સ્વતઃ ઉત્પન્ન, સ્વતઃ સ્વયં સિદ્ધ થાય, એ રાગાદિ આવે વ્યવહારે શુભેય રાગ હોય, પણ તેથી એને, એને લઇને અહીં જાણવુ-દેખવું નથી, જાણવા દેખવાનો સ્વભાવ જ જ્ઞાતાપણાનાં સ્વભાવને જ્યાં જાણ્યો એટલે એની પર્યાયમાં સ્વપ૨પ્રકાશકની પર્યાય સ્વતઃ ૫૨ની અપેક્ષા વિના તે સ્વતઃ જાણવાની જ પર્યાય ઉત્પન્ન થાય છે. આહાહા ! આવું છે... ( શ્રોતાઃ- આમાં સુખ કયાં આવ્યું સુખ ) હૈં !( શ્રોતાઃ- સુખ કયાં છે ? ) દુઃખ કયાં છે દુઃખ, દુઃખ કયાંય નથી. ( શ્રોતાઃ- સુખ ) ઇ જાણવું એ સુખ છે.
ત્રિકાળી શાયક, ધ્રુવ શાયક, વસ્તુ, શાયક ધ્રુવ એ તરફ જ્યાં ઢળ્યો તો એને આનંદની જ પર્યાય પ્રગટ થાય છે, અહીં તો જાણવું-દેખવાની વાત લીધી છે ને ? કર્તા નથી ને જાણે છે, જાણે છે તે કર્તા નથી, ને કર્તા છે તે જાણતો નથી, એટલું સિદ્ધ કરવું છે ને ? પણ જાણવા ટાણે એને અનંત ગુણની પર્યાય પ્રગટ છે. આહાહા ! કેમ કે કેવળ જાણે જ છે, એનો અર્થ કે હું એકલો શાતા, જ્ઞાન, શાયકભાવ, એની જ્યાં અંદર સન્મુખતા થઈ, એથી જેટલાં ગુણો તેમાં છે, એટલાં બધાં ગુણોની એક સમયની પર્યાયમાં વ્યક્તપણે પ્રગટપણે, વેદનમાં આવે, અને એને લઇને જાણનાર–દેખનારનાં પરિણામને અને એનાં વેઠનારની અપેક્ષાએ રાગાદિ હોય, છતાં તે ૫૨ તરીકે, તેનું જ્ઞાન સ્વતઃ પોતાથી એની અપેક્ષા વિના પણ પોતાનું જ્ઞાન થાય. આહાહા ! સમજાણું કાંઇ ?
આવું છે છેલ્લાં શ્લોક છે ને ? જે જાણે છે. આહા ! એટલે કે પ્રભુ તું તો શાયક, શાયકનો ૨સકંદ છે ને. આહાહા ! વસ્તુ તરીકે તો શાયકનો રસકંદ છે, એ વસ્તુની સન્મુખતા થઈ, એથી તેને તો તેમાં જે છે તેનું જાણવું ને દેખવું એવું ઉત્પન્ન થાય. આહાહા ! દ્રવ્ય ને ગુણ એ શાતાદૃષ્ટા છે, એનાં સન્મુખથી પર્યાયમાં પણ તેનું જ્ઞાતા-દેષ્ટાપણાની પર્યાય પ્રગટ થતાં, તે કેવળ