________________
૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એનું જે અસ્તિત્વ છે, એને પરનાં અસ્તિત્વ સાથે કોઈ સંબંધ નથી, પોતાનો જે ઉત્પાદ– વ્યય ને ધ્રુવનું જેટલું અસ્તિત્વ છે, તે અસ્તિત્વમાં, ઉત્પાદવ્યયનાં મિથ્યાત્વભાવમાં કરનારો એ મિથ્યાત્વભાવ જ છે. સ્વભાવ સન્મુખ ન થયો, મહાપ્રભુ જોડે બિરાજે છે, આહાહા... પર્યાયને અંતર્મુખમાં અંતરાત્મા, પૂર્ણ–આત્મા, જ્ઞાયકભાવ, પરમ સ્વભાવભાવ બિરાજે છે, તે તરફનું લક્ષ છોડી, પામરનાં મિથ્યાત્વભાવમાં લક્ષમાં આવી, તે તેનું કર્મ, કર્તા ને તે તેનું કાર્ય બસ. આહાહા! પરદ્રવ્યની હારે કાંઇ સંબંધ નથી. પરદ્રવ્ય છે એ પણ ઉત્પાદ-વ્યય ને ધ્રુવવાળાં પદ્રવ્ય પણ તેનાં કાર્ય વિનાનો કોઇ દિ' નથી, તો તેનાં કાર્યથી આત્માનું કાર્ય થાય કે આત્મા પણ મિથ્યાત્વનાં કાર્યકાળે તે મિથ્યાત્વનું જ કર્તા છે, તેનું કાર્ય બીજો કોઇ કરે તો આ કાર્ય વિનાની દશા થઇ જાય છે, કાર્ય વિનાની દશા, એટલે પર્યાય વિનાનું દ્રવ્ય તે દ્રવ્ય જ હોઇ શકે નહીં. આહાહા !
વિકલ્પ જ કેવળ કર્મ કાર્ય છે, એ મિથ્યાત્વભાવ, ચિદાનંદપ્રભુનો સ્વીકારનો અભાવ અને અશુદ્ધતાનો સ્વીકારનો અભાવ, છે તો તેના અસ્તિત્વમાં પુણ્યભાવ તરીકે તે જ મિથ્યાત્વ તે જ કરનાર છે, ને તે જ મિથ્યાત્વ નામ અશુદ્ધભાવ તે તેનું કાર્ય છે. આહાહા ! અશુદ્ધતા છે તીવ્ર મિથ્યાત્વની માટે કોઈ કર્મનાં કોઇ નિમિત્તનું અનુભાગનું કંઇ જોર હતું માટે ત્યાં થયું છે, તેનું જરી પણ મિથ્યાત્વનાં કાર્યમાં તેની કોઇ પણ મદદ છે, એમ નથી. આહાહા !
(શ્રોતા - આવો શુદ્ધાત્મા પોતાની મેળે, કેવી રીતે ભૂલ કરે?) એ ભૂલ પોતે પોતાથી પોતે ભૂલ કરી છે, શુદ્ધાત્મા તો ત્રિકાળી છે, એ અનાદિ છે, ભૂલ કરી એ પણ અનાદિ છે, જો ભૂલ ન હોય તો આનંદનું વેદન જોઇએ. કેમ કે, એ તો ભગવાન આનંદસ્વરૂપ છે, અને તેનાં કાર્યને નહીં કરતાં, રાગને કરે છે એ સ્વતંત્ર કરે છે. ખરી રીતે તો એ મિથ્યાત્વ ને રાગ ષકારકપણે પરિણમતું કરે છે, જેને પરની અપેક્ષા તો નથી, પણ પોતાનાં દ્રવ્યગુણની અપેક્ષા જેને નથી. આહાહા ! એવું એ મિથ્યાત્વ કર્તા, અશુદ્ધ એનું કાર્ય તે ષકારકનાં પરિણમનથી થાય છે. અશુદ્ધ કર્તા, અશુદ્ધ કર્મ, અશુદ્ધ સાધન, અશુદ્ધ પોતા માટે કર્યું, અશુદ્ધથી થયું, અશુદ્ધનાં આધારે થયું. આહાહા ! તેથી એમ કહ્યું, વિકલ્પ જ કેવળ એનું કાર્ય છે, રાગ જ એનું કાર્ય છે, મિથ્યાત્વ જ એનું કાર્ય છે. આહાહા! ભારે કામ ભાઈ ! બીજા કોઈ કર્તા-કર્મ નથી. જરીએ કોઈ બીજાનાં અસ્તિત્વ અનંત છે, એથી એમાં કર્તા નથી.
એ તો ભાઈ આવ્યા'તા ત્યાં મુંબઇ, એક રામદાસ છે. પચાસ કરોડ, મોટી કંપની નામ શું કાંઇક છે? (કિલાચંદ) કિલાચંદ, પચાસ કરોડ, વિષ્ણુ છે, બૈરાઓ આપણાં જૈન છે, શ્વેતાંબર આવ્યા'તા કર્તા છે, કર્તા છે,દર્શન કરવા આવ્યા હતા નાળિયેર મુકયું, એક હજાર રૂપિયા મુક્યાં, મેં કીધું કર્તા છે તો એટલું સમજો, નરસિંહ મહેતાએ તો એમ કહ્યું કે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્હયો નહીં. ત્યાં તો આત્મા ઉપર મુકયો છે, જ્યાં લગી ઈશ્વર ને આત્મા જાણ્યો નહીં, એક વાત. અને જ્યાં લગી આત્મા તત્ત્વ ચિક્યો નહીં તે એમ સિદ્ધ કરે છે કે, તે એક તત્ત્વ સિવાય, બીજા તત્ત્વો પણ છે, ભલે આ સર્વજ્ઞની શૈલી પ્રમાણે ત્યાં નથી, ત્યાં તો એક ઓથે-ઘે જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્હયો નહીં. ત્યાં આત્મા સિવાય, બીજા તત્ત્વોને જાણ્યાં, બીજા તત્ત્વો છે. તારાં તત્ત્વ સિવાય ઈશ્વર તત્ત્વ છે એમ ભલે તું કહે પણ આને તેં જાણ્યું નહીં