________________
શ્લોક–૯૫
અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
શ્લોક-૯૫ ઉપર પ્રવચન
विकल्पकः परं कर्ता विकल्प: कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।।९५।।
૪૬૫
વિકલ્પક: મિથ્યાત્વનો વિકલ્પ ક૨ના૨, “કઃ” છે ને.. વિકલ્પકઃ છે, મિથ્યાત્વનો ક૨ના૨ એમ કહેવું છે. આહાહા ! સ્વરૂપ વિજ્ઞાનન પ્રભુ એનાં ત૨ફનાં ઝુકાવને છોડીને, મિથ્યાત્વભાવનો ક૨ના૨ો જ મિથ્યાત્વને કરે છે, આહાહા !વિકલ્પક: એ મિથ્યાત્વને ક૨ના૨ જ કેવળ મિથ્યાત્વ કર્તા છે. આહાહા ! એમ કહ્યું એમાં કે ઇ ભઈ, વિકલ્પ જે મિથ્યાત્વનો છે, એ કોઇ દર્શન મોહનીય કર્મ છે, માટે આ થયો છે, એમ નથી. એ વિકલ્પક: કર્તા, એ મિથ્યાત્વભાવ જ. આહાહા ! અશુદ્ધભાવ જ એનો કર્તા છે. અશુદ્ધભાવ અશુદ્ધભાવનો કર્તા છે, મિથ્યાત્વ એ મિથ્યાત્વનો કર્તા છે, એમ કહીને કંઇ કર્મ કોઇ કર્તા છે ને કર્મનો ઉદય આવ્યો આકરો એને માટે આ વિકલ્પ આવ્યો છે, ને મિથ્યાત્વ થયું છે, એમ નથી. આહાહા !
વિકલ્પ ક૨ના૨ જ મિથ્યાત્વ કરનાર જ, રાગ ને અશુદ્ધતાને પોતાની માનનાર, રાગ ચાહે તો શુભ હો.. એ તો બપો૨ે આવી ગયું છે ને એ તો દુઃખનાં વિજયને જાહેર કરે છે. શુભભાવ, પુણ્યબંધ થઇ સામગ્રી મળે, તેની તૃષ્ણા ત૨ફ ઢળે ને દુ:ખ ત૨ફ જ તેનો વેગ છે. આહાહા ! એ દુઃખને જાહેર કરે છે, શુભભાવ પણ દુઃખને જાહેર કરે છે, શુભભાવમાં દુઃખનો વિજય છે, પ્રભુનો એમાં પરાજય છે. આહાહા !
અહીંયા વિકલ્પ જ ક૨ના૨ છે એમ વિકલ્પ ક૨ના૨ જ એ મિથ્યાત્વ જ મિથ્યાત્વનો ક૨ના૨ છે એમ, કર્મને લઇને આ મિથ્યાત્વ કરનાર લઇને મિથ્યાત્વ થયું એમ નથી. આહાહા ! કા૨ણકે પોતાનું અસ્તિત્વ જ ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્તમાં જ એનું અસ્તિત્વ સમાઇ જાય છે. ઉત્પાદ–વ્યય એટલે પર્યાય ને ધ્રુવ એમાં જ એનું અસ્તિત્વ સમાઇ જાય છે, હવે એનાં અસ્તિત્વમાં પોતાની ભૂલ, પોતાથી થાય છે, એનાં અસ્તિત્વમાં એનાં અસ્તિત્વથી તેની ભૂલ પોતાથી થાય છે. આહાહા ! ૫૨ને ને એને કંઇ સંબંધ નથી, એમ કહે છે.
แ
વિકલ્પ કરનાર જ ‘જે’ છે ને ? કથંચિત્ કર્મ મિથ્યાત્વને કરે ને કથંચિત્ મિથ્યાત્વ મિથ્યાત્વને કરે એમ અનેકાંતથી કહે છે એ એમ નથી. એકાંત આમ છે તે જ અનેકાંત છે. મિથ્યાત્વ મિથ્યાત્વને કરે છે ને કર્મથી તે થતું નથી, એ અનેકાંત છે. આહાહા ! એટલું જોર છે “કઃ” શબ્દમાં, વિકલ્પક: આહાહા !વિકલ્પોનો ક૨ના૨ો જ કેવળ કર્તા છે. આહાહા ! કેવળ કર્તા, એકલો કર્તા, એ જ કર્તા, બીજો કોઇ કર્તા, કર્મ ? કે નહીં. આહાહા ! અને વિકલ્પકઃ કેવળ કર્મ, કર્તા લેવોતો ને એટલે વિકલ્પકઃ કર્યો હતો હવે એને કર્મ બનાવવું છે, કાર્ય એટલે પછી “કઃ” ની કાંઇ જરૂર નહીં. વિકલ્પ એક કેવળ કર્મ, મિથ્યાત્વ જ કેવળ કાર્ય છે. મિથ્યાત્વ જ કેવળ કાર્ય છે. આહાહા ! બીજા કોઇ કર્તા-કર્મ નથી, બીજું કોઇ કર્તા ને મિથ્યાત્વ કર્મ, એમ નથી. આહાહા!