________________
શ્લોક–૯૫
૪૬૭
ને એને જાણ્યું... આહાહા... એમ થયું ને એમાં ? ભાઈ, તમે શાંતિથી વિચાર કરો, પોતાનું અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ ઉત્પાઠ્યય અને ધ્રુવ એટલામાં જ સમાઇ ગયું છે. અત્યારે પણ અને ત્રિકાળ એની પોતાની ઉત્પાદ્બયની સત્તાની મર્યાદા સિવાય બહાર મર્યાદા એની જાતી નથી કોઇ દિ', એવાં ઉત્પાદ્, વ્યય ને ધ્રુવવાળું હવે એને તો ઇ ન બેસે, ઉત્પાદ્-વ્યય ને.
પણ અહીં તો કહે છે કે, ધ્રુવ તો છે, પણ અહીંયા એને ભૂલીને મિથ્યાત્વભાવ જે પર્યાયમાં કર્યો છે, તે સ્વતંત્ર કર્તા થઇને કર્યો છે. આહાહા ! સ્વતંત્ર કર્તા થઇને કર્યો છે ને સ્વતંત્ર કર્તા થઇને તોડી શકે છે. તોડી શકે છે, એ પણ એક કથન અપેક્ષા છે, સ્વભાવ સન્મુખ ઢળે છે એટલે એ ભાવ ઉત્પન્ન થતો નથી, તેને તોડે છે એમ કહેવું, એ કહી શકાય ઉપદેશની શૈલીમાં. આહાહા!
“સવિકલ્પસ્ય જ એ જે જીવ વિકલ્પસહિત છે, આહાહા ! જે જીવ નિર્વિકલ્પ ભગવાન વિજ્ઞાનનથી સંસ૨ણું ખસી ગ્યો છે, સંસ૨ણ ખસી ગયો છે, મિથ્યાત્વરૂપી સંસાર છે. આહાહા ! સ્વભાવ, વિજ્ઞાનઘન છે, તે મુક્ત સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ કહ્યું, મુક્ત સ્વરૂપ. એ પર્યાયમાં બંધભાવમાં રાગમાં આવ્યો, એ પણ સ્વતંત્રપણે રાગનો કર્તા થઈને કાર્ય કરે છે. આહાહા ! વાંધા છે આ બધાં ઘણાં... એ ક૨મને લઇને કાંઇક થાય, કરમ કાંઇક–કાંઇક કરે અંદર શેમાં કરે ઈ ? પોતાનાં અસ્તિત્વમાં કરે કે કો'કનાં અસ્તિત્વમાં કરે ? આહાહા ! બીજાનાં અસ્તિત્વના ઉત્પાદ્-વ્યયનું અસ્તિત્વ છે,અને આનું અસ્તિત્ત્વ ત્યાં જાતું નથી,ને આનું ઉત્પાદ્-વ્યય ત્યાં જાય તો આ ઉત્પાદ–વ્યય વિનાનું દ્રવ્ય, દ્રવ્ય જ રહેતું નથી, એ પોતાના જ ઉત્પાદ્, વ્યય ને ધ્રુવની સત્તામાં જ અનાદિ-અનંત પોતે છે. એ સત્તાને ભૂલીને ત્રિકાળી સત્તાને ઉત્પાદ્-વ્યય ભલે એ સત્તા એની છે, પણ તે અંશરૂપ સત્તા છે. ત્રિકાળી મહાસત્તા પ્રભુની તેને ભૂલીને, મહાપ્રભુ, ચૈતન્ય ભગવાન, ૫૨મેશ્વર પ્રભુ, આહાહા ! આપણે આવ્યું'તું આમાં વિજ્ઞાનઘન એક જ ભગવાન છે, પેલામાં આવી ગયું છે ૯૩ માં, વિજ્ઞાનએકરસ, ભગવાન આત્મા, છે ? વિજ્ઞાન એક ૨સ ભગવાન એવો જે ભગવાન, છે ? આ...હા...હા... એ તો વિજ્ઞાન૨સઘન ભગવાન સ્વરૂપે છે, એ પર્યાયમાં ભૂલ કરીને કા૨ણ કે બે માંથી એક તો હોય ને ? કાં એનું દ્રવ્ય વિજ્ઞાનઘન ઉ૫૨ લક્ષ હોય, કાં એનું વર્તમાન અંશ પર (લક્ષ ) હોય, સત્તા તો બે ય છે. એટલે કાં એનું લક્ષ ત્રિકાળી ઉ૫૨ હોય તો તો ભૂલ ન થાય, અને ભૂલેલો છે એનો અર્થ, એ વર્તમાન પર્યાયમાં એની સત્તામાં, એનાં અસ્તિત્વમાં, પૂરણ સ્વરૂપથી વિરૂદ્ધભાવ એવાં મિથ્યાત્વને પોતે સ્વતંત્રપણે કર્તા થઇને કરે છે. આહાહા !
( શ્રોતાઃ- પૈસા, દાન આપીને કેટલાંક કામ સુધારી દઈએ છીએ ) ધૂળેય સુધારતાં નથી, આ દાકતરો દવા-બવા કરીને સુધારતાં હશે એમ ને... ? આ દાકતર રહ્યાં ત્રણેય...વકીલો બીજાને જીતાવી દેતાં હશે ? આહા ! દરેક દ્રવ્યનું ઉત્પાદ્વ્યય ને ધ્રુવની સત્તામાં જ જેનો સમાવેશ છે. આહાહા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે, એની ઉત્પા–વ્યયમાં ભૂલ કરે અને ટાળે, ૫૨ને લઈને નહીં ને સ્વને લઇને નહી... ત્રિકાળીમાં નહીં. આહાહા ! આવું સ્વરૂપ છે. જે જીવ વિકલ્પ સહિત છે, જેમ ત્રિકાળી વિજ્ઞાનઘન છે, તેમ જે જીવ રાગસહિત છે, અને તે જ હું છું એમ માન્યું છે, આહાહા ! આમ પ્રભુ, ત્રિકાળી વિજ્ઞાનઘન છે, તે છે, તે તે રીતે જ છે. એનાથી વિરૂદ્ધ