________________
શ્લોક-૯૪
૪૬૩ પર્યાય સ્વાભાવિક પોતાના તરફ ખેંચે છે. આહાહા! રાગ, રાગ તરફ ખેંચાતું હતું, એક પછી એક પછી એક રાગ. આ રાગના લક્ષણને બંધ લક્ષણ જાણી, અંતર અબંધ સ્વરૂપ તરફનો ઝુકાવને ઢળતો ઢાળવાળો માર્ગ, એ બાજુ, સ્વભાવમાં ઢળતો માર્ગ, સ્વભાવમાં વળતો મારગ, એ મારગ, મારગને ખેંચીને અંદરમાં એકાગ્ર થાય છે. આહાહા ! આમ છે.
પોતે જ પોતાને ખેંચતો આ તો પર્યાયની વાત છે. દેષ્ટિ ભલે દ્રવ્ય પર છે, પણ પર્યાયમાં રાગથી ભિન્ન પડયો એ સ્વભાવની પર્યાય પોતે જ પોતાને ખેંચતો પોતાનાં વિજ્ઞાનઘન સ્વભાવમાં જોયું?એ ત્રિકાળ પોતે પોતાને ખેંચતો એ નિર્મળ પર્યાય છે, રાગથી ભિન્ન પડેલી. આહાહા !
એ આત્મા આનંદનો સાગર, અમાપ, ગુણનો ભંડાર, એનાં તરફથી ઝુકાવને લઇને, એની દશા તેના સ્વભાવ તરફ ખેંચાય છે. આહા!પર તરફનું જે ખેંચાણ રાગને પોતાનું જાણ્યું હતું, પોતાનું માન્યું હતું તે, તેથી તેમાં તેનું ખેંચાણ હતું. આહા! પોતાની મૌજુદગી, હૈયાતી, સત્તાનું સત્ત્વ, સનું સત્ત્વ, સત્ એવો પ્રભુ, એનું સત્ત્વપણું એટલે ગુણ ને અનંતાદિગુણ, એની દષ્ટિને લઇને, તે દૃષ્ટિનું જોર સ્વભાવ તરફ ખેંચે છે. આહાહા!
(શ્રોતા - શ્રુતની લબ્ધિ, દેશનાંલબ્ધિ..) :- હૈ.? એ લબ્ધિ-બબ્ધિ અહીંયા નહીં. એ દેશના–બેશનાં લબ્ધિ અહીંયા નહીં. એ તો કયાંય પરમાં ગઈ. દેશનાલબ્ધિથી થયેલું જે જ્ઞાન, તે પણ પરલક્ષી છે. આહાહા! અહીંયા તો પર તરફનાં, લક્ષનાં ઝુકાવમાં હતો. તે ગુલાંટ મારે છે પલ્ટો મારે છે કેમ કે પર્યાયને પલટવાનો સ્વભાવ છે, એ જ્યાં સ્વભાવ તરફ ઢળે છે, ત્યારે ત્યાં પલટો ખાઇને સ્વભાવ સન્મુખ, જુઓ પોતામાં પોતે પોતાને ખેંચતો એ દશા, પોતાનાં વિજ્ઞાનઘન એ ત્રિકાળ, પોતાનાં વિજ્ઞાનઘન એ સ્વભાવ, જેમાં વિકલ્પનો અવકાશ તો નથી, પણ જેમાં વર્તમાન જે પર્યાય એનાં તરફ ઢળે છે, એ પર્યાયનો પણ એમાં અવકાશ નથી. આહાહા ! એ તરફ પર્યાય ખેંચાય છે, પોતાનાં વિજ્ઞાનઘન સ્વભાવમાં આવી મળે છે. જેમ પાણીનાં પૂરમાંથી પાણી ખેંચાઇને વનમાં જતું હતું, ઢાળમાર્ગે પાછું નદીના પ્રવાહમાં વયું ગયું. એમ પ્રભુનો પ્રવાહ વિજ્ઞાનઘન છે. આહાહા ! જેમ નદીનું પૂર ચાલ્યું જતું હતું, એમાંથી પાણીનો થોડો ભાગ આમ નીકળીને વનમાં જતું હતું જઇને ઢાળમાર્ગે પાછું ભળી ગયું એમ ભગવાન વિજ્ઞાનઘન છે. (એનું જ્ઞાન) રાગનાં પરનાં માર્ગે ઢળી ગયેલું હતું, એને પોતે પોતાના સ્વભાવ તરફનાં રાગથી ભેદજ્ઞાન પડેલાં ભાવથી, તે ભાવ ખેંચતું ત્યાં પ્રવાહમાં ભળી ગયું, પાછું જે આમ બહાર હતું. ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, પાણીનો પ્રવાહ આમ હતો, આ ધ્રુવ પ્રવાહ, આહાહા. એમાં એ નિર્મળ પર્યાય એમાં ઢળી ગઈ, ભળી ગઈ, ભળી ગઇનો અર્થ? ઢળી ગઈ છે, કંઇ પર્યાય ને વિજ્ઞાનઘન એક થતાં નથી. પણ આમ જે વલણ ને ઝુકાવ હતો, ભેદજ્ઞાન વડે વિજ્ઞાનઘન સ્વભાવ તરફ મળી ગયો ઝુકાવ, એનું નામ આત્માનો અનુભવ છે. એનું નામ એ આવ્યું છે ને ગાથામાં એને સમ્યગ્દર્શન ને જ્ઞાન નામ પમાય છે.
વ્યપદેશમ્” નવરંગ વ્યપદેશમ્ શબ્દ છે. આહાહા ! એ ભગવાન પોતાનો વિજ્ઞાનઘન સ્વભાવ, તેમાં જે વર્તમાન પર્યાય આમ ઢળે છે, તે અનુભવ છે, એ અનુભવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, “વ્યપદેશ' તેવી સંજ્ઞા ત્યાં મળે છે, કે આ સમ્યગ્દર્શન ને જ્ઞાન; આમાં ચારિત્રની વ્યાખ્યા