________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એવો તે આત્મા, આત્માને આત્મામાં જ ખેંચતો થકોજેમ ઓલું પાણી, પાણીને ખેંચતું હતું ને ? પાણી ત૨ફ જતાં પાણી ખેંચતું'તું ને પાણી...એમ આ બાજુ આત્માને આત્મામાં જ અંદર એકાગ્ર થતો, ખેંચતો થકો એટલે અંદર લીન થતો થકો, જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને સવા નતાનુ૫તાન્—આયાતિ -સદા વિજ્ઞાનસ્વભાવમાં આવી મળે છે. આહાહા ! એ વિકલ્પ તરફના વલણને છોડી, જે વિજ્ઞાનનથી પર્યાયમાં ભ્રષ્ટ થયો હતો, તે જ પર્યાયને અંદરમાં વાળતાં, વિજ્ઞાન જ જેનો એક ૨સ છે, તેને વિજ્ઞાનથનરસ થઈ જાય છે, એને બીજું બાકી કાંઈ રહેતું નથી. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
૪૬૨
પ્રવચન નં. ૨૨૫ શ્લોક-૯૪-૯૫
રવિવા૨, વૈશાખ વદ-૨, તા. ૧૩/૫/૭૯
સમયસાર કળશ-૯૪ એનો ભાવાર્થ છે. જેમ જળ, જળનાં નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નિકળી, વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાનાં નિવાસસ્થાનમાં આવી મળે; એ દૃષ્ટાંત છે. તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી, જ્ઞાન ને આનંદ સ્વભાવ... એની રુચિ છોડી અને મિથ્યાશ્રદ્ધા, રાગાદિનો કર્તા અને મિથ્યાત્યાદિનું મારું સ્વરૂપ એમ મિથ્યાત્વાદિના ભાવે સ્વભાવથી બહા૨ નીકળ્યો, જ્ઞાન ને આનંદ સ્વભાવ, નિત્ય, સત્તા પોતાનું મૌજુદગી, અસ્તિત્વ આપનાર પ્રભુ, તેની સત્તાનો સ્વીકાર કર્યા વિના એકલો રાગાદિનો સ્વીકાર એ મિથ્યાત્વનાં માર્ગે, સ્વભાવનાં માર્ગથી છૂટી ગયો એ... આહા !
J,
મિથ્યાત્વનાં માર્ગે, સ્વભાવથી બહાર નીકળી, વિકલ્પોનાં વનમાં ભ્રમણ કરતો હતો. એક પછી એક વિકલ્પ રાગની વૃત્તિઓ, એમાં ભ્રમણ કરતો હતો... વિકલ્પરૂપ વનમાં ભ્રમણ કરતો હતો, આહા ! “ કોઇ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા ” આહાહા ! સ્વભાવ ચૈતન્ય કાયમ, નિત્ય ધ્રુવ અને રાગ પરલક્ષી, કૃત્રિમ, બંધ સ્વરૂપ, એમ બેનાં ભેદજ્ઞાનનાં લક્ષણ દ્વારા રાગનું બંધનું લક્ષણ રાગ, ભગવાન આત્માનું લક્ષણ જ્ઞાન, બેનાં લક્ષણભેદે, અંતર ભેદશાન કરી, ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો એટલે કે સ્વભાવની દૃષ્ટિ ને રુચિ થઇ, એ રુચિ જ પોતાને ખેંચે છે અંદર તરફ, પાણીમાં જેમ ભેગું ભળતાં પાણી પાણીને ખેંચીને ભેગું ભળી જાય છે, પછી પાણી, પાણીને ખેંચીને પ્રવાહમાં જાય છે, એમ સ્વભાવ, શુદ્ધ, પૂરણ સ્વભાવ, પ૨માત્મા, સત્તા સ્વરૂપ પ્રભુ, એની જ્યાં દૃષ્ટિ, ભેદજ્ઞાન થયું રાગથી એ પોતાનો સ્વભાવ જ પોતા તરફ ખેંચે છે હવે. ૫૨ ત૨ફથી છૂટી ગયો. સ્વ તરફનાં ઝૂકાવમાં, પોતાનો સ્વભાવ જ ખેંચતો થકો, એને ૫૨ની કોઇ મદદ ને અપેક્ષા રાગની વ્યવહારની નથી, એમ કહે છે. ( શ્રોતાઃ-ત્રિકાળી સ્વભાવ ખેંચે છે કે પર્યાય ) એ પર્યાય, પર્યાય.., ત્રિકાળી નહીં
પર્યાયમાં સ્વભાવનું રાગથી ભિન્ન પડયું, તો એ પર્યાય સ્વભાવ એવો છે કે સ્વતઃ ખેંચાય અને અંત૨ તરફ જાય છે. પર્યાયની વાત છે. પર્યાય એની તરફ ઢળે છે, પોતાનાં સ્વભાવને પોતે ખેંચે છે અંદ૨માં, જેને ૫૨ની કોઇ અપેક્ષા નથી. આહાહા ! રાગ કે વિકલ્પ કે દેવ ગુરુ ને શાસ્ત્ર એ પણ પરદ્રવ્ય છે. તેની પણ જયાં ( અપેક્ષા નથી ), રાગથી જ્યાં ભિન્ન ભેદજ્ઞાન થયું તે જ્ઞાનની