________________
૪૬)
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ બહારની પ્રવૃત્તિ બધી જે કરે છે માટે એની છે ને એનાથી છે એમ નથી. આહાહા! મોટા ગજરથ ને...વરઘોડા ને ફલાણા નીકળે આમ, વરસીતપ કરે તે મોટી ઘોડાગાડીને. કેટલાં માણસ બેસે માથે ને આમ ને. (ધમાધમ ) ઈ કહે છે કે ઈ તો તારામાં આવ્યું નથી કોઈ દિ'...તું ફક્ત, પર્યાયથી ચુત થયો છો. આહાહાહા ! (શ્રોતા-એટલો દોષ છે) એટલો દોષ છે, બીજું પરનું ને આ બધું ય તેં કર્યું ને મેં કર્યું એ બધુ કાંઈ છે જ નહિ. એ બધી કલ્પના તો તદ્ન મિથ્યા. આહાહા ! શરીરની ક્રિયાઓ અને વાણીની ક્રિયાઓ એમાં તો તું આવ્યો ય નથી ને તારાથી તે થયું ય નથી. અને એનાથી તું ભ્રષ્ટ થયો છે એય નથી. એ તો તારામાં નથી પછી પ્રશ્ન જ ક્યાં
છે?
ભગવાન પૂર્ણાનંદ ધાતુ-ધાતુ જે ઉત્પાદ-વ્યય-ધ્રુવ વસ્તુ એ ઉત્પાદ્રવ્યયમાં ચુત થઈ છે. ધ્રુવમાં શ્રુત થઈ નથી. ધ્રુવ તો ધ્રુવ જ છે, ભગવાન સ્વરૂપ ત્રિકાળ છે. આહાહાહા ! પર્યાયમાં અવસ્થામાં ટ્યુત થઈ છે. એથી કરીને પરનું કરે છે એમે ય નથી. આહા ! અને એ ચુત થઈ છે ઈ પરને લઈને શ્રુત થઈ છે, એમે ય નથી. આહાહા! શ્રુત થઈ છે માટે પરનાં કાર્યો કરે છે એમેય નથી અને ચુત થઈ છે માટે કર્મે બીજી ચીજે તેને ગ્રુત કરાવી છે (એમે ય નથી.) એથી કહ્યું ને જેમ પાણી-જેમ પાણી પોતાના સમૂહથી ટ્યુત થયું થÉનદીમાં...નદી ચાલતી હોય ને મોટી એમાંથી પાણી જરી આમ વનમાં વળી જાય-વનમાં વળી જાય નીચા ઢાળમાં, એ પાણી પોતાના સમૂહથી શ્રુત થયું થયું, દૂર ગહન વનમાં ભમતું-ગહન વનમાં એ પાણી નદીમાંથી ઢળતું ઢળતું વનમાં ચાલ્યું જાય આમ ને આમ કહે છે. ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા, એને તરત જ પાછું વાળવું એમ કહે છે. દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીનું વહેણ એ વનમાં હતું ત્યાંથી અટકાવીને એમ કહે છે. પોતાના સમૂહ તરફ બળથી જેની કોર નદી છે પ્રવાહમાંથી આવ્યું'તું ત્યાં પાછું એને વાળી દેવું. આહાહા ! પોતાના સમૂહુ તરફ બળથી વાળવામાં આવે, પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું, પાણીમાં; એના પાણીને લઈને ખેંચાતું પછી કોઈ બહારના જોરની જરૂર નહીં, એ પાણીમાં પાણી ભળ્યું તો એ પાણી, પાણીના જોરે હાલે પછી, એને લઈને ખેંચાતું, ખેંચતું-પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું, એ ઢાળ વાળ્યો એટલે જેની કોર નદી હાલી જાય છે એની કોર પાણી ખેંચાતું, ત્યાં ખેંચાઈ જાય છે. આહા ! પ્રવાહરૂપ થઈને-પછી પાણીમાં ભળીને પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે એ નદીનાં પૂર વહેતાં હોય એમાંથી નીકળ્યું'તું આમ જરી વનમાં, પાછું જઈને ત્યાં ભળી જાય. આહાહા !
તેવી રીતે, આ તો દષ્ટાંત થયો, આ આત્મા નિન–શોધાતુ વ્યુત: આહાહા ! પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત નિન-મૌધાતુ-વ્યુત: ભાષા તો એવી છે પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત થયો થકો-એનો અર્થ કે જે પર્યાય વિજ્ઞાનઘનસ્વભાવ જોઈએ તે તરફ નથી, એટલે વિજ્ઞાનઘનથી તો ટ્યુત થઈ છે મૂળ થઈ છે તો પર્યાય (ટ્યુત ), વિજ્ઞાનઘનસ્વભાવ છે એ કાંઈ ચુત થતો નથી. આહાહાહા! આ આત્મા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત થયો થકો, પર્યાયમાં હોં. આહાહા ! મૂરિ–
વિત્પનાન–દનેતૂરં–શ્રાપ પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં એટલા વિકલ્પની જાળું ઊભી કરે. આહાહા!