________________
શ્લોક-૯૪
૪૬૧ એક પછી એક, એક પછી એક, એક પછી એક વિકલ્પ, પૂણીમાં પૂણી સાંધે જેમ-૩ની પૂણી (કાંતતા કાંતતા) એક થઈ રહે ને બીજી જોડે (એ રીતે ) એ વિકલ્પની જાળ, જાળ હોં? છે ને! મૂરિ–વિવેકપંનીન–ાહને પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો, શરીરમાં ને પરમાં ભમતો એમ નહીં, શરીરમાં કે કર્મમાં કે પરમાં ભમતો એમ નહીં. આહાહાહા ! પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં, આહાહા.... ભગવાન આખો વિજ્ઞાનઘન ભગવાન તેના તરફની પર્યાયમાં શ્રુત થઈને, પર્યાયમાં એ વિકલ્પજાળ ગહન વન–એટલી વિકલ્પની જાળ ઊભી કરી કે જેમાંથી ગહનપણું-ગંભીરપણું ઊંડાણ ઊંડાણ હાલ્યો જ જાય વિકલ્પની જાળમાં. આહાહા! પ્રપુર– મૂરિ– વિત્પના–સાહન –ગહન, ગહન વન વિકલ્પની જાળ તે પણ પાર ન મળે. આહાહા !
ભગવાન વિજ્ઞાનઘનસ્વભાવ તરફ ઝૂકાવ છોડીને, પર તરફના ઝૂકાવના જાળના ગહન વનમાં ( વિકલ્પોથી) ત્યાં ભમી ગયો, વનમાં દૂર ભમતો થકો-વિકલ્પની જાળ, સ્વભાવથી ભિન્ન દૂર છે ને? વ્રત–તેને દૂરથી જ દૂરથી જ એટલે ત્યાં ન જાય ત્યાં પાછી વાળી લે
એમ કીધું વિકલ્પ આઘા, લાંબા ન જાય...પાછા વાળી લ્ય (એટલે કે) દૂરથી જ વિવે–નિમ્ન– નામના વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા-ભેદજ્ઞાન,આહાહા! વિવેકરૂપી ભેદજ્ઞાનનો ઢાળવાળો મારગ જેમ ઓલું પાણી ઢાળ માર્ગે નદીમાં હાલ્યું જાય તે એ વહેતું વહેતું નદીમાં હાલ્યું જાય, એમ વિવેકરૂપી ઢાળ-એ વિકલ્પથી ભિન્ન પડવાનો ભેદજ્ઞાનરૂપી ઢાળ(રૂપી) મારગ દ્વારા નિન–ગોવં–વનાત્ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ, બળથી વાળવામાં આવ્યો. આહાહા ! પર્યાયને. વિજ્ઞાનઘન તો છે ઈ છે. આહા...હા !
પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો, એટલે એમ કે પોતાના પુરુષાર્થથી કર્યું છે કામ. કર્મ કંઈ ઘટયું ને કર્મ કાંઈ મારગ આપ્યો ને...આમ એ નથી, એમ કહે છે. પોતાના બળથી પોતાના વિજ્ઞાનઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. જીવને આહાહા ! ત––સિનામું -કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને, આહાહા ! એ વિકલ્પનો જે રસ હતો તે પાછો વાળ્યો તે વિજ્ઞાનઘનના રસના રસીક જીવ. આહાહા! એ આનંદના રસના રસીલા જીવ અંદરમાં વળી ગયા કે' છે. આહાહા! કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા જીવ એટલે -એકલા વિજ્ઞાનઘનના જ રસીક, વિકલ્પમાત્ર નહીં, પર્યાયનો આશ્રય નહીં. આહાહા ! એકલા વિજ્ઞાનઘનના “જ” આ એકાંત કર્યું. (શ્રોતા-છ આવશ્યક ક્યારે કરવા ?) એ આવશ્યક આ. છ એ આવશ્યક આવી ગયા. અરે દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે તેય અઆવશ્યક (છે ). આવે છે ને “નિયમસાર'માં કાલે સજજાય આવી ગઈ હતી, દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણનો વિચાર કરે એ અનાવશ્યક અરે શુભરાગ આવે ભગવાનની ભક્તિનો એય અનાવશ્યક આવશ્યક નહીં. આવું છે.
વિજ્ઞાનg૨H: માત્મા, પણ કોને ? ત૬ સિનામ વિજ્ઞાનઘનના રસિલા પુરુષોને, વિજ્ઞાન-–૨: માત્મા, જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાનઘનના રસિલા પુરુષોને, વિકલ્પોને દૂરથી જ પાછા વાળીને, જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાનધનના રસિલા પુરુષોને, એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. આ એની પદ્ધતિ ને રીત છે.