________________
ગાથા-૧૪૩
૪૩૩ ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે-એ તો વિશ્વના સાક્ષી છે કેવળી. તેવી રીતે છે? છઠ્ઠી લીટી જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, તેવી રીતે જે શ્રુતજ્ઞાની આત્મા,
યોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનસ્વરૂપ વિકલ્પો, ઉત્પન્ન થતા હોવા છતાં, પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહનિવૃત થયો હોવાને લીધે ઓલામાં કેવળીને વિશ્વના સાક્ષીપણાને લીધે અને આમાં શ્રુતજ્ઞાન સ્વરૂપ વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં, પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે આ બેનો મેળ કર્યો. આહા ! ભગવાન તો ચોખ્ખા સાક્ષી છે, નીચે..નયપક્ષરહિત જીવ, આહાહા! શ્રુતજ્ઞાનથી ઉત્પન્ન થતા વિકલ્પો-વૃત્તિ-ભેદ, તેને પકડવાનો ઉત્સાહ નિવૃત થયો છે. એ વિકલ્પો છે તેના પ્રત્યે ઉત્સાહનિવૃત્ત થયો છે, આહાહા!એટલે જેમ કેવળી સાક્ષીપણાને લીધે છે તેમ આને વિકલ્પથી ઉત્સાહ નિવૃત્ત થયો છે. તેથી એ પણ અંદર સાક્ષીપણે છે. ઝીણી ગાથા છે.
શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનસ્વરૂપ વિકલ્પ, ભેદો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો છે. –ઉત્સાહનિવૃત્ત થયો હોવાને લીધે કેવળી વિશ્વના સાક્ષીપણામાં છે ત્યારે શ્રુતજ્ઞાની વિકલ્પને પકડવાના ઉત્સાહથી નિવૃત થવાને લીધે..આહાહા ! અનુભવ વખતની વાત છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે, વિકલ્પના પક્ષથી રહિત થાય છે. ત્યારે તેની સ્થિતિ કેવી છે, એનું વર્ણન છે. “પક્ષીતિકાન્ત” કિધો ને? એક બોલ થયો.
બીજો શ્રુતજ્ઞાનના અવયવભૂત કેવળીને પહેલી લીટીમાં શ્રુતજ્ઞાનના અવયવ-એવા વ્યવહાર ને નિશ્ચય એ શ્રુતજ્ઞાનનો અવયવ છે, શ્રુતજ્ઞાન અવયવી છે, વ્યવહારનય ને નિશ્ચયનય એનાં અંશો એના અવયવ છે. તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કોણ? કેવળી. શ્રુતજ્ઞાનના અવયયભૂત-શ્રુતજ્ઞાન અવયવી ને નિશ્ચય ને વ્યવહાર તેના ભાગ–અવયવ, એવા વ્યવહાર ને નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ એટલે કે એને છે નહીં ખરેખર, પણ આંહી તો કહે છે સ્વરૂપને જ કેવળ જાણે છે. વ્યવહાર-નિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કોણ? કેવળી. આહાહા ! સમજાય છે કાંઈ...?
કેવળજ્ઞાની ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત કારણે કે એને શ્રુતજ્ઞાન છે નહીં, તેથી તેના બે ભાગ વ્યવહાર-નિશ્ચયનય તેમને છે નહીં, તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે કે એટલે એને છે ને એને જાણે છે એમ નહીં. આહાહા ! જાણે છે બસ. શ્રુતજ્ઞાનમાં બે નયો છે, એ છે ને એને જાણે છે એમ નહીં, કેમકે નયો તો એમને છે જ નહીં એથી જાણે છે એમ કહેવામાં આવ્યું છે. ઝીણું છે ભઈ, આજની ગાથા. કાલે'ય આવ્યું'તું સવાર-બપોર ને આજે આ (ઝીણું તત્ત્વ છે ગાથાનું) હમણાં થોડાં માણસ છે આજ, ઓલાં બહાર ગયા છે ને બધાં. આહાહા !
કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત, શ્રુતજ્ઞાન જ નથી એને, એથી એના અવયવો જે વ્યવહાર ને નિશ્ચયનયના પક્ષો ય નથી એથી તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. એનો અર્થ ? એ નય છે અને જાણે છે એમ નહીં. (શ્રોતા:- નયનું આવું સ્વરૂપ છે તેમ તે જાણે છે.) એ સ્વરૂપ છે બસ એટલું જ, જ્ઞાનમાં જાણે છે બસ એટલું જ. જાણે છે જેમ બધાને જાણે છે એમ જાણે છે બસ એટલું, નયને જાણે છે ઈ જુદો એમ નથી. આહાહાહા ! તેમના સ્વરૂપને જ એમ શબ્દ છે