________________
ગાથા-૧૪૪
૪૫૧
આને અનુભવું છું એવો જે સૂક્ષ્મ વિકલ્પ એ પણ જ્યાં નથી, અત્યંત વિકલ્પ રહિત, બિલકુલ રાગરહિત. ઓહોહોહો ! ભગવાન આખોય એવડો જ છું. અત્યંત વિકલ્પ રહિત થઈને, એ રીતે વસ્તુનું સ્વરૂપ અત્યારે એમ છે એમ કહે છે.
અત્યંત વિકલ્પ રહિત થઈને, થઈ શકે છે એવું જ એનું સ્વરૂપ છે. આહાહાહા ! અરે.. ! અત્યંત વિકલ્પ રહિત થઈને, સમજાવવું છે તે શું સમજાવે ? તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં તત્કાળ નિજ આનંદ ૨સ, વિકલ્પ હતો ત્યાં દુઃખ હતું, શ્રુતનું છે ને આંઠીયાં-આકુળતા હતી ને અહીંયા નિજ૨સ હવે આનંદ આવ્યો. આહાહા ! એ શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરતાં, વિકલ્પ જાળમાં હતો ત્યારે તો આકુળતા ને દુઃખ હતું. આહાહા ! શ્રુતજ્ઞાનના વિકલ્પો એ પણ આકુળતાને દુઃખરૂપ છે પ્રભુ ! આ તો શુભભાવ સાધારણ જે શુભભાવ, એની તો શું વાત કરવી. આ તો શ્રુતજ્ઞાનના વિકલ્પો એય આકુળતા ને દુઃખરૂપ છે. આહા ! એને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં, ભગવાન વિકલ્પથી રહિત થયો, શ્રુતજ્ઞાનના વિકલ્પથી રહિત થયો, ત્યાં ભાવશ્રુતજ્ઞાન પ્રગટયું, નિજરસ-પોતાના આનંદના રસથી જ, નિજરસથી જ એમ. કોઈની પણ મદદ વિના. આહાહા !
તત્કાળ નિજ૨સથી જ, પોતાના સ્વભાવના સામર્થ્યના રસથી જ પ્રગટ થતાં...આહાહા ! આદિ મધ્ય અંત રહિત ભગવાનનું અંદર સ્વરૂપ અંદર એને આદિ નથી, એને મધ્ય નથી, એને અંત નથી એ તો છે, છે, છે. આહાહા ! આદિમધ્ય-અંત રહિત પ્રભુ છે અંદર (નિજાત્મા ), આદિ મધ્ય–અંત રહિત, અનાકુળ, એ અને એકલો આનંદ-આનંદ અનાકુળ છે. કેવળ એક, આહાહા ! એકલો ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા, આખાય વિશ્વના ઉપ૨ જાણે કે ત૨તો હોય એ તો સમજાવે છે વિશ્વ ઉ૫૨ તરે છે એવો ત્યાં ભેદેય ક્યાં છે ત્યાં, ઉ૫૨ તરે છે એટલે જુદો પડી જાય છે એટલે વિશ્વ ઉ૫૨ તરે છે એમ કહેવામાં આવે છે. બાકી વિશ્વ ઉપ૨ તરું છું ને ભિન્ન છું એનાથી જુદો છું એવોય વિકલ્પ ક્યાં છે ત્યાં. આહાહા !
આદિ મધ્ય અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉ૫૨ જાણે કે ત૨તો હોય ઉ૫૨ જ એકલો રાગ ને સંસારનો આખો ભાવ ચૌદ બ્રહ્માંડ, એનાથી જુદું તરતું ચૈતન્યતત્ત્વ ભિન્ન. આહાહા ! બહુ વાત સારી આવી ગઈ.
તેમ અખંડ પ્રતિભાસમય અખંડ પ્રતિભાસમય, પ્રતિભાસમય છે તેવો જ્ઞાનમાં ભાસ થયો છે. પ્રતિભાસમય, છે તેવો જ્ઞાનમાં ભાસ થયો ‘પ્રતિભાસ’ થયો છે એવો જાણવામાં આવ્યો. આહાહા ! અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન-અનંત અનંત જેની હદ નથી એવું સ્વરૂપ જેનું–સ્વભાવ જેનો અમર્યાદિત અનંત વિજ્ઞાનઘન પ્રભુ પરમાત્મારૂપ. લ્યો, આંહી તો ૫૨માત્મારૂપ કહ્યું. આહા ! હજી તો સમ્યગ્દર્શન-શાન નામ અપાય છે એ આને. આહા...હા ! ભગવાન આત્મા કહેતા એ એકવા૨ કોક એમ કહેતુ એ તો ભગવાન આત્મા કહે છે. અહીં તો કહે છે વિજ્ઞાનન, ૫રમાત્મારૂપ સમયસારને જ્યારે આ આત્મા અનુભવે છે જ્યારે આત્મા અનુભવે છે, તે વખતે જ તે કાળે જ આત્મા સમ્યક્ષણે શ્રદ્ધાય છે. એ વેળા પહેલાં શ્રદ્ધે છે ને વિકલ્પથી નિર્ણય કર્યો છે માટે સાચી શ્રદ્ધા છે ( એમ નથી ). તે વખતે જ આત્મા સાચી રીતે શ્રદ્ધાય છે. ત્યારે જ સાચી રીતે શ્રદ્ધાય છે. ત્યારે જ સાચી રીતે જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ( શ્રોતા::- પ્રમાણ વચન ગુરુદેવ )