________________
ગાથા-૧૪૪
૪૫૩ અસ્તિત્વ પણ તારામાં છે. પણ બેનાં અસ્તિત્વમાંથી ઉત્પાવ્યયનું અસ્તિત્વ જે છે એ પરતરફના વલણવાળું છે અનાદિથી, એને આગમજ્ઞાનથી એને આત્મા તરફ લાવ! આહાહા ! પછી, વિકલ્પને મટાડી એ ઉત્પાવ્યય ને ધ્રુવમાં ભેળવી દે, ભેળવી દે એટલે ત્યાં મેળવી દે, ત્યાં દૃષ્ટિ સ્થાપ. આહાહા !
એ એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, ભેદનોય નહિ, જ્યાં રાગનો નહિ, એક અખંડ “પ્રતિભાસ” -જ્ઞાનની પર્યાયમાં આખું પ્રતિભાસ' થાય, આખો આત્મા એનો અનુભવ કરવો. આહાહા ! અનુભવ કાંઈ દ્રવ્યનો થતો નથી, પણ એ અખંડ એક જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થયો” આખી ચીજ છે, એ પર્યાયમાં અનુભવ થાય, એ અખંડ એકનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. આહાહા ! આવું ઝીણું.
(કહે છે) એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ “સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન” એવાં નામ પામે છે. આહાહા ! જ્ઞાયકભાવ જે છે-અસ્તિત્વનાં તો અંશો ત્રણ છે એનાં, ઉત્પા વ્યય ને ધ્રુવ. પણ જે ધ્રુવ જ્ઞાયકભાવ જે ધ્રુવ છે, ધ્રુવ તરીકે તો પરમાણુય છે. આ ધ્રુવ તો જ્ઞાયકભાવ છે આ. એ જ્ઞાયકભાવ તરફના વિકલ્પના લક્ષને છોડી દઈ, આ બાજાને એ બાજુ વાળી દે. એવો એક અખંડ જ્ઞાયક સ્વભાવનો, પર્યાયમાં “પ્રતિભાસ થઈને અનુભવ કરવો, દ્રવ્ય એ કાંઈ પર્યાયમાં આવતું નથી, પણ પર્યાયમાં પ્રતિભાસમાં આખી ચીજ જેવડી છે તેનું જ્ઞાન થાય છે. આહાહા! તેનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન. હવે આ તો મુદ્દાની પહેલી રકમની વાત છે. આ વાત વિના પાધરા (સીધા) વ્રત ને તપ ને ચારિત્ર ને બાપુ ક્યાંથી આવ્યા ઈ? તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવાં નામ પામે છે. એટલે એને જ ખરેખર તો નામ મળે છે. આહાહા ! જે અખંડ જ્ઞાયકભાવ સરૂપે છે પરિપૂર્ણ એવા અખંડ એક પરિપૂર્ણનો, જ્ઞાનની પર્યાયમાં ભાસ થઈને અનુભવ કરવો તે જ એકને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એને નામ મળે છે.
આ તો ધ્યાનની વાત છે. હેં? આત્મા જ્ઞાયકસ્વરૂપ, (શ્રોતા:- કોઈ ઠેકાણે કહે શુદ્ધઉપયોગ કરે કોઈ ઠેકાણે કહે આત્માનો અનુભવ કરે) એનો અર્થ જ ઈ. જ્ઞાયક તરફના વિકલ્પમાંથી છૂટીને ધ્યાનમાં જ્યાં જાય છે ત્યારે તેનો અનુભવ થાય છે. આહા ! આવી ચીજ છે. જનમ મરણ રહિત થવાની તો આ રીત છે. બાકી બધી વાતું ગમે તે કરે, સાધુપણું તો હજી ક્યાં છે. આ તો હુજી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન, બેની વાત છે. ચારિત્રની તો અહીં હજી વાતેય નથી. આહાહા ! (શ્રોતા પહેલાંની વાત છે ને!) પહેલી જ છે વાત આ. ચોથા ગુણસ્થાનની આ વાત છે. આહાહા! અખંડ, એક, આનંદનો નાથ પ્રભુ, અનંત અનંત જેમાં શક્તિઓ અને જેની શક્તિઓનો સ્વભાવ જેનો અપરિમિત એવું એ અખંડ તત્ત્વ જે છે, ઈ એકરૂપ છે. એમાં પર્યાયનો પણ જેમાં ભેદ નથી, એવા અખંડને અનુભવવો એટલે પર્યાયમાં એનો અનુભવ થવો, એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન, એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી.
એ ત્રિકાળી જ્ઞાયક ભાવનું અસ્તિત્વ, ઉત્પાદ-વ્યયનું અસ્તિત્વ તો ક્ષણિક છે, એ ઉત્પાદવ્યયમાં વિકલ્પો ઊઠે છે એ બધાં પર તરફનાં ઉપાધિવાળા ભાવ છે. એનું મૂળ અસ્તિત્વ તો ત્રિકાળી જે છે ધ્રુવ, તેનાં ઉત્પાદ-વ્યય એ છે એ પણ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વની