________________
૪૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એને, નિર્વિકલ્પ ભાવને પામતો “ય: સમયસ્થ સાર: ભાતિ' આત્માનો શુદ્ધ આત્મા પ્રકાશે છે, ભાતિ નો અર્થ કર્યો. “ય: સમયસ્થ સાર: ભાતિ' -ત્યાં સમયસાર એટલે આત્મા શુદ્ધચૈતન્યઘન, ભાતિ –પ્રકાશે છે. આહાહા ! : સમયસ્થ સાર: ભાતિ આકરું કામ બહુ ભાઈ. આહાહા !
લોકોને, પહેલી વસ્તુની શરૂઆત વિના ઉપરની બધી વાતું. વ્રત ને તપ ને, અભિગ્રહ ને, આહાહા ! આ મૂળ ચીજ જે આત્મા આવો છે, ઈ ઓલામાં ન આવ્યું ૧૭, ૧૮ માં એમ કે આત્મા આવો જાણો છે ને માન્યો છે, કે માનવામાં એમ આવ્યું છે કે આમાં ઠરીશ એટલી અશુદ્ધતા જશે. કર્મ ટળશે. આહાહા ! ઈ એની ક્રિયા ઈ શ્રદ્ધામાં એમ આવે છે. આહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ દૃષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં ભાસે છે પૂરણ જ્યારે, તે ભાસેલી ચીજમાં ઠરવું છે એ શ્રદ્ધા-સમકિત એમ માને છે. સમકિત થતાં એને એમ થાય છે કે “આ શુદ્ધચેતન્યમાં જેટલું આનંદમાં ઠરીશ, એટલું કર્મ અથવા અશુદ્ધતા ટળશે.” –કોઈ અપવાસ, બપવાસ કરીશને આટલાં અપવાશ કરીશને છ મહિનાનાં ફલાણા કરીશને આટલું પ્રાયશ્ચિત લઈશ તો એવું નથી એમાં કાંઈ. આહાહા !
આ સમયસાર આત્માનો સાર એટલે શુદ્ધાત્મા, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, વિકલ્પ રહિત, રાગના આશ્રય રહિત, ત્રિકાળી ભગવાન શુદ્ધચૈતન્યઘન એવો ‘સમસ્યસાર: ભાતિ' સાર તે ભાતિ એવો શોભે છે, પ્રકાશે છે, –અનુભવમાં આવે છે. આહાહા ! હીરાલાલજી? આવી વાત છે. તમારો રોકાણો છે આંહી સાંભળવા, રાજેષ, રોકાણો છે સાંભળવા. આહા ! આવી ચીજ છે.
તે સમયસાર સ US: તે આ સમયસાર શુદ્ધ આત્મા નિમ્રતે: સ્વયં માસ્વાદ્યમાન:નિશ્ચળ એટલે ચિંતા વિનાના પ્રાણીથી નિમૃત: ચળાચળ વિકલ્પથી રહિત એવા નિમૃત: પુરુષોથી, આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. –સ્વયં આસ્વાધમાન છે અને આનંદના આસ્વાદ માટે કોઈની અપેક્ષા નથી. આહાહા !
આ તો હજી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનની વાત ચાલે છે. હવે એને કોઈ એમ લઈ લ્ય કે આ તો કોઈ એલ.એલ.બી ને એમ.એ.ની વાત છે. આહાહાહા !
નિભૂત પુરુષો વડે (એટલે) ચંચળતાના વિકલ્પ વિનાના પુરુષ વડે, આહા! એવા આત્મા વડે-પુરુષ એટલે આત્મા, એ વડે સ્વયં-અતીન્દ્રિય આનંદના આસ્વાધમાન લેવાય છે. આહાહા!-અતીન્દ્રિય આનંદનો અનુભવ નિકૃત પુરુષો વડે, આહાહાહા ! ચંચળતાના વિકલ્પો વિનાના પુરુષો વડે આસ્વાદ લેવાય છે. આહાહા!
તે વિજ્ઞાન એક રસ ભગવાન, હજી તો ચોથા ગુણસ્થાનની વાત કરે છે ને ત્યાં પ્રભુને ભગવાન કીધો, એ આકરું લાગે માણસને, બાપુ! ભગવાન જ છો-પરમેશ્વર છો. એ આડત્રીસ ગાથામાં આવ્યું ને પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે.
એક સમયની પર્યાયની પાસે જ પડયો છે પ્રભુ! ઉત્પાદની જે પર્યાય છે એની અંદરમાંઅંતરમાં પાસે પડ્યો છે બહારમાં નહીં. એક સમયની પર્યાયમાં-ઉત્પાક્ની પર્યાયમાં..અંતમાં જોતાં ભગવાન ત્યાં સમીપમાં જ પડ્યો છે. આહાહાહા