________________
શ્લોક–૯૩
૪૫૭
એવો વિજ્ઞાન એક ૨સ ભગવાન, આહાહા ! વિજ્ઞાન જ જેનો એક ૨સ છે–વિજ્ઞાન જ જેનું એક સ્વરૂપ છે, વિજ્ઞાન જ જેનું એકલું તત્ત્વ છે. વિજ્ઞાન ‘જ' –કથંચિત્ વિજ્ઞાન છે ને કથંચિત્ અલ્પજ્ઞતા છે, કે બીજું છે એવું કાંઈ છે નહીં. એકાંત વિજ્ઞાન ‘જ’ વિજ્ઞાન ‘જ' એકલો... વિજ્ઞાનઘન જે રસ-વિજ્ઞાનનો જ જેનો ૨સ છે. એવો ભગવાન છે. એવો આ આત્મા ભગવાન છે. નિર્વિકલ્પમાં અનુભવ થતાં, તે વિજ્ઞાન૨સ તેનું એક સ્વરૂપ છે એવો એ ભગવાન છે. આહાહાહા !
વિજ્ઞાન ‘એક રસ ’ –ભેદ નહીં અખંડ એકરસ આખો પ્રભુ ! આહા...હા ! અનંત...અનંત... અનંત...અનંત...અનંત વિજ્ઞાન સ્વભાવ જેની મર્યાદા નથી, પરિમિતતા નથી, હ્રદ નથી એવો બેહુદ ભગવાન જેનો વિજ્ઞાન એક ૨સ છે. આહાહાહા! એવો એ ભગવાન છે. ચોથા ગુણસ્થાનવાળો અનુભવ કરે ત્યારે કહે આવો વિજ્ઞાન એક ૨સ ભગવાન છે, એમ કહે છે. આહાહા ! આવી વાત લ્યો.
એમ પુખ્ય: પુરાન: પુમાન –આ પુણ્યનો અર્થ પવિત્ર છે. એ પુણ્ય જે બપોરે કહેવાયું તે શુભઉપયોગ ને દુઃખનો વિજય ને એ નહીં, આ પુણ્ય એટલે પવિત્ર ભગવાન એકલા પવિત્રતાના ગુણોનો પિંડ પ્રભુ છે. એકલા પવિત્રતા, અનંતગુણના પવિત્રતાનો ૨સકંદ છે. આહા ! આત્મા એટલે શું ? આહાહા ! જેની પાસે સિદ્ધભગવાનની પર્યાય પણ જ્યાં તુચ્છતા ગણાય. આહાહા ! એવો જે ભગવાન આત્મા પવિત્ર, એક વાત. ‘પુરાણ’, અનાદિનો છે કહે છે. આહા !
તને, જણાણો એટલે એમ લાગે કે આ અત્યારે પણ એ અનાદિનો ભગવાન એવો છે જ. આહાહા ! ખ્યાલમાં આવ્યો ત્યારે તને લાગ્યું કે આ છે પણ ઈ તો અનાદિનો એવો હતો જ– હતો એવો તને અનુભવમાં આવ્યો છે. આહા ! શું કળશ ! આહાહાહા ! અમૃત રેડયાં છે, અમૃતચંદ્રે તો, આહા...હા ! હવે એમાંય દોષ કાઢે કેટલા ’ક તો કિલષ્ટ ભાષા છે ને ઢીંકણું છે ને ફલાણું છે ને, કોણ, અમૃતચંદ્રાચાર્ય ચાલતા સિદ્ધ છે. આહા ! હશે જ્યારે ભરતક્ષેત્રમાં એક હજાર વર્ષ પહેલાં...આહાહા ! એ પુરુષ પવિત્ર છો પ્રભુ તું, તું પુરાણ છો, પુરાણો છે, નવો નથી એ તો જુનો અનાદિનો...અનાદિ... અનાદિ...જેની ક્યાંય આદિ નથી એવો તું પ્રભુ પુરાણ છો. આહાહા ! એવા મહાપ્રભુના અસ્તિત્વને અનુભવ.... તેમાં તને આત્માના, આનંદનો સ્વાદ આવશે...અને ભવનો અંત આવશે... ભવ નહિ હવે...આહા ! પુરાણ પુરુષ છે એ અનાદિ આત્મા છે. જ્ઞાનં વર્શનમ્ અપિ અયં –તેને જ્ઞાન કહો, ત્રિકાળી હો જ્ઞાયક, જ્ઞાન, ધ્રુવ, જ્ઞાન પારિણામિક ત્રિકાળી ૫૨મ પારિણામિક સ્વભાવ એવો જ્ઞાન, એને દર્શન કહો, તે આ સમયસાર જ છે. આહાહાહા ! ‘અથવા ર્િ' અરેરે ! વધારે શું કહીએ ? આહાહા !
યત્ વિષ્વન અપિ અયન : જે કાંઈ છે તે આ એક જ છે, એના નામ ભલે જુદાં જુદાં પાડો કે આ જ્ઞાન ને આ દર્શન ને આ આનંદ ને સત્તા, અસ્તિત્વ ને વસ્તુત્વ ને...સ્વચ્છત્વ ને... પ્રભુત્વ ને એ નામ પાડો ગમે તેટલા પણ વસ્તુ તો તે અખંડ એક છે. જે છે ઈ એક જ છે. આહાહાહા ! ‘યત્ ધ્વિન ગપિ ઞયમ !' જે કાંઈ છે તે આ એક જ છે. માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે. આહાહાહા ! બહુ સરસ કળશ આવ્યો.
એનાં જ્ઞાનમાં નિર્ધાર તો કરે આવું, જ્ઞાનમાં આવો નિર્ધાર કરે કે આ વસ્તુ, પૂરણ ધ્રુવ