________________
શ્લોક-૯૩
૪૫ ૫.
શ્લોક-૯૩ ઉપર પ્રવચન आक्रामन्नविकल्पभावमचलं पक्षेर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरस: स एष भगवान्पुण्य: पुराण: पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंच्यनैकोऽप्ययम्।।९३।। आक्रामन्न विकल्प भावम अचलं पक्ष यानां विना, सारो यः समयस्य भाति - સમયસ્ય ભાતિ, શુદ્ધ ભાસે છે કહે છે. સમયસાર ભાતિ નિમૃતૈ એ તો નિભૂર્ત નિશ્ચિત પુરુષને નિમૂર્ત સ્વામીનું સ્વર્ય, વિજ્ઞાન રસ + એષ ભ|વીન પુષ્ય-આંહી તો હજી સમ્યગ્દર્શનજ્ઞાનમાં “ભગવાન” આવ્યો આ તો ઓલા ભગવાનનું નામ પડે ત્યાં રાડ પાડે છે ભગવાન આત્માને કહે છે અરે ભગવાન અત્યારે હોય? અરે, ત્રણે કાળે હોય અત્યારે શું સાંભળને હવે ! વસ્તુ તારી દૃષ્ટિ જ ઊંધી છે, એ તો અત્યારે ભગવાન જ છે. તને જ્યારે દૃષ્ટિમાં આવે ત્યારે “છે' એમ માલૂમ પડે, દૃષ્ટિમાં આવ્યા વિના...છે તો છે ભગવાન જ છે. આહા...હા ! નયોના પક્ષો રહિત છે? અચળ નિર્વિકલ્પ ભાવને પામતો, આહા....હા! (શ્રોતા- ઈ શ્લોક અધૂરો છે) એ શ્લોક થઈ ગયો આપણે મગજમાં. વિજ્ઞાનમેરસ સ શેષ માવાન પુરાણ પુમાન, જ્ઞાન ટર્શનમય મિથવા યવિષ્યને વ્યય—પ્રભુ એ છે. આહાહા ! જે કોઈ કહો તે પ્રભુ એ છે. આહાહા ! એને બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, શિવ કહો, પરમાત્મા કહો, અરિહંત કહો. આહાહા !
(કહે છે) નયોના પક્ષો રહિત એનો અર્થ હવે, આવનં વિન્ય ભાવમ -નયોના પક્ષમાં જે હું આવો છું ને તેવો છું એવી વૃત્તિઓનો, વિકલ્પનું ઉત્થાન થાય છે, તેને રોકીને, એ તો આવ્યું તું ને કંઈક, એની મેળાએ થાય છે. પહેલાં ક્યાંક આવ્યું તું ને કળશમાં આવ્યું'તું. (શ્રોતા:- વિકલ્પ જાળ) વિકલ્પની જાળ પોતાની મેળે, નહિ ક્યાંક છે ને ક્યાંક નહોતું આવ્યું? પોતાની મેળે થાય છે એમ કે બધું યાદ રહે છે કાંઈ શ્લોક યાદ રહે છે કાંઈ...વિકલ્પ જાણે એની મેળાએ થાય છે. એનો અર્થ કે એ વસ્તુમાં નથી એમ. પહેલાં આવ્યું'તું. (શ્રોતાઃ- નેવું કળશમાં
છે.)
નેવું (મો) કળશ, આ આંહી કળશ (ટીકા) છે ને? ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે - જુઓ! શ્લોકાર્થ, એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો સ્વેચ્છા' “આપોઆપ ઊઠે છે... આહાહા ! એટલે? કે જેમાં વિકલ્પ છે જ નહીં, અધ્ધરથી, અધ્ધરથી ઉત્પન્ન થાય છે. આહાહા! જેનાં અસ્તિત્વમાં દ્રવ્યગુણપર્યાયમાં એ (વિકલ્પો) છે જ નહીં. આહાહાહા ! એ પર્યાય એટલે કારણ પર્યાય એ ત્રિકાળી (પર્યાય ) દ્રવ્યગુણપર્યાય છે એમાં તો વિકલ્પ ઉત્પન્ન થાય એવું સ્થાન જ નથી. સ્વેચ્છા' એની મેળાએ ( વિકલ્પ) ઉત્પન્ન થાય છે. આહા ! પરનું લક્ષ કરે છે તેથી સ્વભાવમાં નથી, એવા સ્વેચ્છાએ એની મેળે એ વિકલ્પ ઉત્પન્ન થાય છે. આહા !