________________
૪૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫
પ્રવચન નં. ૨૨૪ ગાથા-૧૪૪ તથા શ્લોક-૯૩
શનિવાર, વૈશાખ વદ-૧, તા. ૧૨/૫/૭૯ સમયસાર ૧૪૪, એનો ભાવાર્થ :- આત્માને પહેલાં આગમજ્ઞાનથી, એટલે ભગવાને કહેલાં શાસ્ત્રજ્ઞાનથી, જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને, વાત તો એ છે કે પોતે ઉત્પાદ, વ્યય ને ધ્રુવએટલો સત્ છે આત્મા. એમાં ઉત્પાદ-વ્યય તો પર્યાય છે, એ પર્યાયમાં પર તરફનું લક્ષ છે, તો પર તરફનું લક્ષ હોવાથી પહેલું આગમથી જ્ઞાન કરવું એમ કહે છે. આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ, આત્મા ચૈતન્ય ધ્રુવ, એ તો જ્ઞાયકસ્વરૂપ છે. એ ઉત્પાવ્યયની પર્યાય, એને-ત્રિકાળનેજ્ઞાયકસ્વરૂપ તરીકે જાણે છે. સત્ તો બેય સત્ છે. ઉત્પાદુ વ્યય છે તે સત્ છે, (પોતામાં છે ને) પરની હારે કોઈ સંબંધ નથી. ઉપજે-વિણસે એવી પર્યાયનું અસ્તિત્વ પણ ક્ષણિક અને સમય પૂરતું છે. અને આખું તત્ત્વ છે એ મહાપ્રભુ જ્ઞાયકતત્ત્વ છે. એને પર્યાયને પર દ્વારા જે અનાદિથી લક્ષ છે, તો કહે છે કે એ લક્ષ છોડી દઈને, આગમજ્ઞાનથી–ભલે પરલક્ષ છે, પણ આગમજ્ઞાનથી, જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરી–ભગવાન જ્ઞાનસ્વરૂપ છે..જ્ઞાયક છે.પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનનેઇંદ્રિય અને બુદ્ધિ જે પરપદાર્થને પ્રસિદ્ધ કરે છે તેને મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈનેઆ બાજુ લાવીને એમ. આહા! અહીંયા મેળવી દઈને લખ્યું છે ઓલામાં ગૌણ કરીને મર્યાદામાં લાવીને (કહ્યું છે.) ઝીણી વાત છે.
જે વસ્તુ છે અંદર જ્ઞાયકભાવ, એને વર્તમાન જ્ઞાન પર્યાયમાં પરલક્ષી જ્ઞાન અનાદિથી છે તો એ પરલક્ષીમાંથી આગમજ્ઞાન કરીને, આગમજ્ઞાન પણ પરલક્ષી છે(છતાં) તે આગમજ્ઞાનથી પહેલાં આત્માનો નિર્ણય કર, કે આત્મા શું ચીજ છે? ભલે, હુજી નિર્વિકલ્પ નથી. આ આત્મા અંદર જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યના પ્રકાશનું પૂર છે એ તો..ચૈતન્યના પ્રકાશનું નૂર એવું ઈ સ્વરૂપ છે એનું, એમ કરી પછી એ ઇંદ્રિય બુદ્ધિને આ બાજુ વાળી દેવી-જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને. આહાહા! એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા એમાં તે મતિજ્ઞાનની બુદ્ધિને આમ વાળી લેવી. જુઓ આ ઉપાય. તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી ત્યાં એટલું કહ્યું. શ્રુતજ્ઞાનથી જે નયોના વિકલ્પ હતા એની પર્યાયના અસ્તિત્વમાં, શ્રુતજ્ઞાન સંબંધી નિશ્ચયથી અબદ્ધ છું વ્યવહારથી બદ્ધ છું, જ્ઞાયક છુંનિશ્ચયથી, વ્યવહારે વર્તમાન પર્યાયમાત્ર છું, એવા જે વિકલ્પો હતા શ્રુતજ્ઞાનના, શ્રુતજ્ઞાનના વિકલ્પ, તેને મટાડી, શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરી, એ વર્તમાન શ્રુતજ્ઞાનની દશા એવી જે એની પર્યાય, એ પર્યાયને પણ વિકલ્પ રહિત કરી, આવો છે ઉપાય.
શ્રુતજ્ઞાનને પણ એટલે મતિજ્ઞાનને તો કર્યું પણ શ્રુતજ્ઞાનને પણ, નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો. આહાહા ! અંદર એકરૂપ વસ્તુ છે, ધ્રુવ જ્ઞાયક પોતાનું અસ્તિત્વ, પર્યાયનું અસ્તિત્વ છે પણ તે એકરૂપ નથી. ભિન્ન ભિન્ન છે, એથી અંતરની વસ્તુ જે છે એ એક, અખંડ ઓલામાં આવ્યું છે ને (ગાથા) ૩૨૦ માં અખંડ, એક-ત્યાં એમ લીધું છે. સકલ નિરાવરણ, અખંડ એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્યાં એમ લીધું છે. આહાહા !
વર્તમાન ઉત્પાદ-વ્યયની પર્યાયનું અસ્તિત્વ પણ તારામાં છે, અને ત્રિકાળી જ્ઞાયક ધ્રુવનું