________________
૪૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોઇને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડ (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના
સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીણ જ્ઞાનદેષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત,ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે(અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવ વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઇને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્ષલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયો હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર,પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે.
ભાવાર્થ-જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી ( જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વિશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
પ્રવચન નં. ૨૨૨ ગાથા-૧૪૩ બુધવાર, વૈશાખ સુદ-૧૩, તા. ૯/૫/૭૯
સમયસાર ૧૪૩ ગાથા-પક્ષાતિક્રાન્તનું એટલે સમયસાર ૧૪૩ ગાથા પક્ષને ઓળંગી ગયેલાનું શું સ્વરૂપ છે?' –એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે. ઝીણી છે થોડી.
પક્ષાતિકાન્ત એટલે કે પક્ષરૂપ જે નયો વ્યવહાર (નય)ને નિશ્ચયનય બેય નય, એનો પક્ષ છૂટી ગયો છે એનું શું સ્વરૂપ? અંતરમાં એ પક્ષ છુટી ગયો એનું શું સ્વરૂપ છે? પક્ષને ઓળંગી ગયેલાનું શું સ્વરૂપ છે એમ, એવો જેનો પ્રશ્ન હોય એના ઉત્તરરૂપ ગાથા કહે છે. એકસો તેતાલીસ
दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।।१४३।। નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે,
નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. છેલ્લામાં છેલ્લી આ ગાથાનો “સાર” છે.
ટીકા – જેવી રીતે, આ તો દેષ્ટાંત આપે છે કેવળી ભગવાનનું, એની હારે મેળવે છે. પાઠમાં તો “યપારિરીખો' કહ્યું છે પણ એને કેવળી હારે મેળવે છે, જેવી રીતે કેવળી