________________
૪૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જિનસ્વરૂપ કહો કે વિકલ્પાતીત કહો અનુભૂતિસ્વરૂપ કહો એ પણ છે, એ છે તેના અસ્તિત્વનુંવિકલ્પના ભાવનું નાસ્તિત્વપણું, એવું એના ખ્યાલમાં આવે, ત્યારે તે કારણપરમાત્મા છે એમ આવ્યું ત્યારે એને પર્યાય સમ્યગ્દર્શન કાર્ય થયું જ છે, એને અનુભૂતિ ને સમ્યગ્દર્શન થયું જ છે, પણ એને શ્રદ્ધામાં પકડે ત્યારે ને? માને ત્યારે ને, માન્યતામાં પર્યાયમાં ને રાગમાં વિકલ્પમાં તે રોકાઈ ગયો છે, હવે એને કારણપરમાત્મા ક્યાં છે? છે ભલે શક્તિએ, પણ એને ક્યાં છે? આહાહા !
એ પોતાના જ્ઞાનસ્વભાવ દ્વારા, જ્ઞાતા વસ્તુને પકડે, ત્રિકાળી જ્ઞાયકભાવ અને વર્તમાન, જ્ઞાનની પર્યાય દ્વારા પકડે, ત્યારે તેને જાણવામાં આવે કે આ પરમાત્મા છે. ત્યારે તેને જાણવામાં આવે કે આ જિનસ્વરૂપ છે. આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શનમાં-સમ્યક્ જેવું સત્ય પૂરણ છે તેનું દર્શન એટલે પ્રતીત થઈ. આહાહા! સમ્યગ્દર્શન સમ્યક સત્ય પરિપૂર્ણ પરમાત્મા, વિકલ્પ વિનાની ચીજ જ છે–વસ્તુમાં વિકલ્પ કેવો? વસ્તુ છે તેમાં અપૂર્ણતા કેવી? વિકૃતતા કેવી? આહાહા ! એને આવરણ કેવું? આહાહા! નિરાવરણ..પૂરણ... એવી દૃષ્ટિ થઈ જ્યારે જ્ઞાન-અનુભવમાં, ત્યારે એને માટે આ જિનસ્વરૂપ છે એમ આવ્યું, ત્યારે આત્મખ્યાતિ થઈ, ત્યારે આત્મા છે એવો પ્રસિદ્ધિમાં આવ્યો. આહાહાહા ! સમજાય છે કાંઈ..? ભારે ગાથા ભાઈ એકસો તેંતાલીસ. જેવો છે તેવો કેમ થવું....ઈ વાત છે. જેવો છે તેવો કેમ થવું? એ વાત છે. આહાહા!
ભાવાર્થ:- જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી, એનો અર્થ એવો નથી કે નયનો પક્ષ ઉત્પન્ન થાય છે, ત્યાં એમ ન સમજવું, જાણે છે. કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપને એટલે નયનો પક્ષ છે જાણે છે એમ નહીં. તેના સ્વરૂપને પણ એને નય છે જ નહીં. એમ એ જાણે છે. આહાહા ! આવું છે. જેમ કેવળી ભગવાન સદાય એ તો જાણનાર-જ્ઞાતાદૃષ્ટા છે બસ થઈ રહ્યું. એટલે પછી નયપક્ષનો જે ભાગ હતો એમ બીજાને વિશ્વને જાણે છે એ વિશ્વમાં નયપક્ષ પણ ભેગો આવી ગયો, પણ એ, એને નથી, હવે. વિશ્વથી જેમ ભિન્ન પડયો-એમ નયપક્ષથી ભિન્ન પડયો, એ નયપક્ષને જાણે છે એટલે વિશ્વને જાણે છે ભેગો આ જાણે છે નયપક્ષ છે ને એને જાણે છે, એમ નથી. જેને શ્રુતજ્ઞાન જ નથી, શ્રુતજ્ઞાનના ભેદ નિશ્ચય ને વ્યવહાર છે. આહાહા! આ વ્યવહારવાળાને આકરું લાગે આ ચરણાનુયોગમાં આમ કહ્યું છે દ્રવ્યાનુયોગમાં ભલે તમારે એમ હોય ચરણાનુયોગમાં વ્રત પાળવા, અતિચાર પાળવા એ સાધન છે ઈ, એમ કરીને એ નાખે છે.
ભાઈ એ વાતેય ખોટી છે. એ ચરણાનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા ! ચરણાનુયોગમાં વાત કરે એની ભૂમિકા પ્રમાણે વ્રત આવે, નિયમ આવે. આહાહા ! પણ એનું તાત્પર્ય શું? એને છોડીને વીતરાગતા કરવી, એ એનું તાત્પર્ય છે. એમાં રહેવું ને એને રાખવું, એમ ચરણાનુયોગનું પણ તાત્પર્ય એમ નથી. આહાહા ! (શ્રોતા:- પણ હોય ત્યારે કેવું હોય છે એ જણાવ્યું છે) એ તો એને જણાવે, પાંચમા ગુણસ્થાને આવા વ્રત હોય, છઠે આવું હોય, પણ એનું તાત્પર્ય તો..એનાથી રહિત થઈને વીતરાગતા કર, એ એનો સાર છે. એમાં રહે ને, પાળ ને એનાથી તને લાભ થાય એમ ત્યાં છે નહીં. શું થાય?
( શ્રોતા- બારમા ગુણસ્થાન સુધી શ્રુતજ્ઞાન હોય છે ને?) એ તો ક્યાંય શુભને શ્રીમમાં આવે છે ને ખબર છે. એ તો શ્રુતજ્ઞાન છે એટલું જણાવ્યું છે. એને એમ ન થઈ જાય કે હું પૂરો