________________
४४०
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રયોજનનાં વસે એક નયને પ્રધાન કરી-ત્રિકાળીની દૃષ્ટિ કરાવવા, પર્યાયને ગૌણ કરી, એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે, કહે છે ને બોલે છે ને, પ્રરૂપણા કરે ને કહે રાગ રહે એમાં એટલો. અને જ્યારે નયપક્ષને છોડી, વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ છે. વસ્તુ સ્વરૂપ જે ત્રિકાળ છે. ધ્રુવ ભગવાન નિત્યાનંદ પ્રભુએકલો જ્ઞાયકસ્વભાવ ભાવ, એને કેવળ જાણે જ છે—જાણે જ ત્યારે તે વખતે, જાણે ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે. લ્યો આંહી તો આમ કહ્યું આ જે નયપક્ષ છોડીને થાય, એને વીતરાગ કીધો. ઓલા તો ના પાડે છે ના, ના વીતરાગ તો ઓલાએ કીધું નિર્વિકલ્પ સમકિત થાય સાતમે જ્ઞાનસાગરે એમ કહ્યું, શાંતિસાગરેય એમ કહેતા'તા છેલ્લે બોલી ગયા'તા. નિર્વિકલ્પ સમકિત તો સાતમે થાય. આહાહા !
હવે, આંહી તો જ્યારે નયપક્ષને છોડી શ્રુતજ્ઞાની પણ વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ, ત્યારે તે કાળે પછી ભલે વિકલ્પ ઊઠે કહે છે, “પણ તે કાળે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક-શ્રુતજ્ઞાની ચોથે અનુભૂતિના કાળમાં વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
આ લોકોને કઠણ પડે છે. ચોથે ગુણસ્થાને સમકિત સરાગ હોય બસ વીતરાગ નહીં. (શ્રોતા – એ લોકો એ તો એ ભેળવીને વાત કહે છે) પણ ઈ ક્યાં ? એ તો બીજી ચીજનો રાગ છે એ વસ્તુમાં સમ્યગ્દર્શન છે એમાં રાગ કેવો ? સમ્યગ્દર્શન છે એ વીતરાગી જ છે જુઓને આ શું કીધું? (શ્રુતજ્ઞાની) કેવળીની માફક વીતરાગ જેવો છે કીધું. સમ્યગ્દર્શન–અનુભૂતિના કાળમાં-વિકલ્પ વિનાની દશા વીતરાગ જ છે. આહાહા! પ્રભુ પ્રભુ પ્રભુ શું થાય? વાદ-વિવાદે ચડે તો કાંઈ પાર ન આવે.
જ્યારે નયપક્ષોને છોડી, છોડી–એ પણ અપેક્ષા છે. સ્વરૂપ તરફ ઢળી ગ્યો ત્યાં નયપક્ષ છૂટી ગ્યો, એને નયપક્ષને છોડે છે, છોડે છે એ કથન છે ન્યાં છોડવું ક્યાં રહે છે? એ તો લક્ષ પર ઉપર છે. પણ ઉપદેશની શૈલીમાં શું આવે? કથન પદ્ધતિમાં શું આવે. એ અંદર પૂર્ણાનંદનો નાથ, વીતરાગમૂર્તિ જ્યાં અનુભવમાં આવ્યો તે નયપક્ષને છોડે છે એમ કહેવું એ તો સમજાવ્યું છે. આહાહા! નયપક્ષ રહેતો નથી એટલે છોડ્યો છે એમ કહ્યું. આહાહા ! આત્મા આનંદમૂર્તિ પ્રભુ એના અતીન્દ્રિય આનંદના અનુભવના કાળે, નયપક્ષ છોડે છે એમ કહ્યું, પણ એનો અર્થ કે નયપક્ષ છે નહીં. ભાષા શું કહેવી !આહાહા ! એ તો કેવળીને ય એમ કહ્યું, કેવળી નયપક્ષને જાણે છે-બાપુ ભાષા શું થાય? (કેવળીને) નયપક્ષ છે ક્યાં તે જાણે છે! એ પોતે જ પોતાના સ્વને જાણે છે એમ પરને સ્વપરપ્રકાશક છે, એવું જાણવાનું કામ છે. નયપક્ષ-વિકલ્પ છે માટે જાણે છે એમ કાંઈ છે નહીં. આહાહા! શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે, એમ જાણવું. પહેલાનાં અર્થ કરનારે પણ કેટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે. જયચંદ પંડિતે.
(શ્રોતા-ભાવાર્થ ફરીને લ્યો) ફરીને લઈએ. જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપને નય પક્ષ છે નહીં, પણ બધાને જાણે છે એમ ભેગુ જાણે છે એમ કહેવામાં આવ્યું. તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ જાય છે. જોયું? ભગવાનને (કેવળીને) છે જ નહીં, આને છે પણ રહિત થઈ જાય છે. શુદ્ધતચૈન્યમાત્ર ભાવનું અનુભવન-એકલો શુદ્ધચૈતન્ય શુદ્ધચૈતન્યમાત્ર ભાવ-અતિ પૂરણ એનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો