________________
ગાથા-૧૪૩
૪૩૯
થઈ ગયો એમ. ઈ છે ખરું છે કે હજુ બા૨મા ગુણસ્થાન સુધી શ્રુતનું અવલંબન છે, એમ આવે છે ( શાસ્ત્રમાં ) શ્રીમમાં આવે છે લોકો આને પકડે એમ આવે છે. એ તો બા૨માં ગુણસ્થાને શ્રુતજ્ઞાન છે, એમ જણાવ્યું છે. બારમા ગુણસ્થાને તો ચાર જોગેય કહ્યા છે. સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર એ ચારેય કહ્યા છે તેથી શું ? આહાહા ! એથી કાંઈ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને, આગળ વધી ગયો છે, એમ નથી. આહાહા ! શ્રુતજ્ઞાનની પર્યાયનું અવલંબન લઈને વધ્યો છે એમેય નથી. આંહી તો એ શ્રુતજ્ઞાનની પર્યાય અથવા એના ભેદો એ તો એકકોર રહ્યા, પણ શ્રુતજ્ઞાનની પર્યાય જે છે વિકલ્પ વિનાની, એનો પણ આશ્રય લેવાનો નથી. એ તો પર્યાય છે, એમાંથી પર્યાય પ્રગટ નહીં થાય. આહાહા ! પૂરણ આનંદસ્વરૂપ ભગવાન જેમાં શ્રુતજ્ઞાનની પર્યાયના આશ્રયની પણ જયાં જરૂર નથી. આહાહાહા ! શ્રુતજ્ઞાનની પર્યાયને પણ બહિઃતત્ત્વ કીધું નિયમસાર. આહાહા ! કેવળજ્ઞાનને બહિ:તત્ત્વ કીધું છે. આહાહા ! ( શ્રોતા:-પર્યાય છે એટલે ) પર્યાય છે ને ? અંતઃતત્ત્વ તો એકસ્વરૂપે ત્રિકાળી પ્રભુ, એનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ થાય ત્યારે એને અંતઃતત્ત્વ છે આ...એમ ખ્યાતિ પ્રસિદ્ધિ થઈ. પ્રસિદ્ધિ થાય પર્યાયમાં, પણ પ્રસિદ્ધિ થઈ કોની ? એની (ત્રિકાળીની ). પર્યાયમાં પર્યાયની પ્રસિદ્ધિ નહીં. ( શ્રોતાઃ-આત્માની ત્રિકાળી આત્માની ) એ તો આવ્યું ને ૩૨૦ ગાથામાં ધ્યાતા...ખંડખંડ જ્ઞાનને અનુભવતો નથી. ખંડખંડ જ્ઞાનને લક્ષમાં લેતો નથી. જ્ઞાતા, ધર્મી જે સકલનિ૨ાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષપ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પ૨મભાવ લક્ષણ નિજ ૫૨માત્મદ્રવ્ય-જે આ તે હું છું એવો પણ એક ભેદ વિકલ્પ નથી ત્યાં ( અભેદ છે ) જે સકલ નિરાવરણ તે હું છું, અખંડ તે હું છું...એક તે હું છું અવિનશ્વર તે હું છું પ્રત્યક્ષપ્રતિભાસમય શુદ્ધ પારિણામિક ૫૨મભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. આહાહા ! આમ છે.
એ જ આંહી કહે છે. વિકલ્પ છોડી દઈને ત્રિકાળમાં દૃષ્ટિ થઈ એટલે નિર્વિકલ્પ અનુભવ થયો, એ આત્મખ્યાતિ થઈ. એને ૫રમાત્મા કહીએ, પર્યાય પ્રગટી એને હોં! ૫૨માત્મા જાણવામાં આવ્યો એટલે પર્યાયમાં ૫રમાત્મા એને કહેવામાં આવે છે. જ્ઞાનાત્મા કહીએ, પ્રત્યજ્યોતિ કહીએ, આત્મખ્યાતિ કહીએ આત્મખ્યાતિરૂપ અનુભૂતિ, આત્માની પ્રસિધ્ધિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. આહાહા !
ભાવાર્થ :– જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી છે. એટલે એ તો જેમ બધાને–લોકાલોકને જાણે છે એમ ‘જાણે છે’, એ બધું જાણે છે એનો અર્થ એ કે લોકાલોકમાં એ આવી ગયું બધુ. નય છે ને એને જાણે છે એમ નહીં. આહાહાહા ! તેમ શ્રુતજ્ઞાની પણ, જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ, એકલો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ, જોયું ! શુદ્ધ ચૈતન્યમાત્રભાવ અસ્તિ અનુભવન કરે છે, એ પર્યાય. શુદ્ધચૈતન્યમાત્રભાવ એ વસ્તુ અનુભવન કરે છે તે પર્યાય ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે એટલે કે તેને નયપક્ષનો વિકલ્પ છે જ નહીં. એમ નયપક્ષ છે ને જ્ઞાતા છે એમ નહિ. આહાહા ! નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે.
એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે ત્યારે મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય, એક નયનો પક્ષ કરે ને બીજા નયને લક્ષમાંથી છોડી દે તો તો મિથ્યાત્વ સહિત રાગ થાય. મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય.