________________
ગાથા-૧૪૪
४४७ છે? એ તો જ્ઞાનનું શેય થઈ ગયું, પરણેય પરશેય છે, આ તો સ્વૉય અખંડપણે જે અનુભવાણો, એ એકને જ સમ્યગ્દર્શન નામ અપાય છે એમ કહે છે-નામ અપાય છે એમ કીધું ને? વ્યપદેશ. આહાહાહા !
વ્યપદ્દેશ' –એને જ સમ્યગ્દર્શન એ એકને જ કહેવાય છે. આહાહાહા! જુઓને અત્યારે વ્યાખ્યાઓનો ફેરફાર ખરેખર આ એકને જ વિકલ્પ રહિત, નિર્વિકલ્પ દેષ્ટિ થઈ અનુભવ, તે કાળે તેને એ એકને જ તેને જ કેવળ સમ્યગ્દર્શન એટલે કે એકલું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે, જોયું? આહાહાહા! ત્યારે તો એને “વ્યપદ્દેશન' એક તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા એને એવું નામ મળે છે. આહાહા!
એક પરમાત્મસ્વરૂપમાં નમી ગયો છે ને અનુભવ છે, તેને એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ અપાય છે. નામ મળે છે. આહાહા! એટલે? કે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન, સમયસાર જે પરમાત્મ સ્વરૂપ ભગવાન, એનાથી જુદાં નથી. એ પૂરણ નિર્વિકલ્પસ્વરૂપ જે ચિદ્દન ભગવાન અનુભવમાં આવ્યો વિકલ્પથી રહિત, એને જ કેવળ એકને જ એકલું સમ્યગ્દર્શન નામ એને એકલાને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ મળે છે–સમ્યક નામ મળે છે. એને ત્યારે જ નામ મળે છે, આહાહા ! આવો માલ છે.
(શ્રોતાઃ- વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે ને ?) બીજું કોઈ છે જ નહીં. છે જ નહીં નામ નહીં ગંધ નહીં આને જ ફક્ત નામ અપાય છે, કહે છે. આહાહા ! કહો બાબુભાઈ ! આવી વાત છે.
એકલો ભગવાન આત્મા, અભેદ વિકલ્પની લાગણી અટકી ગઈ છે, અને એકલો આનંદઘન અનુભવવામાં આવ્યો છે, તેને જ કેવળ–તેને જ એકલું એમ આખું કેવળ નથી કહેતા કેવળ મૂરખ છે આખો-કેવળ ગધેડો છે, એમ કેવળ સમ્યગ્દર્શન આને જ કહેવાય છે. આહાહા ! ટીકા તે ટીકા છે ને એ ચપલેશ+' નો અર્થ કર્યો. સમવંસળTIPસો નઃિ ‘ત્તિ વરિ વવધેસં' આહાહા! કેવળ તેને જ, આહાહા! (શ્રોતા- ચોખ્ખું કરી નાખ્યું બધું).
પૂર્ણાનંદનો નાથ, વીતરાગ સ્વરૂપે અનંત અનંત કેવળજ્ઞાન એટલે એકલા જ્ઞાનગુણ આદિથી ભરેલો, એનો જે અનુભવ, વિકલ્પ વિનાનો, વિકલ્પના પક્ષ વિનાનો એમ કે પહેલેથી કોઈ વિકલ્પથી નિર્ણય કર્યો છે કે આવો છે તો એને કાંઈ સમ્યગ્દર્શનજ્ઞાન નામ અપાય કે નહીં? આહાહા! એમ કે પહેલો નિર્ણય કર્યો વિકલ્પથી નય, નિક્ષેપ, પ્રમાણથી એમ આવ્યું'તું તેર ગાથામાં તોંતેરમાં આવ્યું'તું –આમ નિશ્ચય કરીને, એ નિશ્ચય કર્યો આવો છે, આવો છે એને સમ્યગ્દર્શનજ્ઞાન નામ અપાય કે નહીં? ના, કેવળ આ વસ્તુ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પર્યાયમાં નિર્વિકલ્પપણે અનુભવમાં આવ્યો, અનુભવમાં તો પર્યાયમાં આવ્યો છે પણ આવ્યો છે કોણ કે એ પૂરણ સ્વરૂપ છે એ, એવા કેવળ એકને જ આવા અનુભવવાળાને એકને જ, બીજો કોઈ પ્રકાર નથી, કે સરાગ સમકિત છે ને ફલાણું-ઢીંકણું છે ને. આહાહાહા ! આ વીતરાગી પર્યાય છે, છે ચોથાગુણસ્થાને. આહાહાહા ! વ્યાપાર વિકલ્પોનો અટકી ગયો છે, એવો છે. એવો ઈ છે એમ કહે છે, વસ્તુ એવી છે. આહાહા !
નયના પક્ષનો નિશ્ચયના પક્ષનો પણ વિકલ્પ અટકી ગયો છે, એવો એ છે. આહાહા! શું