________________
४४६
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એમ ખરેખર, સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી નયનો જે પક્ષનો વિકલ્પ છે એમાં તો આત્માનું ખંડિતપણું થાય છે, એમ કહે છે. આહાહા! એમાં અખંડનો અનુભવ થતો નથી. એ વિકલ્પ થતાં અખંડ જ્ઞાનસ્વરૂપ પ્રભુ ખંડપણાને-ભેદપણાને–ભંગપણાને પામે છે. આહાહા !
ખરેખર જે સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી, કોઈ પણ નયનો પક્ષનિશ્ચયનો પક્ષ પણ જ્યાં નથી, હવે નિશ્વયનો પક્ષ નથી એટલે કે નિશ્ચયથી જે જાણ્યું છે, એથી કાંઈ બીજું નીકળશે એમાં એમ નથી. આહાહા! જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નથી થતો એમ કીધું. નય પક્ષ છોડે છે એટલે વસ્તુ કાંઈક બીજી જાતની નીકળે છે, એમ નથી. ફક્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી-આટલી વાત છે.
શું એ કહ્યું? હું પરિપૂર્ણ અખંડ અભેદ છું એવા એક વિકલ્પથી પણ ખરેખર, વાસ્તવિક તત્ત્વ છે એ ઉપર દૃષ્ટિ હોવાથી અનુભવમાં, એવા વિકલ્પથી પણ ખંડિત થતો નથી. આહાહાહા ! દયા, દાન, વ્રત ને તપના વિકલ્પ રાગ (એ તો) ક્યાંય રહી ગયા. આહાહા ! ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, અટકાવ્યો છે એમેય નહીં. જેનો સમસ્ત વિકલ્પોનો, આહાહા ! (વ્યાપાર અટકી ગયો છે) સૂક્ષ્મ રાગની વૃત્તિ, સ્વ તરફના, મુક્ત સ્વરૂપ તરફના વલણની સૂક્ષ્મ વૃત્તિ, એ વ્યાપાર અટકી ગયો છે. આહાહા ! આવું વસ્તુનું સ્વરૂપ છે. એમાં વાદ-વિવાદથી પણ પાર પડે એવું નથી.
ઘણે ઠેકાણે એવું આવે કે વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય-જયસેન આચાર્યની ટીકામાં. તેથી જ્ઞાનસાગરે એનો અર્થ કર્યો છે ને ? આ વિધાસાગરના ગુરુ એમાં ઈ આવે છે બહુ જયસેન આચાર્યની ટીકામાં, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય –એ તો જ્ઞાન કરાવ્યું છે વ્યવહારનયનું. આહાહા!
આંહી તો કહે છે, એ વ્યવહારના વિકલ્પની તો વાતું શું કરવી, પણ વસ્તુ છે તેના તરફના વલણવાળી કોઈ વૃત્તિ-વસ્તુ છે પહેલા જાણી નહોતી ને પછી જાણી કે આ તો પૂરણ વસ્તુ છે, અખંડ છે, આખો પરમાત્મસ્વરૂપ છે, એવો એક પક્ષ જે વિકલ્પ ઊઠતો હોય તો, એનાથી પણ આ વસ્તુ ખંડિત થતી નથી. આહાહાહા ! સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એટલે છે નહીં ત્યાં. આહાહા! આવું છે. અટકી ગયો છે એવો છે,જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, એવો છે. ખંડિત નહિ થતો હોવાથી, વિકલ્પ અટકી ગયો છે એવો છે, એમ કહે છે. આહાહા ! શું ટીકા તે સમયસાર છે. એનું નામ સમયસાર છે.
ખરેખર આ એકને જ એટલે કે વિકલ્પ અટકી ગયો છે અને જેમાં વિકલ્પથી ખંડિતપણું થતું નથી, એવો અખંડ આત્મા અનુભવમાં આવ્યો, તે સમયસાર છે, ખરેખર આ એકને જ, એ સમયસાર વિકલ્પરહિત-નિર્વિકલ્પ અનુભવ થયો તે એકને જ કેવળ સમ્યગ્દર્શન, આહાહાહા ! સમ્યગ્દર્શન કોઈ વ્યવહાર છે ને કોઈ બીજું પણ છે, સમ્યગ્દર્શનનો પ્રકાર કોઈ બીજો પણ છે, એમ નથી. આ એકને જ એકને “જ” વિકલ્પની વૃત્તિઓ રોકાઈ ગઈ ને એકલો આત્મા પૂર્ણાનંદ-ચિદાનંદ પ્રભુ અનુભવમાં આવ્યો, તે એકને જ તે એકને જ કેવળ સમ્યગ્દર્શન-એકલું સમ્યગ્દર્શન તેને કહેવાય છે. આહાહા ! (શ્રોતા-પછી સવિકલ્પ આવે છે ને ત્યારે !)
એ અપેક્ષા પછી આને જ સમ્યગ્દર્શન કહે છે, વિકલ્પ પછી આવે પણ તેનો આદર ક્યાં