________________
४४८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પણ ટીકા? અમૃત રેડ્યાં છે. અમૃતચંદ્રાચાર્યે, લોકોને કિંમત નથી. એનાં શબ્દોમાં કેટલું-શું છે? એ ભગવાન એ આખો છે કહે છે, એ જે અનુભવમાં વિકલ્પ અટકી ગયો, એવી ચીજ છે ઈઈ ચીજ જ એવી છે. અને તેને એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ અપાય છે. છે? આહા ! અર્થાત્ તે દર્શન ને જ્ઞાનની પર્યાય, દ્રવ્યથી અભેદ છે. સમયસારનો આખો આત્મા તેનાથી, તે દર્શન જ્ઞાનની પર્યાય અભેદ છે એ આત્મા જ છે. આહાહાહા ! વ્યાવેશમ્' કહીને તોએ કથન એને એકને જ કથન કરવામાં આવે છે અથવા એકને જ નામ અપાય છે, એને સમ્યક્દર્શન જ્ઞાન, એવી સંજ્ઞા એને જ મળે છે. આહાહાહા ! ડોલાવી નાખ્યો છે.
અને આંહી તો તકરારું હજી બહારની, વ્યવહાર સાધન છે ને એને ઉથાપે છે ને અરે પ્રભુ સાંભળને ભાઈ... એ સાધન કહ્યું છે એ તો જ્ઞાન કરવા માટે, હતું એને જાણે, સ્વપરપ્રકાશક છે સ્વપરપ્રકાશક છે તે પરપ્રકાશક છે એને જાણવા કહ્યું.
એવો જે ભગવાન આત્મા, એવો જ છે. વિકલ્પ અટકી ગયો છે, એવો જ છે, એ કાંઈ નવો ચ્યો નથી કાંઈ, એવો તો છે જ, તે સમયસાર છે, ખરેખર આ એકને જ, આહાહા ! શું ટીકા ! ખરેખર આ એકને જ.. ‘જ'કથંચિત્ આને ને કથંચિત્ બીજાને એમ ન કહ્યું ત્યાં-કથંચિત્ આને સમ્યગ્દર્શન પણ કહેવું ને કથંચિત્ વ્યવહારને કહેવું એ આહીં વાત જ નથી. આહાહા !
વ્યવહાર સમ્યગ્દર્શન” એ સમ્યગ્દર્શન છે જ નહીં. એ તો રાગ છે એ તો આનો એ આરોપ કરીને કથન કરવામાં આવ્યું છે, અહી તો કહે છે કે ખરું નામ તો આને જ પડે છે. આહાહા ! ઓલાને કથન કરવામાં આવે એની વાત તો ક્યાંય રહી ગઈ. વ્યવહારને કથન કરવામાં આવે વ્યવહારનું એ નહીં. આ તો આ એકને જ કેવળ કથન-સંજ્ઞા નામ આ તો મળે. ત્યારે તેને સમયસાર હાથ લાગ્યો! આહાહા ! એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ મળે છે. આહાહા ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, ઓલાં નામ મળે છે એમ કીધું ને એટલે જરી એ સમયસારથી જુદાં નથી, એક જ છે. જે પર્યાય અભેદ થઈ છે, એ સમયસાર છે.
કારણ કે સમયસાર ત્રિકાળી છે એ તો કાંઈ અનુભવમાં-વેદનમાં આવતો નથી. ધ્રુવ છે પણ તેનાં લક્ષે આખો માલ પર્યાયમાં જે અનુભવમાં આવ્યો નિર્વિકલ્પપણે એના એકને જ કેવળ સમ્યગ્દર્શન એટલે પૂરણ સમ્યગ્દર્શન, સાચું સમ્યગ્દર્શન, સત્ય સમ્યગ્દર્શન-કેવળ સમ્યગ્દર્શન–એટલે સત્યસમ્યગ્દર્શન ને સત્ સમ્યજ્ઞાન શાસ્ત્રના ભણતરને ય પણ જ્ઞાનનું નામ અપાતું નથી. આંહી તો કહે છે. આહાહા ! પ્રભુ, પ્રભુ એ ભગવાન જે જ્ઞાનની મૂર્તિ પ્રભુ એ જે અનુભવમાં આવ્યો, એને જ સમ્યજ્ઞાનનું નામ મળે છે. સમ્યગ્દર્શનનું નામ મળે છે અને એને જ સમ્યજ્ઞાનનું નામ મળે છે. આહાહાહા ! શાસ્ત્રના ભણતરવાળાને કે વિદ્વાનને કે અગિયાર અંગ ભણી ગ્યો ને કથા આવડે વાર્તા આવડે ને જગતને કહેતાં માટે એને સમ્યજ્ઞાન નામ મળે? કે ના, ના, ના. ભગવાનનો ભેટો થયો છે જેને. આહાહા !
ભગવાન ચિદાનંદ સમયસાર એનો જ્યાં અનુભવ થયો, તેને સમ્યજ્ઞાન નામ મળે છે. આહાહા! શું શૈલી (શ્રોતા-બહુ મોંઘુ કરી નાખ્યું!) જેવું છે એવું કરી નાખ્યું. આહાહા! એમ કીધું ને જુઓને વ્યાપાર અટકી ગયો છે, એવો છે “ઈ' એવો છે' ચેતનજી? ( શ્રોતા – જેવું છે એવું કીધું છે ભાઈ એથી ઢીલું કરે તો વિપરીત થઈ જાય).